Ishan Kishan IPL 2022 Auction: ઇશાન કિશનને મુંબઇ ઇન્ડિયન્સે ખરિદ્યો અધધ કિંમતે, તોફાની કીપર બેટ્સમેન બન્યો સૌથી મોંઘો ખેલાડી

Ishan Kishan Auction Price: ઈશાન કિશન ડાબોડી બેટ્સમેન અને વિકેટ કીપર છે. તે અત્યાર સુધી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ સાથે રહી ચુક્યો છે

Ishan Kishan IPL 2022 Auction: ઇશાન કિશનને મુંબઇ ઇન્ડિયન્સે ખરિદ્યો અધધ કિંમતે, તોફાની કીપર બેટ્સમેન બન્યો સૌથી મોંઘો ખેલાડી
Ishan Kishan પર મુંબઇ ની ટીમે પૈસાનો જાણે વરસાદ વરસાવી દીધો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 5:02 PM

આઇપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) માં જે ખેલાડીઓની સૌથી વધુ નજર હતી તેમાંનો એક ભારતનો યુવા વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન (Mumbai Indians) હતો. 23 વર્ષીય આક્રમક બેટ્સમેનને આ વખતની IPL ઓક્શનમાં સૌથી ‘હોટ પિક’ માનવામાં આવી રહ્યો હતો, જેના માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે જોરદાર ટક્કર ની આગાહી કરવામાં આવી રહી હતી. છેવટે એવું જ થયું. ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) 15.25 કરોડ રૂપિયાની ઊંચી કિંમતે ખરીદ્યો છે. ભારતીય ટીમમાં પ્રવેશ મેળવી ચુકેલો આ ડાબા હાથના બેટ્સમેનને ગયા વર્ષે જ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા બહાર કરવામાં આવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે તેના માટે પહેલા બોલી લગાવી હતી. ત્યારબાદ પંજાબ કિંગ્સે દાવ ખેલ્યો હતો. આ કારણે બોલી તરત જ છ કરોડ થઈ ગઈ. પછી ગુજરાત ટાઇટન્સે દાવ લગાવ્યો અને 10 કરોડની બોલી પાર કરી હતી. આ પછી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ રેસમાં જોડાઈ. મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. પરંતુ અંતે મુંબઈ બાજી મારી ગયું અને ઈશાન કિશનને 15.25 કરોડમાં પોતાની સાથે લીધો હતો.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ઇશાન કિશન, ભારતીય ક્રિકેટના ભવિષ્યના સૌથી તેજસ્વી સિતારાઓમાંના એક અને જેણે IPLમાં પોતાની ક્ષમતા બતાવી છે. તેણે આ હરાજીમાં તેની બેઝ પ્રાઈસ સર્વોચ્ચ બ્રેકેટમાં રાખી હતી. એટલે કે રૂ. 2 કરોડ પ્રાઇઝ હતી. સ્વાભાવિક છે કે, શરૂઆતથી જ ઈશાન માટે ઊંચી બિડિંગની અપેક્ષા રાખવામાં આવી હતી અને આવી સ્થિતિમાં આ બેઝ પ્રાઇસ પણ વાજબી હતી. ભારતીય અંડર-19 ટીમને 2016માં વર્લ્ડ કપની ફાઈનલમાં લઈ જનાર ઈશાન કિશને છેલ્લા 4 વર્ષમાં આ લીગમાં મોટી છલાંગ લગાવી છે.

35 લાખથી શરૂઆત કરી હતી

ઈશાન કિશન 2018 થી સતત મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. જો કે, તેને સૌપ્રથમ 2016ની હરાજીમાં ગુજરાત લાયન્સે ખરીદ્યો હતો. જે ફ્રેન્ચાઈઝી, માત્ર બે વર્ષ માટે આઈપીએલનો હિસ્સો રહી હતી, તેણે તે સમયના 18 વર્ષના ઈશાનને 20 લાખની બેઝ પ્રાઇઝ હતી અને તેને 35 લાખની બોલી લગાવીને ખરીદ્યો હતો. તે બે વર્ષ સુધી આ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. પછી 2018 ની મોટી હરાજી આવી, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે બધાને પાછળ છોડી દીધા અને ઈશાનને 6.20 કરોડ રૂપિયાની ઊંચી કિંમતે ખરીદ્યો.

ઈશાનનું અત્યાર સુધીનું પ્રદર્શન

ભારતીય ક્રિકેટ ટીમ માટે 2 ODI અને 5 T20 મેચ રમી ચૂકેલા ઈશાન કિશનના પ્રદર્શનમાં અત્યાર સુધી IPLમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2018 અને 2019માં તેના બેટમાંથી 275 અને 101 રન આવ્યા હતા. પરંતુ ઈશાન 2020ની સીઝનમાં ઊંચાઈએ પહોંચ્યો, જ્યારે તેના બેટમાંથી UAEમાં આગ વરસવા લાગી હતી. ત્યારબાદ ઈશાને મુંબઈ માટે 14 મેચોમાં 57.33 ની એવરેજ અને 145.76ની સ્ટ્રાઈક રેટ સાથે 516 રન બનાવ્યા હતા. ઈશાને ટૂર્નામેન્ટમાં 30 સિક્સર ફટકારી હતી. જોકે છેલ્લી સિઝન તેના માટે બહુ સારી રહી ન હતી અને તે માત્ર 241 રન જ બનાવી શક્યો હતો. એકંદરે, આ યુવા બેટ્સમેને 61 મેચમાં 1452 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 136 છે, જ્યારે તેણે 9 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચોઃ IPL Auction 2022: આ ખેલાડીઓ વેચાયા બાદ પણ ભોગવવુ પડ્યુ નુકશાન, સેલરી પર ફરી ગઇ કાતર, જુઓ લિસ્ટ

આ પણ વાંચોઃ Mohammad Shami IPL 2022 Auction: ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે, ફ્રેન્ચાઇઝીએ આટલા કરોડમાં ખરિદ્યો

Latest News Updates

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
g clip-path="url(#clip0_868_265)">