Womens World Cup 2022, Points Table: વેસ્ટ ઈન્ડિઝની જીતથી ભારતને થયું મોટું નુકસાન, જાણો શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ
મહિલા વિશ્વ કપ 2022 (Womens World Cup 2022) માં, ભારતીય ટીમ (Team India) બુધવારે ઇંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. માઉન્ટ મૌંગાનુઈના મેદાન પર ટીમ ઈન્ડિયા માત્ર 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
Women’s Cricket World Cup : વિમેન્સ વર્લ્ડ કપની 17મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ (Bangladesh)ને હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ માત્ર 4 રનથી જીત્યું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિન્ડીઝની ટીમ માત્ર 140 રન જ બનાવી શકી હતી, જોકે તેના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને 136 રન સુધી રોકી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝે (West Indies)તેની ત્રણેય મેચ રોમાંચક રીતે જીતી લીધી છે અને બાંગ્લાદેશ સામેની જીતથી તેમને પોઈન્ટ ટેબલ (Points table)માં ઘણો ફાયદો થયો છે.
વેસ્ટ ઈન્ડિઝે ટૂર્નામેન્ટમાં ત્રણ જીત હાંસલ કરી છે અને હવે તે 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ સાથે જ ભારતીય ટીમના 4 પોઈન્ટ છે અને તે એક સ્થાન નીચે આવી ગઈ છે. ભારત ચોથા સ્થાન પર છે.ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા તમામ મેચ 4-4થી જીતીને પ્રથમ અને બીજા સ્થાને છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ 5 મેચમાં 2 જીત સાથે પાંચમા, ઈંગ્લેન્ડ બે જીત સાથે છઠ્ઠા, બાંગ્લાદેશ એક જીત સાથે 7મા અને પાકિસ્તાન ચારેય મેચ હાર્યા બાદ છેલ્લા ક્રમે છે.
ભારતીય ટીમે સેમિફાઇનલમાં પહોંચવા માટે શું કરવું પડશે?
ભારતીય ટીમે સેમિફાઇનલમાં પહોંચવા માટે શ્રેષ્ઠ ક્રિકેટ રમવું જરૂરી છે. આદર્શ સ્થિતિ એ છે કે તે તેની બાકીની ત્રણ મેચ જીતે જેથી તેને 10 પોઈન્ટ મળે. પરંતુ જો આવું ન થાય તો તેણે ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે અને નેટ રન રેટનું પણ ધ્યાન રાખવું પડશે. જો કે, અહીં મુશ્કેલી એ છે કે ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે, જે હજુ પણ અજેય છે. આ પછી તેને નબળા બાંગ્લાદેશનો સામનો કરવો પડશે પરંતુ છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. આવી સ્થિતિમાં ભારત માટે બે મેચો પડકારજનક છે અને જો તે બંનેમાં હારશે તો સેમીફાઈનલમાં પહોંચવાની તેની આશા ઠગારી નીવડી શકે છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં 150 લોકોના ટોળાએ ઇસ્કોન મંદિરમાં કરી તોડફોડ, પૈસા અને કિંમતી સામાનની કરી લૂંટ, ઘણા લોકો થયા ઘાયલ