AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: હાર્દિક પંડ્યા ફરી એકવાર ફિટનેસને લઈ સવાલોમાં ઘેરાયો! રાજસ્થાન સામેની મેચમાં પ્રદર્શન જબરદસ્ત છતાં ચિંતા વધારી

IPL ની 15મી સિઝનમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ અને કેપ્ટન્સી કરતો જોવા મળે છે, પરંતુ શું તે તેની ફિટનેસને પણ કવર કરી રહ્યો છે? જો નહીં, તો તેના મેદાન છોડવાનું કારણ શું હતું?

IPL 2022: હાર્દિક પંડ્યા ફરી એકવાર ફિટનેસને લઈ સવાલોમાં ઘેરાયો! રાજસ્થાન સામેની મેચમાં પ્રદર્શન જબરદસ્ત છતાં ચિંતા વધારી
Hardik Pandya ને ઓવર કરવામાં પણ મુશ્કેલી જણાઈ હતી!
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 10:48 AM
Share

IPL 2022 પહેલા હાર્દિક પંડ્યા (Hardik Pandya) લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. તેનું કારણ હતું તેની ફિટનેસ. હવે એ જ ફિટનેસએ તેને ફરીથી સવાલોના ઘેરામાં મૂકી દીધો છે. શું હાર્દિક પંડ્યા ખરેખર ફિટ છે? અને, જો તે ફિટ છે, તો રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામેની મેચમાં તેના અચાનક બહાર થવાનું કારણ શું હતું? IPL ની 15મી સિઝનમાં તે બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ અને ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) કેપ્ટન્સી બધુ જ કરતો જોવા મળે છે, પરંતુ શું તે પોતાની ફિટનેસને પણ કવર કરી રહ્યો છે? આઈપીએલ 2022 માં તેનું અત્યાર સુધીનું પ્રદર્શન જોઈને તમે નિઃશંકપણે કહેશો-ફેન્ટાસ્ટિક. પરંતુ તેની ફિટનેસ હજુ પણ તેના T20 વર્લ્ડ કપના માર્ગમાં અવરોધરૂપ જણાય છે.

હવે સમજો કે આપણે આવું કેમ કહી રહ્યા છીએ. વાસ્તવમાં, હાર્દિક પંડ્યાએ બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ તમામ કર્યું અને રાજસ્થાન રોયલ્સ પર ગુજરાત ટાઇટન્સને જીત અપાવી. પરંતુ આ બધાની વચ્ચે કંઈક એવું પણ બતાવવામાં આવ્યું, જે કદાચ ક્રિકેટ ચાહકો હવે જોવા નથી માંગતા. હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે મેદાનની બહાર જઈ રહ્યો છે.

પંડ્યા તેની ત્રીજી ઓવર પણ પૂરી કરી શક્યો નહોતો

રાજસ્થાન રોયલ્સની ઈનિંગની 18મી ઓવરમાં જ્યારે હાર્દિક તેના ક્વોટાની ત્રીજી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે મેદાન છોડતો હોવાની તસવીર સામે આવી હતી. તે આ ઓવર પણ પૂરી કરી શક્યો નહોતો. ચોથો બોલ ફેંકવામાં આવે તે પહેલા તેની હેમસ્ટ્રિંગ ખેંચાઈ ગઈ હતી અને તેણે મેદાન છોડવું પડ્યું હતું. ઈજામાંથી પરત ફર્યા બાદ ભારતના સ્ટાર ઓલરાઉન્ડરની આવી તસવીર ફરી સામે આવવાથી ક્રિકેટ ચાહકો ડરી જશે. કારણ કે સવાલ માત્ર આઈપીએલનો જ નહીં પરંતુ ટી20 વર્લ્ડ કપનો પણ છે.

બેટિંગ અને ફિલ્ડિંગ દરમિયાન પણ મુશ્કેલી

હાર્દિક પંડ્યાની ફિટનેસનો સવાલ પણ મોટો છે કારણ કે બોલિંગ પહેલા બેટિંગ દરમિયાન પણ તે કેટલીક સમસ્યાઓનો સામનો કરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ફિલ્ડિંગ દરમિયાન પણ તે બે-ત્રણ વખત મેદાનની બહાર ગયો હતો. અને આ દ્રશ્યો જ એ વિચાર તરફ ઈશારો કરી રહ્યા હતા કે શું હાર્દિક પંડ્યા ખરેખર ફિટ છે?

પંડ્યા ખરેખર કેટલો ફિટ?

જોકે, રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પૂરી થયા બાદ હાર્દિક પંડ્યાએ તેના ફિટ હોવાની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું કે તે હવે ઠીક છે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે IPL તો 20 ઓવરની જ રમત છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો શું પંડ્યા ક્રિકેટના લાંબા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે? ઈન્ટરનેશનલ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં ફિટનેસનું પ્રમાણ ઘણું ઊંચું છે. અને હાર્દિક પંડ્યાને ત્યાં પહોંચવા માટે હજુ પણ સખત મહેનત કરવી પડશે.

આ પણ વાંચો : IPL 2022: સંજુ સેમસનની વિકેટ ખેરવવામાં Hardik Pandya એ લાખ્ખો રુપિયાનો નુકશાન પહોંચાડી દીધુ! જુઓ Video

આ પણ વાંચો : IPL 2022: સંજુ સેમસનની વિકેટ ખેરવવામાં Hardik Pandya એ લાખ્ખો રુપિયાનો નુકશાન પહોંચાડી દીધુ! જુઓ Video

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">