Ayush badoni, IPL 2022: 22 વર્ષનો યુવાન જેવો માહોલ એવુ ચલાવે છે બેટ, શરુઆતમાં જ આયુષ બદોની ચારેકોર છવાઈ ગયો
IPL 2022 ની માત્ર 2 મેચમાં પોતાનું નામ ફેલાવીને આયુષ બદોની (Ayush Badoni) એ જણાવ્યું કે તેનામાં કેટલી ટેલેન્ટ છે. અને, આ ટેલેન્ટ એક જ નહીં પણ તેની અલગ-અલગ અંદાજ ધરાવે છે.
IPL 2022 ની શરૂઆત પહેલા ઘણા યુવા ખેલાડીઓની ચર્ચા હતી. આમાં ભારતને 5મી વખત અંડર-19 ચેમ્પિયન બનાવનાર સ્ટાર્સના નામ જ નહીં, તે સિવાય ‘બેબી એબી’ તરીકે પ્રખ્યાત દક્ષિણ આફ્રિકાના યુવા હોનહાર ડેવલ્ડ બ્રેવિસનું નામ પણ સામેલ હતું. પરંતુ કોઈના મોં પર આયુષ બદોની (Ayush Badoni) નું નામ નહોતું. હોય પણ કેવી રીતે? IPLની પહેલા 5 T20 મેચમાંથી એકમાં જ તક મળી હતી અને તેના ખાતામાં માત્ર 8 રન નોંધાયા હતા. હવે જ્યારે તક નહીં મળે તો તેની પ્રતિભા કેવી રીતે દર્શાવશે? અને જ્યારે તેને આઈપીએલ 2022 માં તક મળી, ત્યારે તેની અસર જુઓ કે સૌ કોઈ તેના વિશે વાત કરી રહ્યા છે. તેણે ચેન્નાઈ સુપર કિંંગ્સ (CSK) સામે પણ અંતિમ તબક્કામાં ટીમને જીત સુધી પહોંચાડવાની મહત્વની ભૂમિકા ભજવી બતાવી હતી.
IPL 2022 ની માત્ર 2 મેચમાં પોતાના નામની ચર્ચા જગાવનાર આયુષ બદોનીએ બતાવ્યુ કે તેનામાં કેટલુ ટેલેન્ટ છે. અને, આ પ્રતિભા એક જ નહી પણ તેના અલગ-અલગ અંદાજ ધરાવે છે. મેચની સ્થિતિ કેવી છે તેના પર નિર્ભર છે. મતલબ જેવી સ્થિતી છે એવો જ આયુષ બદોની ખેલાડીનો મૂડ જોવા મળે છે.
ચેન્નાઈ સામે 200 પ્લસના સ્ટ્રાઈક રેટથી જીતનો ફાળો નોંધાવ્યો
આ 22 વર્ષીય યુવકે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેની રમતના મિજાજનુ નવીનતમ ઉદાહરણ રજૂ કર્યું. લખનૌ સુપર જાયન્ટ્સને 16 બોલમાં 40 રનની જરૂર હતી, જ્યારે આયુષ ક્રિઝ પર પહોંચ્યો હતો અને સ્થિતી વિરુદ્ધ હતી. પરંતુ ટીમ માટે જીત જરૂરી હતી. જોકે આયુષ બદોની એ જીત મેળવવા માટે અડી રહ્યો. ચેન્નાઈની બોલિંગ કેટલાક અનુભવીઓથી સજ્જ છે તે જાણવા છતાં પણ તેની પર હુમલો બોલાવી દીધો. તેના પાર્ટનર એવિન લુઈસ સાથે ભાગીદારી કરી. 200 પ્લસના સ્ટ્રાઈક રેટથી બેટને ઘૂમાવ્યુ અને 9 બોલમાં અણનમ 19 રન ફટકારીને જીતને ટીમના ખોળામાં મૂકી દીધી હતી.