IPL 2021: ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિસ વોક્સે દિલ્હી કેપિટલ્સ સાથે નહીં જોડાવવાને લઈ બતાવ્યુ આ કારણ

|

Sep 14, 2021 | 9:18 PM

IPL 2021માં રમી રહેલા ઈંગ્લેન્ડના ઘણા ખેલાડીઓએ લીગમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા છે. શનિવારે પણ ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓએ ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી.

IPL 2021: ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિસ વોક્સે દિલ્હી કેપિટલ્સ સાથે નહીં જોડાવવાને લઈ બતાવ્યુ આ કારણ
Chris Woakes

Follow us on

IPLનો બીજો તબક્કો (IPL 2021) 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવા જઈ રહ્યો છે. લીગનો પ્રથમ તબક્કો કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો. ઘણા સ્ટાર ખેલાડીઓ લીગના બીજા તબક્કામાં ભાગ લેવાના નથી. આ દરમ્યાન કેટલાક ખેલાડીઓએ જુદા જુદા કારણોસર પોતાના નામ પાછા ખેંચી લીધા છે. ઈંગ્લેન્ડના ઝડપી બોલર ક્રિસ વોક્સ (Chris Woakes)નું નામ પણ પરત ખેંચવાની યાદીમાં સામેલ છે.

 

ક્રિસ વોક્સે પોતાનું નામ પાછું ખેંચવાનું કારણ આપ્યું અને કહ્યું કે તે સતત ત્રણ ટુર્નામેન્ટ રમવા માંગતો નથી. તેના માટે સતત ત્રણ ટુર્નામેન્ટ રમવી ખૂબ જ મુશ્કેલ હોત, તેથી તેણે ઈન્ડીયન પ્રીમિયર લીગ (IPL) કરતા T20 વર્લ્ડ કપ અને એશિઝ શ્રેણી પસંદ કરી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

દિલ્હી કેપિટલ્સ તરફથી રમનાર વોક્સ ઉપરાંત જોની બેયરસ્ટો (સનરાઇઝર્સ હૈદરાબાદ) અને ડેવિડ મલાન (પંજાબ કિંગ્સ) પણ આઈપીએલમાંથી બહાર નીકળી ગયા હતા. બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર જેવા દિગ્ગજ ખેલાડીઓ આઈપીએલ રમવાની ના પાડી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેની અસર ઘણી ટીમો પર જોવા મળશે.

વોક્સ વર્લ્ડકપ પસંદ કરે છે

ક્રિસ વોક્સ દિલ્હી કેપિટલ્સ માટે મહત્વનો બોલર છે. તેનું પ્રદર્શન જોઈને તેની ઈંગ્લેન્ડની T20 વર્લ્ડ કપ ટીમમાં પણ પસંદગી થઈ છે. વોક્સે એક મીડિયા રીપોર્ટમાં કહ્યું હતુ,’ મને ખ્યાલ નહોતો કે મારી વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થશે. આઈપીએલના સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે તે આ સમયે થઈ રહ્યો છે. આઈપીએલ રમીને મને આનંદ થયો હોત, પરંતુ હવે છોડવું પડશે.

 

ઈંગ્લેન્ડના ખેલાડીઓની પ્લેઓફ મેચ રમવા પર પણ આશંકા

હવે ઘણા મીડિયા અહેવાલો એવો પણ દાવો કરી રહ્યા છે કે ઈંગ્લેન્ડના ખેલાડીઓ જે લીગમાં ભાગ લઈ રહ્યા છે તે પ્લેઓફ મેચ માટે પણ ઉપલબ્ધ રહેશે નહીં. આ સમાચાર બાદ IPLની ઘણી ટીમો માટે ચિંતા વધી ગઈ છે. કેટલાક મહત્વના મીડિયા રીપોર્ટે આવો દાવો કર્યો છે.

 

ઈંગ્લેન્ડનું ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે T20 વર્લ્ડકપની ટીમમાં સમાવિષ્ટ તેના તમામ ખેલાડીઓ, આ પહેલા પાકિસ્તાન સામે બે મેચની T20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. ખેલાડીઓ બેમાંથી કોઈ એક પસંદ કરી શકે છે. પાકિસ્તાન સામે બે T20 મેચની શ્રેણી અને આઈપીએલ પ્લેઓફ એક જ સમયે રમવાની છે. આ T20 સિરીઝ રમવા માટે ઈંગ્લેન્ડે 9 ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચવાનું છે. જ્યારે IPL 2021 પ્લેઓફ મેચ 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે.

 

 

આ પણ વાંચોઃ  Lasith Malinga: શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર લસિથ મલિંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી, વિશ્વકપ ટીમમાં નહોતો કરાયો સામેલ

 

આ પણ વાંચોઃ BCCI એ ઇંગ્લેન્ડ સમક્ષ રાખી લાજવાબ ઓફર, માની લેવાશે તો માંચેસ્ટર ટેસ્ટનુ નુકશાન થઇ જશે ભરપાઇ

Next Article