IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હારને લઈને રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું

IPL 2022 : લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમે 18 રને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમને માત આપી હતી. મુંબઈ પહેલી ટીમ બની ગઇ છે જેણે લીગમાં પહેલી સતત છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય.

IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હારને લઈને રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું
Rohit Sharma (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 11:07 PM
IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની હારનો સિલસિલો યથાવત છે. આ વખતે આઈપીએલમાં તેના માટે કંઈ જ સારૂ થઇ નથી રહ્યું. મુંબઈ ઈન્ડિયન્સને સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. તેને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ટીમે માત આપી છે. આ હાર બાદ સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો.

મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ કહ્યું કે, “કોઈ એક ચોક્કસ પરિસ્થિતિ વિશે નિર્દેશ કરવો મુશ્કેલ છે. મોટા લક્ષ્યોનો પીછો કરવા માટે મોટી ભાગીદારીની જરૂર હોય છે. અમે આજે આમ કરવામાં નિષ્ફળ ગયા. આ માટે કોઈ ચોક્કસ કારણ નથી. અમે પ્રયાસ કરીએ છીએ અને ટીમને અમારી સમક્ષ મૂકીએ છીએ. તેઓ (લખનૌ) ખૂબ શાનદાર બેટિંગ કરે છે અને તેમના ટોચના બોલરોને પાછળ રાખવા મહત્વપૂર્ણ છે. અમે હંમેશા બુમરાહને બેક એન્ડ માટે રાખવાનો પ્રયાસ કરીએ છીએ, તેણે ખૂબ જ સારી બોલિંગ કરી પરંતુ બાકીના બોલરોએ થોડું વધારે સારૂ પ્રદર્સન કરવાની જરૂર છે.

મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ મેચ પુરી થયા બાદ વધુમાં જણાવ્યું કે, જ્યારે તમે કોઈ રમત હારી જાઓ છો ત્યારે તે કહેવું ખૂબ જ સરળ છે કે ફેરફારો કરવામાં આવી રહ્યા છે. પરંતુ અમે શ્રેષ્ઠ ઈલેવન સાથે જવાનો પ્રયાસ કરીએ છીએ. મને લાગે છે કે લોકેશ રાહુલ (KL Rahul) એ સારી બેટિંગ કરી હતી. અમારી ટીમમાં કંઈક કમી છે. ટીમના પ્રથમ ચાર બેટ્સમેનમાંથી એકને લાંબા સમય સુધી બેટિંગ કરવાની જરૂર છે. જે ધારણા પ્રમાણે થઈ રહી નથી. ટીમ તેને જે સ્થાન આપવા ઈચ્છે છે તે સ્થાને હું તેને મૂકી શક્યો નથી અને હું તેની જવાબદારી લઉં છું.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 26મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Mumbai Indians vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. લખનૌની ટીમના કેપ્ટન અને ઓપનર કેએલ રાહુલે (KL Rahul) શાનદાર સદી ફટકારી હતી. 20 ઓવરમાં લખનૌએ 200 રનનો સ્કોર 4 વિકેટે ખડક્યો હતો. જેના જવાબમાં મુંબઈ એ ચડાવ ઉતાર વાળી રમત દર્શાવી હતી. પરંતુ અંતમાં લખનૌનો વિજય થયો હતો. પોલાર્ડની રમતે મેચને અંતમાં રોમાંચક બનાવી હતી, પોલાર્ડનો સંઘર્ષ મુંબઈને વિજય સુધી લઈ જઈ શક્યો ન હતો.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હાર પર બેન સ્ટોક્સે આપ્યું નિવેદન, આ ખેલાડીની માફી માગી

આ પણ વાંચો : IPL 2022 : KL રાહુલે 100મી મેચમાં બનાવ્યો રેકોર્ડ, આવી સિદ્ધી મેળવનાર IPL ઇતિહાસમાં પહેલો ખેલાડી બન્યો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">