IPL 2022: Odean Smith અને Andre Russell વચ્ચે પણ જામશે જંગ, પંજાબ અને કોલકાતાની મેચમાં જોવા મળશે ટક્કર
IPL 2022માં જ્યારે આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ (Kolkata Knight Riders vs Punjab Kings) ની ટીમો આમને-સામને ટકરાશે, ત્યારે આ મેચની અંદર બીજી મેચ જોવા મળશે.
IPL 2022 માં જ્યારે આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ (Kolkata Knight Riders vs Punjab Kings) ની ટીમો આમને-સામને ટકરાશે, ત્યારે આ લડાઈની અંદર બીજી એક ટક્કર જોવા મળશે. અને, તે ટક્કર પંજાબ કિંગ્સના ઓડિયન સ્મિથ (Odean Smith) અને કોલકાતા નાઈટ રાઈડર્સના આન્દ્રે રસેલ (Andre Russell) વચ્ચે થશે. આ એક મોટી લડાઈ હશે અને કદાચ બે ટીમોના જંગનો નિર્ણય કરતી જોવા મળશે. IPL 2022 માં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ બંનેની નજર જીત પર રહેશે. પંજાબનો વિજય રથ જાળવી રાખવા માટે વિજય જરૂરી છે, તો કોલકાતા માટે જીતનો અર્થ વિજય માર્ગ પર પાછા ફરવાનો હશે.
જો કે, આ મેચના અંત પછી વિજેતાનો નિર્ણય લેવામાં આવશે. પરંતુ, ઓડિયન સ્મિથ અને આન્દ્રે રસેલની ટક્કર તેમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ટી-20 માં આ બંને ખેલાડીઓની ટક્કરનો રેકોર્ડ કંઈક આવો રહ્યો છે.
ઓડિયન સ્મિથ Vs આન્દ્રે રસેલ… લડાઈની અંદર લડાઈ!
ઓડિયન સ્મિથ માટે આ IPL ની પ્રથમ સિઝન છે. તેણે પોતાની પ્રથમ મેચ આરસીબી સામે રમી હતી. જોકે, તેનું ડેબ્યુ કંઈ ખાસ નહોતું રહ્યુ. તેણે 4 ઓવરમાં 52 રન આપી દીધા હતા, તે પણ વિકેટ લીધા વિના. પરંતુ, તેમ છતાં, તેને આજે પંજાબ કિંગ્સ સામે તક મળી શકે છે, કારણ કે તે KKRના પાવરહાઉસ આન્દ્રે રસેલને શિકાર કરવા માટે સૌથી મહત્વપૂર્ણ હથિયાર બની શકે છે.
આંકડા જૂઠ નથી બોલતા હોતા
હવે આપણે આવું કેમ કહી રહ્યા છીએ, આ આંકડાઓ પરથી જ સમજી લો. ટી-20 ક્રિકેટમાં આન્દ્રે રસેલે ઓડિયન સ્મિથ સામે અત્યાર સુધી 3 ઇનિંગ્સમાં 13 બોલનો સામનો કર્યો છે. તે 13 બોલમાં તે બે વખત આઉટ થયો છે અને તેણે માત્ર 8 રન બનાવ્યા છે. એટલે કે 3 ઇનિંગ્સમાં ઓડિયન સ્મિથે 2 વખત આન્દ્રે રસેલને 8 રનમાં જ આઉટ કર્યો છે.
દેખીતી રીતે, આવી સ્થિતિમાં, જો ઓડિયન સ્મિથ હજુ પણ પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવનનો ભાગ બને છે, તો કોલકાતાના પાવરહાઉસ આન્દ્રે રસેલ પર માનસિક દબાણ રહેશે. પંજાબની પલટન આ દબાણનો ફાયદો ઉઠાવીને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિજય મેળવવા ઈચ્છશે.