AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: કૃણાલ પંડ્યાના કારણે એક સમયે દીપક હુડ્ડાએ ટીમ છોડી હતી, ‘જાની દુશ્મન’ એક ટીમમાં ફરી સાથે રમશે

દીપક હુડા (Deepak Hooda) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya), આ બંનેએ તાજેતરમાં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું, તેમને લીગની લખનૌ સુપર જાયન્ટ્સે ખરીદ્યા છે.

IPL 2022 Auction: કૃણાલ પંડ્યાના કારણે એક સમયે દીપક હુડ્ડાએ ટીમ છોડી હતી, 'જાની દુશ્મન' એક ટીમમાં ફરી સાથે રમશે
Deepak Hooda અને Krunal Pandya વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 5:41 PM
Share

IPL 2022 ની મેગા હરાજી અપેક્ષા મુજબ ખૂબ જ રસપ્રદ બની. બે નવી ટીમોના આગમન સાથે, દરેક ખેલાડીને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીઓને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ હરાજી બાદ લગભગ દરેક ટીમ નવા કોમ્બિનેશન સાથે જોવા મળશે. આ દરમિયાન ચાહકોને કેટલાક એવા ખેલાડીઓને એકસાથે જોવાનો મોકો મળશે જેઓ એકબીજાનું મોઢું જોવાનું પણ પસંદ નહોતા કરતા. આઈપીએલની આ સિઝનમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને દીપક હુડ્ડા (Deepak Hooda) લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) તરફથી રમતા જોવા મળશે. જેમ અશ્વિન અને જોસ બટલર પોતાની જુની દુશ્મની હોવા વચ્ચે રાજસ્થાન રોયલ્સ ટીમમાં બંને સાથે રમતા જોવા મળનારા છે.

ગયા વર્ષે જે બંને ખેલાડીઓ વચ્ચે ઘણો વિવાદ થયો હતો. જોકે હવે બંને આઈપીએલ એક જ ટીમ માટે સાથે રમતા જોવા મળશે. બંને ઘરેલુ ક્રિકેટ ટીમમાં એક સાથે હોવા દરમિયાન એક બીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. દિપકે આ કારણે આક્ષેપો કરીને કૃણાલની ટીમથી અલગ થઇ ગયો હતો. જે વિવાદ લાંબો સમય સુધી ચાલ્યો હતો.

વાત જાણે એમ હતી કે ગત વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન બંને વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. બંનેનો ઝઘડો એટલો આગળ વધી ચુક્યો હતો કે દિપક હુડ્ડાને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. કૃણાલ પંડ્યા બરોડા ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો અને દિપક તેની ટીમનો હિસ્સો હતો. બરોડા ક્રિકેટ સંઘે પણ કેપ્ટન કૃણાલની તરફી વલણ દર્શાવ્યુ હતુ. જોકે ત્યાર બાદ માનવામાં આવી રહ્યુ હતુ કે, બંને જાની દુશ્મનીના બીજ રોપાઇ ગયા છે. પરંતુ હવે બંને આઇપીએલ દરમિયાન એક જ ટીમમાં જોવા મળશે.

કૃણાલ સામે પત્ર લખી આક્ષેપ કર્યો હતો

ટૂર્નામેન્ટ પહેલા દીપક હુડ્ડાએ બરોડા ક્રિકેટ એસોસિએશનને પત્ર લખીને કૃણાલ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેણે પંડ્યા પર દુર્વ્યવહાર, દુર્વ્યવહાર અને કારકિર્દી ખતમ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. દીપક હુડ્ડાએ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવાની વાત કરી હતી. જોકે, કૃણાલે આ આરોપોને નકારી કાઢ્યા હતા. આ પછી દીપક હુડ્ડાએ ટીમ છોડી દીધી અને તેણે રાજસ્થાન તરફથી રમવાનું શરૂ કર્યું.

આ પણ વાંચોઃ IPL 2022 Auction: હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા હવે બંને એક બીજાના હરિફ બન્યા, બે જુદી જુદી ટીમમાંથી સામ સામે મેદાને ઉતરશે

આ પણ વાંચોઃ Ishan Kishan IPL 2022 Auction: ઇશાન કિશનને મુંબઇ ઇન્ડિયન્સે ખરિદ્યો અધધ કિંમતે, તોફાની કીપર બેટ્સમેન બન્યો સૌથી મોંઘો ખેલાડી

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">