IPL 2021: મિસ્ટર આઇપીએલ તરીકે જાણીતો ચેન્નાઇ સુપર કિંગ્સનો આ દિગ્ગજ ખેલાડીનુ કરિયર દાવ પર લાગ્યુ

ધોની (Dhoni) ની ટીમના દરેક ખેલાડીના જૂસ્સાએ ટીમને IPL ચેમ્પિયનના મુકામ સુધી પહોંચાડી શકી. ટીમના દરેક ખેલાડીમાં ગજબનો જૂસ્સો શરુઆત થી અંત સુધી રહ્યો હતો.

IPL 2021: મિસ્ટર આઇપીએલ તરીકે જાણીતો ચેન્નાઇ સુપર કિંગ્સનો આ દિગ્ગજ ખેલાડીનુ કરિયર દાવ પર લાગ્યુ
Chennai Super Kings Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 7:11 PM

IPL 2021 માં વિજેતા થવા સાથે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) IPL માં ચોથી વાર ચેમ્પિયન બન્યુ છે. એમએસ ધોની (MS Dhoni) ની ટીમ ચેન્નાઇ એ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને 27 રન હરાવીને વિજેતા બન્યુ હતુ. સિઝનની શરુઆત થી જ ચેન્નાઇની ટીમ ગજબના જૂસ્સામાં જોવા મળતી હતી. તેના દરેક ખેલાડીમાં શરુઆથ થી અંત સુધી જબરદસ્ત જૂસ્સો જોવા મળતો હતો. પરંતુ એક ખેલાડી એવો હતો કે, તે જૂસ્સામાં હતો પરંતુ પ્રદર્શનમાં ઝીરો રહ્યો હતો. તે ખેલાડી સુરેશ રૈના (Suresh Raina) છે, જેણે મહત્વની મેચોમાં જ ટીમની બહાર રહી બેન્ચ પર બેસી રહેવા મજબૂર બનવુ પડ્યુ છે.

સુરેશ રૈના આમ તો આઇપીએલનો નિષ્ણાંત ખેલાડી માનવામાં આવતો હતો. તેને મીસ્ટર આઇપીએલ તરીકે પણ ઓળખવામા આવતો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સની દરેક મહત્વની મેચમાં તે હિસ્સો રહ્યો છે. જેમાં તેને મહત્વનો હિસ્સો માનવામાં આવ્યો હતો. ચેન્નાઇ એ રમેલી આઇપીએલની તમામ ફાઇનલ મેચમાં તે હિસ્સો રહ્યો હતો. પરંતુ આઇપીએલ 2021 ની ફાઇનલમાં ચેન્નાઇની ટીમ ફાઇનલ તો રમી હતી. પરંતુ રૈના તે ટીમનો હિસ્સો રહ્યો નહોતો. આવુ રૈનાના માટે પ્રથમ વાર થયુ હતુ કે, તેની હાજરી હોવા છતા તે ટીમની બહાર હતો.

ધોનીનો ખાસ મનાતો અને દિગ્ગજ ખેલાડી કહેવાતા સુરેશ રૈનાની આ સ્થિતીને જોઇને જ હવે અંદાજ લગાવાઇ રહ્યો છે કે, રૈનાનુ આઇપીએલ કરિયર ખતમ થવાને આરે આવી પહોંચ્યુ છે. કારણ કે ધોની એ જ પોતાના હુકમના એક્કા સમાન ખાસ ખેલાડીને બહાર બેસાડવાનો નિર્ણય લીધો હતો. તેના સ્થાને ધોનીએ રોબિન ઉથપ્પાને મોકો આપ્યો હતો. હવે રૈનાને ચેન્નાઇની ટીમ આગામી સિઝન માટે રિટેઇન કરે તેવી શક્યતાઓ નહીવત બની ગઇ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

સિઝનમાં કંગાળ રમત

આઇપીએલ 2021 ની સિઝનમાં સુરેશ રૈનાએ 12 મેચ રમી હતી. જેમાં તેણે માત્ર 160 રન બનાવ્યા છે. આમ તેની સરેરાશ માત્ર 17.77 ની રહી છે. જ્યારે સ્ટ્રાઇક રેટ 125 નો રહ્યો છે. જોકે આ 160 રનમાં તેના નામે એક અર્ધશતક પણ નોંધાયુ હતુ. જોકે તે અર્ધશતક તેની કંગાળ રમત સામે વિસરાઇ ગયુ હતુ.

34 વર્ષના રૈનાનુ ક્રિકેટ કરિયર

આઇપીએલમાં રૈનાનો રેકોર્ડ આમ તો ખૂબ સારો રહ્યો છે. તેણે 205 મેચ રમીને 32.51 ની સરેરાશ થી 5528 રન બનાવ્યા છે.  દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 136.76 રનનો રહ્યો હતો. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવવા મામલામાં વિરાટ કોહલીના બાદ બીજા સ્થાન પર છે. 34 વર્ષીય રૈના ધોનીની સાથે જ વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ચુક્યો છે.

આ પણ વાંચોઃ   IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇ જ નહી કોલકાતાને પણ આટલા કરોડનુ ઇનામ મળ્યુ, પ્રદર્શનના બદલામાં ખેલાડીઓને મળ્યા રોકડ ઇનામ

આ પણ વાંચોઃ IPL 2021: આગામી સિઝન ધોની રમશે કે નહી ? ચેમ્પિયન બન્યા બાદ ઇશારા ઇશારામાં કહી આ વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">