IPL 2022 Auction: આઇપીએલ ઓક્શનમાં ખૂબ વરસતા હોય છે પૈસા, વિશ્વની અન્ય લીગમાં કેટલી છે ‘મેક્સિમમ’ સેલરી, જાણો
IPL 2022 auction: આઇપીએલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે, અહીં ખેલાડીઓ પર સૌથી વધારે પૈસાની રેલમછેલ થતી હોય છે.
IPL 2020 ઓક્શન (IPL 2022 Auction) માં 12 ફેબ્રુઆરીએ 10 ટીમો વચ્ચે 600 ખેલાડીઓ ને માટે દાવેદારી કરવામાં આવશે. વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગમાં રમવા માટે IPL 2020ની હરાજીમાં ભારત સહિત ઘણા દેશોના ખેલાડીઓના નામ સામે આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. વર્ષ 2008માં જ્યારે IPL ની શરૂઆત થઈ ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે આ લીગ વિશ્વની સૌથી મોટી T20 ક્રિકેટ લીગ (T20 Cricket Leagues) બની જશે.
આઇપીએલ ટૂર્નામેન્ટમાં રમવાનું વિશ્વના દરેક ખેલાડીનું સપનું હોય છે. તેનું એક કારણ મોટું પ્લેટફોર્મ છે અને બીજું કારણ અહીં ઉપલબ્ધ પૈસા ની રેલમછેલ છે. આઈપીએલ જેટલા પૈસા અન્ય કોઈ ક્રિકેટ લીગ પાસે નથી. પરંતુ અન્ય દેશોમાં રમાતી ક્રિકેટ લીગમાં કેટલા પૈસા મળે છે? આ સવાલના જવાબ પર પણ કરીએ એક નજર
ભારતની સાથે સાથે ઘણા મોટા ક્રિકેટ દેશોમાં T20 લીગનુ આયોજન થાય છે. જેમ કે, ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ, પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ, ઈંગ્લેન્ડમાં બ્લાસ્ટ, બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, કેરેબિયન દેશોમાં કેરેબિયન પ્રીમિયર લીગ. આ ઉપરાંત લંકા પ્રીમિયર લીગ (શ્રીલંકા), સુપર સ્મેશ (ન્યુઝીલેન્ડ) જેવી લીગ પણ આયોજિત કરવામાં આવે છે. પરંતુ આમાંની મોટા ભાગની ટૂર્નામેન્ટો વૈશ્વિક લીગ કરતાં વધારે સ્થાનિક ટી20 લીગ રહેલી છે. IPL પછી માત્ર બિગ બેશ, PSL, BPL, CPLની જ ગણતરી કરવામાં છે.
IPL માં મહત્તમ સેલેરી કેટલી મળે છે
ખેલાડીઓને IPLમાં હરાજી દ્વારા ટીમનો હિસ્સો બનાવવામાં આવે છે. જે ટીમ હરાજીમાં વધુ રકમ આપે છે તેમની સાથે ખેલાડી જોડાય છે. હાલમાં, IPLમાં સૌથી વધારે સેલરી 17 કરોડ રૂપિયા છે, જે કેએલ રાહુલને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાંથી જાહેર કરાઇ છે. જોકે, હરાજીમાં કોઇ ખેલાડીને આના કરતા પણ વધુ પૈસા મળી શકે છે. જો કે, હરાજીમાં અત્યાર સુધીની સૌથી વધુ રકમ ક્રિસ મોરિસને મળી છે. દક્ષિણ આફ્રિકાના આ ખેલાડીને IPL 2021માં રાજસ્થાન રોયલ્સે આટલા પૈસા આપ્યા હતા.
વિશ્વની અન્ય T20 લીગમાં ખેલાડીઓને કેટલા પૈસા મળે છે
ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં ખેલાડીઓ ડ્રાફ્ટ દ્વારા ટીમનો ભાગ બને છે. ટીમો પોતે જ ખેલાડીઓ સાથે કરાર કરે છે. ત્યાં હરાજીની કોઈ વ્યવસ્થા નથી. આ લીગ લગભગ બે મહિના ચાલે છે. આમાં સૌથી વધુ પગાર 1.90 કરોડ રૂપિયાની આસપાસ છે. ક્રિકેટ જગતના મોટા નામોને આ પૈસા મળે છે.
પાકિસ્તાન સુપર લીગ પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગ્રોથ કર્યો છે. હવે આ ટુર્નામેન્ટ માત્ર પાકિસ્તાનમાં જ યોજાય છે. તેમાં રમતા વિદેશી ખેલાડીઓની સંખ્યામાં વધારો થયો છે. અહીં પણ ડ્રાફ્ટ સિસ્ટમ છે. પીએસએલમાં મહત્તમ પગાર 1.27 કરોડ રૂપિયા છે. બાબર આઝમ જેવા મોટા ખેલાડીઓને જ આ પૈસા મળે છે.
કેરેબિયન પ્રીમિયર લીગમાં મોટી સંખ્યામાં વિદેશી ખેલાડીઓ રમે છે. આઈપીએલના માલિકોની પણ આ લીગમાં ટીમો છે. અહીં પણ ડ્રાફ્ટ સિસ્ટમ છે. CPLમાં ખેલાડીની મહત્તમ સેલેરી 85 લાખ રૂપિયા છે.