IPL 2022: સંજુ સેમસનની વિકેટ ખેરવવામાં Hardik Pandya એ લાખ્ખો રુપિયાનું નુકશાન પહોંચાડી દીધુ! જુઓ Video
ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મેચમાં એક કિંમતી ચિજનુ નુકશાન કારણ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની સ્ફૂર્તી છે. તેની ઝડપ સામે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન પણ પાછળ છૂટી ગયો હતો.
IPL 2022 માં ગુરુવારે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઈટન્સે (Gujarat Titans) શાનદાર વિજય મેળવ્યો છે. હાર્દિંક પંડ્યા (Hardik Pandya) ની સ્ફૂર્તીએ રાજસ્થાન સામેની મેચની દિશા નક્કી કરી લીધી હતી. તેની સ્ફૂર્તીએ તેની ટીમને થનારુ નુકશાન અટકાવ્યુ હતુ, પરંતુ તેના કારણે એક કિંમતી ચિજનુ નુકશાન જરુર થયુ હતુ. આ નુકશાનની ઘટનાએ જ જાણે કે મેચનો માર્ગ બદલ્યો હતો, પરંતુ આ નુકશાની અંગે પણ થોડુ જાણી લો કે હાર્દિક પંડ્યા સાથે જોડાયેલો આ મામલો શુ છે. આ નુક્શાન કોઈ સામાન્ય નથી પરંતુ લાખો રુપિયાનુ છે. સંજુ સેમસન (Sanju Samson) ને હાર્દિક પંડ્યાએ રન આઉટ કરવાના ચક્કરમાં આ નુકશાન પહોંચાડ્યુ છે.
બન્યું એવું કે રાજસ્થાન રોયલ્સની બીજી વિકેટ પડ્યા બાદ તેનો કેપ્ટન સંજુ સેમસન બેટિંગ કરવા આવ્યો. તેણે ક્રિઝ પર પગ જમાવવા માટે સંઘર્ષ કર્યો. પરંતુ, તેના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે, હાર્દિક પંડ્યાએ લાખો રૂપિયાનુ આ નુકશાન કરી દીધુ હતુ.
હાર્દિક પંડ્યાએ કર્યું લાખો રૂપિયાનું નુકસાન!
વાસ્તવમાં, જ્યારે સંજુ 11 રન બનાવીને રમી રહ્યો હતો, ત્યારે તે એક રન ચોરી કરવાના મામલામાં હાર્દિક પંડ્યાની સ્પીડ સામે હારી ગયો હતો. પરિણામ એ આવ્યું કે હાર્દિક પંડ્યાએ તેને રન આઉટ કરવા માટે મિડલ સ્ટમ્પ તોડી નાખ્યુ. તેનો સીધો થ્રો સીધો મિડલ સ્ટમ્પ પર ગયો, જેના કારણે તે વચ્ચેથી તૂટી ગયુ. તેના આ પરાક્રમથી રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન ડગઆઉટમાં કેચ થયો હતો, પરંતુ સ્ટમ્પ તૂટવાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. વાસ્તવમાં, IPL અથવા સફેદ બોલ ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતા LED સ્ટમ્પની કિંમત લાખો રૂપિયા છે. સામાન્ય રીતે આવા સ્ટંપની કિંમત 30 થી 50 લાખ રુપિયા જેટલી માનવામાં આવતી હોય છે.
Hardik pandya Run out Sanju Samson and broken costly stump with lovely throw!
Hardik is now Orange Cap Holder now Scored 87* not out ( man of the match) #GTvsRR #HardikPandya #IPL2022 pic.twitter.com/Qwdf4luXNb
— Rahulsarsar (@Rahulsarsar177) April 14, 2022
હાર્દિક પંડ્યાની ચપળતાએ મેચની દીશા બદલી નાખી!
હા, હાર્દિક પંડ્યાની આ હારથી તેની ટીમને જરૂરી વિકેટ મળી ગઈ. કારણ કે તેના ક્રિઝ પર ઊભા રહેવાનો મતલબ તેની ટીમ મેચમાં છે અને પવન પણ રાજસ્થાન તરફ હતો. પરંતુ, સંજુ સેમસનને રન આઉટ કરીને, હાર્દિક પંડ્યાએ તે દિશા જ બદલી નાખી, જે મેચમાં ગુજરાત ટાઈટન્સ માટે મુખ્ય વળાંક બની ગઈ.