CM ભૂપેન્દ્ર પટેલે ટ્રોફી લોંચીંગ સમયે શાનદાર ક્રિકેટ બેટ જોઈ કહ્યુ ‘મારે પણ આવુ બેટ જોઈશે’, ચૂંટણી પહેલા ચોગ્ગા છગ્ગા વાળી કરશે!

આગામી ચુંટણીને લઈ રાજકીય વાતાવરણ ગરમ બની રહ્યુ છે, એવા સમયે હવે CM ભૂપેન્દ્ર પટેલે ક્રિકેટરો પાસેથી ઈંગ્લીશ વિલો બેટ મેળવ્યુ. ગ્રામિણ ખેલાડીઓને લીગ દ્વારા અપાતી તકને તેઓએ પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ.

CM ભૂપેન્દ્ર પટેલે ટ્રોફી લોંચીંગ સમયે શાનદાર ક્રિકેટ બેટ જોઈ કહ્યુ 'મારે પણ આવુ બેટ જોઈશે', ચૂંટણી પહેલા ચોગ્ગા છગ્ગા વાળી કરશે!
Valiant Premier League ની 5 મી સિઝન આગામી મે મહિનામાં રમાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 10:14 PM

ગુજરાત ના ગ્રામિણ વિસ્તારના ક્રિકેટ ખેલાડીઓની પ્રતિભાઓની શોધ જિલ્લા કક્ષાએ અનેક સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી હોય છે. આજ પ્રકારે વેલિયન્ટ પ્રીમિયલ લીગ (Valiant Premier League) પણ આવા ગ્રામિણ વિસ્તાના ખેલાડીઓને તક આપતુ હોય છે આ માટે ગુજરાત અને મધ્યપ્રદેશની રાજ્ય સરકાર દ્વારા પણ ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવતુ હોય છે. લીગની 5ની સિઝનનો પ્રારંભ આગામી મે માસમાં થનારો છે અને જે મધ્યપ્રદેશમાં રમાનાર છે. આ માટે ટ્રોફીનુ લોંચીંગ કરવામાં આવ્યુ છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ટ્રોફી ખુલ્લી મુકી હતી અને ગુજરાતના ગ્રામિણ ખેલાડીઓને આગળ વધવા માટે મદદ કરવાનુ વચન તેઓએ આપ્યુ હતુ. આ દરમિયાન CM એ વિપુલ નારીગરા (Vipul Narigara) સામે ક્રિકેટના પ્રેમને રોકી શક્યા નહોતા અને ઈંગ્લીશ વિલો બેટ ખેલાડી પાસે માંગી લીધુ હતુ. આમ ચુંટણીના માહોલ પહેલા બંધબેસતો સંયોગ પણ સર્જાયો હતો.

ભૂપેન્દ્ર પટેલના હસ્તે લીગની ટ્રોફીને ખુલ્લી મુકવા માટેનો પ્રસંગ ગાંધીનગરમાં યોજાયો હતો. જેમાં ભૂપેન્દ્ર પટેલે ટ્રોફીને ખુલ્લી મુકી હતી. ટી20 ફોર્મેટની લીગની 5મી સિઝનના વિજેતા માટેની આ ટ્રોફીને ખુલ્લી મુકવા દરમિયાન ભૂપેન્દ્ર પટેલે ગ્રામિણ વિસ્તારમાંથી આવતા ખેલાડીઓ વિશેની ઉંડાણપૂર્વકથી માહિતી વિપુલ નારીગરા પાસેથી મેળવી હતી. મુખ્યપ્રધાનની ખેલાડીઓ પ્રત્યેની ચિંતા અને રમતને પ્રોત્સાહન આપવાના તેમના વિચારોથી ઉપસ્થિત ખેલાડીઓ પ્રભાવિત થયા હતા. ગ્રામિણ ખેલાડીઓને તક પુરી પાડતી લીગને લઈ CM એ ખુશી વ્યક્ત કરી હતી અને તેઓએ ખેલાડીઓને હરહંમેશ મદદ કરવા માટેનુ વચન આપ્યુ હતુ.

સ્પેશિયલ એડીશન બેટ જોઈ CM એ કહ્યુ ‘મને પણ બેટ જોઈશે’

આ દરમિયાન સૌથી વધુ ખુશીથી હેરાન કરનારી વાત એ હતી કે, ટ્રોફીને ખુલ્લી મુકતી વેળા બેટ પર તેમની નજર પડતા જ તેઓનામાં રહેલ ક્રિકેટનો શોખ જાગી ઉઠ્યો હતો અને તેઓ બેટને મેળવવાની તમન્નાને રોકી શક્યા નહોતા. તેઓએ બેટને જોઈને જ કહ્યુ હતુ કે, હું પણ ક્રિકેટનો શોખીન છું. મારે પણ આવુ બેટ જોઈએ છે. મુખ્યપ્રધાન ઈચ્છાને જોઈને ખેલાડીઓએ પણ તેમને બેટ ગીફ્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. વિપુલ નારીગરાએ મુખ્યપ્રધાનને બેટ ગીફ્ટ કર્યુ હતુ.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ બેટ ઈંગ્લીશ વિલોનુ છે અને જે બેટ નારીગરાએ નેપાળ સામે નોંધાવેલા વિક્રમને લઈ બહાર પાડવામાં આવ્યુ હતુ, જેની પર તેનો ઓટોગ્રાફ કરેલો છે. આ સ્પેશિયલ એડીશન બેટ પ્રત્યે ખૂબ જ આકર્ષણ છેલ્લા 4 વર્ષથી જોવા મળી રહ્યુ છે. મુખ્યપ્રધાને રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ બેટ ક્રિકેટરો પાસે માંગતા ગુજરાતી ખેલાડીઓમાં પણ હળવી રમૂજ થઈ આવી હતી કે સાહેબ હવે ચોગ્ગા છગ્ગાના મૂડમાં છે. જોકે ભૂપેન્દ્ર પટેલનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે.

ટૂંક સમયમાં લીગનુ શેડ્યૂલ જાહેર થશે

વેલીયન્ટ પ્રીમિયર લીગ માં 5 ટિમો ભાગ લેતી હોય છે આ 5 ટિમ માટે ખેલાડીઓ નું પ્લેયર્સ ડ્રાફ્ટ કરવામાં આવે છે જે પ્લેયર્સ ડ્રાફ્ટ નેશનલ ટેલીવિઝન માં બ્રોડકાસ્ટ કરવામાં આવે છે, અને આ પ્લેયર્સ ડ્રાફ્ટમાં બૉલીવુડ ના મશહૂર સેલિબ્રિટી એક એક ટિમ ને સપોર્ટ કરતા હોય છે અને ક્રિકેટરો ની પસંદગી પ્લેયર્સ ડ્રાફ્ટ દ્વારા કરતા હોય છે

વેલિયન્ટ પ્રીમિયર લીગ, જે 20 ઓવરની લીગ છે, જે ગુજરાતની સૌથી લોકપ્રિય લીગમાંની એક છે, વીપીએલમાં પાંચ ટીમો હોય છે દરેક ટીમ એક બીજા સાથે રમે છે, દરેક ટીમ ચાર લીગ મેચ રમશે અને ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે. જે ખેલાડીઓ વેલિયન્ટ પ્રીમિયર લીગ રમે છે તેમાંથી ઘણા ખેલાડીઓ હાલ ખુબ લોક ચાહના પામ્યા છે , સાથેજ એ ખેલાડીઓને પણ ઘણી કંપની દ્વારા સ્પોન્સોર્શીપ આપવામાં આવે છે જેથી રૂરલ એરીયા ના ક્રિકેટર્સ માટે ખુબજ મહત્વનું પ્લેટફોર્મ બની ગયું છે. આવનારા દિવસો માં વેલીયન્ટ પ્રીમિયર લીગ ની 5 ટીમો અને મેચ નું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચોઃ Mukesh Choudhary, IPL 2022: ધોની સામે અથાક બોલીંગ કરનારા મુકેશ ચૌધરીને તક મળતા જ આવ્યો ચર્ચામાં, જાણો કોણ છે આ ખેલાડી

g clip-path="url(#clip0_868_265)">