AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 : છ હાર છતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2022 પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે?

Mumbai Indians: લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ અત્યાર સુધી રમેલી તમામ 6 મેચ હારી ચુકી છે. હવે લીગ સ્ટેજમાં 8 મેચ રમવાની બાકી છે.

IPL 2022 : છ હાર છતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2022 પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે?
Mumbai Indians (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 11:35 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની શરૂઆત પહેલા ભાગ્યે જ કોઈને આશા હશે કે પાંચ વખતની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની આટલી ખરાબ શરૂઆત થશે. મુંબઈ ઇન્ડિયન્સ ટૂર્નામેન્ટમાં તેમની ધીમી શરૂઆત માટે જાણીતું છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેઓ સતત તેમની શરૂઆતની છ મેચ હારી છે. અગાઉ 2014 માં, ટીમ તેની સીઝનની પ્રથમ પાંચ મેચોમાં હાર્યું હતું. પરંતુ તે પછી, જોરદાર પુનરાગમન કરીને, તેણે પ્લેઓફમાં પ્રવેશ કર્યો. મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો આશા રાખી રહ્યા છે કે તેમની ટીમ ફરી એકવાર એ જ સિદ્ધિનું પુનરાવર્તન કરશે અને આ વખતે પણ ટોપ 4માં પોતાનું (How Mumbai Indians can Qualify for IPL 2022 Playoffs) સ્થાન બનાવશે.

જોકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લે ઓફમાં પહોંચશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ અમે તમને જણાવીશું કે ટીમ હજુ પણ પ્લેઓફની રેસ કેવી છે અને તે ત્યાં કેવી રીતે પહોંચી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022 માં અત્યાર સુધીમાં છ મેચ રમી છે અને તમામમાં હાર્યું છે. પોઈન્ટ ટેબલના તળિયે, વર્તમાન મુંબઈનો નેટ રન રેટ -1.048 છે. જે આ સિઝનમાં સૌથી ખરાબ છે. નકારાત્મક રન રેટ ધરાવતી અન્ય ટીમો સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ છે. પરંતુ તેઓએ તેમની કેટલીક મેચો જીતી છે.
મુંબઈ ઈન્ડિયન્સ પાસે હવે ટુર્નામેન્ટમાં વધુ 8 મેચ રમવાની છે અને પ્લેઓફમાં પહોંચવા માટે ઓછામાં ઓછી 8 મેચ જીતવી જરૂરી છે. 2011 માં, જ્યારે દસ ટીમોએ ભાગ લીધો હતો, ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે 16 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ કર્યું હતું અને તેનો નેટ રન રેટ 0.433 હતી. આવી સ્થિતિમાં મુંબઈને પણ ઓછામાં ઓછી 8 મેચ જીતવી પડશે અને તેણે પોતાનો નેટ રન રેટ પણ સારો રાખવો પડશે. જો મુંબઈ માત્ર સાત મેચ જીતે તો તેના માટે ટોપ 4માં સ્થાન મેળવવું લગભગ અશક્ય બની જશે.આ પણ વાંચો : IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હારને લઈને રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યુંઆ પણ વાંચો : IPL 2022 : KL રાહુલે 100મી મેચમાં બનાવ્યો રેકોર્ડ, આવી સિદ્ધી મેળવનાર IPL ઇતિહાસમાં પહેલો ખેલાડી બન્યો

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">