IPL 2022: પધારો મ્હારે દેશ, 2008ની વિજેતા રાજસ્થાન રોયલ્સ ટીમને ફ્રેન્ચાઈઝીએ સ્ટેડિયમમાં મેચ જોવા આમંત્રણ આપ્યું, જાણો કોણ-કોણ રહેશે ઉપસ્થિત
RR vs GT: IPL 2022 ની ફાઇનલ મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. મેચ આજે (29 મે) રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ફ્રેન્ચાઇઝીએ તેની 2008 ની વિજેતા ટીમ (IPL 2008 Winners) ને IPL 2022 ની ફાઇનલ મેચ જોવા માટે આમંત્રિત કર્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આજે સાંજે યોજાનારી શાનદાર મેચ જોવા માટે આ ટીમના ઘણા ખેલાડીઓ હાજર રહેશે. Times of India ના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
IPL ની પ્રથમ સિઝન વર્ષ 2008 માં રમાઈ હતી. જેમાં શેન વોર્ન (Shane Warne) ની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સે ટ્રોફી જીતી હતી. તમામ અનુમાનો ખોટા સાબિત થયા બાદ રાજસ્થાન રોયલ્સ ટીમે IPL નો પહેલો ખિતાબ જીત્યો હતો. હવે જ્યારે 14 વર્ષ બાદ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ફરી IPL ફાઇનલ (IPL Final) માં પહોંચ્યું છે ત્યારે ફ્રેન્ચાઇઝીએ પોતાની જૂની વિજેતા ટીમને આ ખાસ અવસર પર સ્ટેડિયમમાં આવવાનું આમંત્રણ મોકલ્યું છે.
આ ખેલાડીઓના આવવાની સંભાવના છે
મુનાફ પટેલ, યુસુફ પઠાણ, સ્વપ્નિલ અસનોડકર, દિનેશ શાલુંકે, સિદ્ધાર્થ ત્રિવેદી અને રવિન્દ્ર જાડેજાના આવવાની પુરી સંભાવના છે. બીજી તરફ શેન વોટસન, દિમિત્રી મસ્કરેહાન્સ, કામરાન અકમલ, ડેરેન લેહમેન અને સોહેલ તનવીર અલગ-અલગ કારણોસર આ શાનદાર મેચ જોવા આવી શકશે નહીં. આ દરમિયાન ગ્રીમ સ્મિથ ચોક્કસપણે હાજર રહેશે. તે હાલમાં ભારતમાં છે અને IPL મેચોમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે.
Is #SundayMotivation a thing yet? 🙏 pic.twitter.com/l7zVpHfIfE
— Rajasthan Royals (@rajasthanroyals) May 29, 2022
ઇચ્છીએ છીએ કે અમારી ઉજવણીમાં તમામ લોકો જોડાયઃ રાજસ્થાન મેનેજમેન્ટ
રિપોર્ટમાં રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડરને જણાવ્યું છે કે, “અમે બધા એક પરિવાર જેવા છીએ અને અમે આ સિદ્ધાંતમાં માનીએ છીએ કે એકવાર રોયલ્સ સાથે જોડાય તો તે હંમેશા રોયલ્સનો જ રહેશે.” અમે ઈચ્છીએ છીએ કે અમારા પરિવારના તમામ સભ્યો અમારી ઉજવણી અને સફળતાનો ભાગ બને. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડરે એ પણ કહ્યું કે આ સમય દરમિયાન તેની ટીમ શેન વોર્ન (Shane Warne) ને ખૂબ મિસ કરશે.