IPL 2022: વિકેટની પાછળ MS Dhoni ને ફરી હંફાવશે આ દિગ્ગજ, આંકડાની રેસમાં બનશે નંબર વન?

એમએસ ધોની (MS Dhoni) પ્રથમ સિઝનથી જ આઈપીએલનો ભાગ છે અને હંમેશા વિકેટ પાછળ જવાબદાર રહ્યો છે. ધોનીની જેમ આ વિકેટકીપર પણ પ્રથમ સિઝનથી IPLમાં રમી રહ્યો છે અને તેને સ્પર્ધા આપી રહ્યો છે.

IPL 2022: વિકેટની પાછળ MS Dhoni ને ફરી હંફાવશે આ દિગ્ગજ, આંકડાની રેસમાં બનશે નંબર વન?
MS Dhoni વિકેટ પાછળ શિકાર ઝડપવામાં માહિર છે એ પણ જગજાહેર છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 10:53 PM

વિશ્વની સૌથી પ્રખ્યાત અને સૌથી મોટી T20 લીગ હવે મોટી થઈ રહી છે. 11 વર્ષની રાહ જોયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ ફરી 10 ટીમોની ટુર્નામેન્ટ બનવા જઈ રહી છે. IPL 2022 શનિવાર 26 માર્ચથી શરૂ થશે અને તેની સાથે જ શ્રેષ્ઠ ટીમ બનવાની રેસ પણ શરૂ થશે. આ સાથે જ ખેલાડીઓ વચ્ચે આંકડાઓની રેસ શરૂ થશે. રનના મામલે કોણ આગળ જશે, કોને મળશે સૌથી વધુ વિકેટ? કોણ બનશે સિક્સર કિંગ? દરેક વ્યક્તિ આ બધા પર નજર રાખશે, પરંતુ એક વધુ રેસ છે, જેના પર ધ્યાન આપવામાં આવશે કારણ કે તેનું મુખ્ય પાત્ર મહેન્દ્ર સિંહ ધોની (Ms Dhoni) છે. તેમની સાથે હરીફાઈ કરનારા દિગ્ગજો પણ ઓછા નથી અને બંને વચ્ચેની રેસ સૌથી વધુ શિકાર કરવાની (Most Dismissals in IPL) છે.

અમે વાત કરી રહ્યા છીએ એવા વિકેટ કીપર્સ વિશે જેમણે IPL માં સૌથી વધુ શિકાર કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ સુકાની ધોની પ્રથમ સિઝનથી જ ટૂર્નામેન્ટનો હિસ્સો છે અને સતત કીપિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. ઉપરાંત, કિપીંગમાં તેૉની સ્પર્ધામાં ખૂબ જ ઓછી છે. આવી સ્થિતિમાં, દેખીતી રીતે જ ધોનીના નામે IPL માં કિપીંગ સંબંધિત મોટાભાગના રેકોર્ડ હશે. તેમ છતાં, તેને આ મામલે ભારતના અન્ય શ્રેષ્ઠ વિકેટકીપર દ્વારા સ્પર્ધા આપવામાં આવી છે અને ફરી એકવાર બંને વચ્ચે આ ટક્કર ચાલુ રહેશે.

ધોની અને કાર્તિકનો આવો છે રેકોર્ડ

ધોનીને પડકાર ફેંકનાર આ દિગ્ગજ વિકેટકીપરનું નામ છે, દિનેશ કાર્તિક. ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કીપર કાર્તિક પણ પ્રથમ સિઝનથી આ ટુર્નામેન્ટનો હિસ્સો છે અને તે અલગ-અલગ ટીમો માટે રમી ચૂક્યો છે. કેટલીક મેચોને બાદ કરતાં કાર્તિકે મોટાભાગનો સમય વિકેટ પાછળ વિતાવ્યો છે અને એક ઉત્તમ વિકેટકીપર હોવાના કારણે તેના આંકડા પણ જબરદસ્ત છે. આ બે સિવાય કોઈએ પણ 100નો આંકડો પાર કર્યો નથી.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

વિકેટ પાછળ સૌથી વધુ શિકાર કરનાર કીપરને લઈને બંને વચ્ચે લાંબા સમયથી રેસ ચાલી રહી છે. હાલમાં, ધોની 213 ઇનિંગ્સમાં 161 શિકાર (122 કેચ, 39 સ્ટમ્પિંગ) સાથે નંબર વન પર છે, જ્યારે કાર્તિક 196 ઇનિંગ્સમાં 147 વિકેટ (115 કેચ, 32 સ્ટમ્પિંગ) સાથે બીજા ક્રમે છે.

શું કાર્તિકને ફાયદો થશે?

જો કે કાર્તિક હાલમાં ધોની કરતા 14 શિકાર પાછળ છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વાપસી કરનાર આ અનુભવી વિકેટકીપર ફરીથી ધોનીને પાછળ છોડવાનો પ્રયાસ કરશે. એક-બે સીઝન પહેલા સુધી, કાર્તિક વિકેટકીપર દ્વારા સૌથી વધુ કેચ લેવાના મામલે ધોની કરતા આગળ હતો. આવી સ્થિતિમાં ફરીથી ટોચ પર પહોંચવા માટે બંને વચ્ચે સ્પર્ધા થશે. ધોની આ સિઝનમાં કેપ્ટન ન હોવાને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે બધી મેચો નહીં રમે અને આવી સ્થિતિમાં કાર્તિક આનો ફાયદો ઉઠાવીને નંબર વન બની શકે છે.

આ પણ વાંચોઃ Sabarkantha, Aravalli: ઘઉંના ટેકાના ભાવમાં વધારો છતાં રજીસ્ટ્રેશનમાં નિરસતા, ગત સિઝનના પ્રમાણમાં માંડ 10 ટકા નોંધણી

આ પણ વાંચો: Aravalli: અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓ માટે નવા 616 કાર્યોને મંજૂરી અપાઇ, આયોજન મંડળની બેઠકમાં નિર્ણય કરાયો

g clip-path="url(#clip0_868_265)">