AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 CSK vs PBKS Live Streaming: ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે? જાણો

Chennai Super Kings vs Punjab Kings Live Streaming: પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંનેને તેમની અગાઉની મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

IPL 2022 CSK vs PBKS Live Streaming: ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે? જાણો
Ravindra Jadeja ટીમને સિઝનમાં હજુ જીતનુ ખાતુ ખોલાવી આપવામાં સફળ થયો નથી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 3:52 PM
Share

IPL 2022 ના સુપર સન્ડેમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સાથે થવા જઈ રહ્યો છે. રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની કપ્તાનીમાં રમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમને પ્રથમ વખત લીગની પોતાની બંને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં તેના પર હારની હેટ્રિકની તલવાર લટકી રહી છે અને તે કોઈપણ સંજોગોમાં મેચ જીતવા ઈચ્છે છે. બીજી તરફ પંજાબ કિંગ્સ (Punjab Kings) ની મયંક અગ્રવાલની ટીમને પણ તેની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તેથી તે પણ જીતના ટ્રેક પર પરત ફરવા આતુર છે.

એવિન લુઈસ અને ક્વિન્ટન ડી કોકની અડધી સદીના કારણે લખનૌ સુપરજાયન્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુરુવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવીને પ્રથમ જીત નોંધાવી હતી. આ મેચમાં ચેન્નાઈના રોબિન ઉથપ્પાએ 27 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા, જ્યારે શિવમ દુબેએ 30 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 49 રન ફટકારીને સુપર કિંગ્સે સાત વિકેટે 210 રન બનાવ્યા હતા. રન, મોઈન અલી (22 બોલમાં 35) અને અંબાતી રાયડુ (20 બોલમાં 27) એ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.

પંજાબ બેટિંગમાં સંઘર્ષ કરી રહ્યું છે

પંજાબ કિંગ્સની ટીમને તેની છેલ્લી મેચમાં KKR સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેનું મોટું કારણ તેના બેટ્સમેનો હતા. ઉમેશ યાદવ (23 રનમાં 4 વિકેટ)ની શાનદાર બોલિંગ સામે પંજાબની ટીમ 18.2 ઓવરમાં 137 રનમાં સમેટાઈ ગઈ હતી. ટિમ સાઉથી (36 રનમાં બે વિકેટ) પણ તેની સાથે સારી રમત રમી હતી અને બે વિકેટ ઝડપી હતી. જવાબમાં KKR એ 31 બોલમાં આઠ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી અણનમ 70 રન બનાવ્યા હતા અને સેમ બિલિંગ્સ (23 બોલમાં અણનમ 24, એક ચોગ્ગા, એક છગ્ગા) સાથે પાંચમી વિકેટ માટે અણનમ 90 રનની ભાગીદારી 14.3 ઓવરમાં કરી હતી. ચાર વિકેટે 141 રન બનાવ્યા અને આસાન વિજય મેળવ્યો.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2022 ની મેચ ક્યારે રમાશે?

IPL 2022 ની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 3 એપ્રિલ, રવિવારના રોજ રમાશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2022 ની મેચ ક્યાં રમાશે?

IPL 2022 ની ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2022 ની મેચ ક્યારે શરૂ થશે?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2022 ની મેચ IST સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

IPL 2022 ની ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનું પ્રસારણ અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે. તમે tv9gujarati.com પર મેચ સંબંધિત તમામ લાઇવ અપડેટ્સ વાંચી શકો છો.

આ પણ વાંચોઃ Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન

આ પણ વાંચોઃ AUS vs ENG Final, WWC 2022, LIVE Streaming: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ચેમ્પિયન બનવા માટે ટક્કરાશે, જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">