AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ‘તે મારી રમત જાણે છે’, લલિત યાદવનું અક્ષર પટેલને લઇને નિવેદન

IPL 2022: દિલ્હી કેપિટલ્સ ટીમના યુવા ખેલાડી લલિત યાદવે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સામે 38 બોલમાં 48 રનની અણનમ ઇનિંગ રમી હતી. દિલ્હી ટીમે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈને માત આપી હતી.

IPL 2022: ‘તે મારી રમત જાણે છે', લલિત યાદવનું અક્ષર પટેલને લઇને નિવેદન
Lalit Yadav and Akshar Patel (PC: IPL)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 11:55 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022ની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાઈ હતી. જ્યાં દિલ્હીએ પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ સામે રોમાંચક જીત મેળવી હતી. દિલ્હી કેપિટલ્સના સુકાની ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે શાનદાર બેટિંગ કરીને દિલ્હીને 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

બીજી તરફ 178 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી તરફથી ઓપનર પૃથ્વી શો અને ટિમ સેફર્ટે પણ ટીમને સારી શરૂઆત અપાવી હતી. જો કે, દિલ્હીની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી, જેના કારણે એક સમયે તેમના માટે મેચ જીતવી મુશ્કેલ બની રહી હતી.

આ પછી બેટિંગ કરવા આવેલા ઓલરાઉન્ડર લલિત યાદવે ટીમની કમાન સંભાળી અને તેણે અક્ષર પટેલ સાથે ટીમ માટે મહત્વની ભાગીદારી કરી. લલિત યાદવે 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 48 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. બીજી તરફ, અક્ષર પટેલે માત્ર 17 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 38 રન બનાવીને મેચનો માહોલ બદલી નાખ્યો હતો.

“જ્યારે અક્ષર બીજા છેડે હોય ત્યારે મને ખૂબ જ સારૂ લાગે છે” – લલિત યાદવ

મેચ બાદ લલિત યાદવે (Lalit Yadav) પોતાની ઇનિંગ વિશે કહ્યું કે, “હું ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રમી રહ્યો હતો. બીજી તરફ વિકેટો પડતી રહી હતી પણ મેં મારી રમત પર વિશ્વાસ રાખવાનું નક્કી કર્યું અને મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો. ક્રિકેટમાં તમને ખબર નથી કે ક્યારે શું થશે. અંતે, અમે 19મી ઓવરમાં જ રમત પૂરી કરી.

અક્ષર પટેલ (Akshar Patel) વિશે તેણે કહ્યું કે, “જ્યારે અક્ષર પટેલ પીચની બીજી બાજુ હોય ત્યારે હું ખૂબ જ સહજ અનુભવું છું. તે મારી રમત જાણે છે અને તે પણ જાણે છે કે હું કેવી રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકું. અમે બંનેએ વિકેટ બચાવવાનો નિર્ણય લીધો હતો. અમે જાણતા હતા કે જો અમે રમતા રહીશું અને છેલ્લી ઓવર પહેલા મેચ જીતીશું.

આ પણ વાંચો : GT vs LSG IPL Match Result: ગુજરાત ટાઈટન્સનો 5 વિકેટે રોમાંચક વિજય, રાહુલ તેવટીયાએ જીત માટે મહત્વની ભૂમિકા નિભાવી

આ પણ વાંચો : IPL 2022: SRH vs RR: હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમો એકબીજા સામે ટકરાશે, આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">