IPL 2022: ટૂર્નામેન્ટની શરુઆતમાં જ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલીને લાગ્યા ઝટકા, CSK, MI અને RCB ની સ્થિતી ખરાબ

IPL 2022ના પ્રથમ વિકએન્ડમાં ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. આ દરમિયાન જ્યાં રનનો વરસાદ જોવા મળ્યો તો બોલરોનો પણ દમ જોવા મળ્યો.

IPL 2022: ટૂર્નામેન્ટની શરુઆતમાં જ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલીને લાગ્યા ઝટકા, CSK, MI અને RCB ની સ્થિતી ખરાબ
Dhoni હવે આઇપીએલમાં કેપ્ટન નહી માત્ર ખેલાડી તરીકે જોવા મળ્યો છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 9:48 AM

IPL 2022 નો ઓપનિંગ વીકએન્ડ પસાર થઈ ગયો છે. આ દરમિયાન છ ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ અને તેમાં અદ્ભુત ક્રિકેટ જોવા મળ્યું. IPL 2022 ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ (Chennai Super Kings vs Kolkata knight Riders) મેચથી થઈ હતી. ત્યારબાદ 27 માર્ચે, સિઝનના પ્રથમ ડબલ-હેડરમાં, દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ (Delhi Capitals vs Mumbai Indians) અને પંજાબ કિંગ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સ્પર્ધા હતી. આ ત્રણ મેચમાં CSK, મુંબઈ ઈન્ડિયન્સ અને RCB ને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાંથી CSK અને RCB IPL 2021 ના પ્લેઓફમાં પહોંચી ગયા હતા. બીજી તરફ નેટ રન રેટના આધારે મુંબઈ છેલ્લા-4માં જવાનું ચૂકી ગયું હતું. પરંતુ આઈપીએલ 2022માં તેમની શરૂઆત હાર સાથે થઈ હતી. મજાની વાત એ છે કે ચેન્નાઈ, મુંબઈ અને બેંગ્લોર પણ આઈપીએલની સૌથી પ્રખ્યાત ટીમોમાં સામેલ છે. CSK અને મુંબઈ સૌથી સફળ ટીમો છે, જેમણે મળીને નવ IPL ટાઈટલ જીત્યા છે.

IPL 2022 ની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કોલકાતા સાથે ટકરાયા હતા. જેમાં KKR એ ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું હતું. પહેલા રમતા CSK એ પાંચ વિકેટે 131 રન બનાવ્યા હતા. KKRએ નવ બોલ બાકી રહેતા ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. IPL 2021 ની ફાઈનલ આ બે ટીમો વચ્ચે યોજાઈ હતી જેમાં CSK નો વિજય થયો હતો. પરંતુ આ વખતે શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં KKRએ બદલો લીધો.

દિલ્હીએ મુંબઈને હરાવ્યું

27 માર્ચે, સિઝનના પ્રથમ ડબલ-હેડરમાં, મુંબઈ ઈન્ડિયન્સનો દિલ્હી કેપિટલ્સ સાથે મુકાબલો થયો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પાંચ વિકેટે 177 રન બનાવ્યા હતા. ત્યારપછી દિલ્હીને છ વિકેટ 103 રનમાં ઝડપી લીધી હતી, પરંતુ અક્ષર પટેલ-લલિત યાદવે મળીને મેચના પાસાને પલટી દીધુ હતુ. પરિણામ એ આવ્યું કે પાંચ વખતના ચેમ્પિયન રોહિત શર્માની ટીમ ચાર વિકેટથી હારી ગઈ. ઋષભ પંતની ટીમને છેલ્લી કેટલીક સિઝનમાં મુંબઈ સામે સતત હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, આ પરિણામ તેમને ખૂબ ખુશ કરશે. તે જ સમયે, મુંબઈની તેની પ્રથમ મેચમાં હારનો સિલસિલો 2013થી ચાલુ છે, જે હજુ પણ ચાલુ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

RCB ફરી બોલરોના હાથે ડૂબી ગયું

પ્રથમ ડબલ હેડરની બીજી મેચમાં RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચ રનથી ભરેલી હતી. નવા કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની તોફાની બેટિંગથી બેંગ્લોરે બે વિકેટે 205 રન બનાવ્યા હતા. પરંતુ તેના બોલરો રન બચાવી શક્યા ન હતા. ઓડિયન સ્મિથની ઝડપી બેટિંગના કારણે પંજાબે છ બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી લીધી હતી. આ રીતે પંજાબ કિંગ્સના કાયમી કેપ્ટન તરીકે મયંક અગ્રવાલનો કાર્યકાળ જીત સાથે શરૂ થયો હતો.

આ પણ વાંચોઃ Gujarat Titans vs Lucknow Super Giants Playing XI IPL 2022: ગુજરાત અને લખનૌ વચ્ચે કાંટાની ટક્કર, આવી હશે પ્લેયીંગ ઈલેવન!

આ પણ વાંચોઃ Ishan Kishan Injury, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની વધી ચિંતા, 81 રનની તોફાની રમત દરમિયાન ઘાયલ થયો ઈશાન કિશન

g clip-path="url(#clip0_868_265)">