FIFA World Cup: પહેલીવાર ગલ્ફ દેશમાં યોજાનારી ટૂર્નામેન્ટમાં રસપ્રદ ડ્રો થયો, હવે ફૂટબોલના મેદાન પર અમેરિકા અને ઈરાન ટકરાશે

ફૂટબોલ વર્લ્ડ કપ આ વર્ષે 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી કતારમાં રમાશે. આ પ્રથમ વખત છે જ્યારે ફિફા વર્લ્ડ કપ ગલ્ફ દેશમાં રમાશે.

FIFA World Cup: પહેલીવાર ગલ્ફ દેશમાં યોજાનારી ટૂર્નામેન્ટમાં રસપ્રદ ડ્રો થયો, હવે ફૂટબોલના મેદાન પર અમેરિકા અને ઈરાન ટકરાશે
FIFA World Cup 2022 (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 11:03 PM

ફૂટબોલ વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) માટેનો ડ્રો શુક્રવારે એટલે કે 1 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ડ્રો રસપ્રદ હતો. આમાં અમેરિકાનો મુકાબલો ગ્રુપ બીમાં ઈરાન સાથે થશે. હવે ફૂટબોલના મેદાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ટક્કર રસપ્રદ રહેશે. કારણ કે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો હજુ પણ પુનઃસ્થાપિત થયા નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષે 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી કતારમાં વર્લ્ડ કપ રમાશે. આ પ્રથમ વખત છે જ્યારે ફિફા વર્લ્ડ કપ ગલ્ફ દેશમાં રમાશે. મહત્વનું છે કે ફિફા વર્લ્ડ કપ 2022 માં 32 ટીમો ભાગ લેશે. અત્યાર સુધીમાં 29 દેશોએ તેમના સ્થાનની પુષ્ટિ કરી છે. હજુ ત્રણ ટીમો નક્કી થવાની બાકી છે.

ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ વર્લ્ડ કપ માટે ડ્રો જાહેર કર્યા છે. ઈરાનના ક્રોએશિયન કોચ ડ્રેગન સ્કોસિકે કહ્યું, ‘તે એક રાજકીય જૂથ છે, પરંતુ હું રાજકીય રીતે પ્રેરિત નથી. મારું ધ્યાન ફૂટબોલ પર છે. મને લાગે છે કે આ રમતની શ્રેષ્ઠ રીત છે. આપણે લોકોને પરિસ્થિતિ સુધારવાની તક આપવી જોઈએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

યુક્રેનમાં કરેલ હુમલાથી રશિયાને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે

યુક્રેન પર રશિયાના હુમલાએ દોહા કન્વેન્શન સેન્ટર ખાતેના ડ્રોને પણ અસર કરી છે. કારણ કે ફૂટબોલ પ્રવૃત્તિઓ સ્થગિત થવાથી યુક્રેનની ક્વોલિફાય થવાની તકમાં વિલંબ થયો છે. પરંતુ જો યુક્રેન જૂનમાં પ્લે ઓફમાં વેલ્સને અને ત્યારબાદ સ્કોટલેન્ડને હરાવશે, તો તેને 2006 પછી પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમવાની તક મળશે. તમને જણાવી દઇએ કે યુક્રેન પર થયેલા હુમલાને કારણે રશિયા હવે આવનારા કતારમાં રમાનાર ફિફા વર્લ્ડ કપમાં ભાગ નહીં લઈ શકે.

આ પણ વાંચો : IPL 2022: લખનૌ સામેની મેચ પહેલા ચેન્નઇની તકલીફ વધી, આ બે ખેલાડીઓની મેચ રમવા પર શંકા

આ પણ વાંચો : CSK vs PBKS IPL 2022 Match Prediction: ચેન્નાઈને હારની હેટ્રીક થી બચાવવા રવિન્દ્ર જાડેજાએ પંજાબ કિંગ્સ સામે દમ દેખાડવો જરુરી

g clip-path="url(#clip0_868_265)">