IND vs ENG: ઇંગ્લેન્ડના આ ખેલાડીના મગજમાંથી હજુ પણ જસપ્રિત બુમરાહનો ડર જતો નથી, કહ્યુ ક્યારેય આવુ નથી જોયુ

લોર્ડઝ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોની બોલીંગ સામે ઇંગ્લીશ ખેલાડીઓએ ઘુંટણ ટેકવી દીધા હતા. ભારતીય ટીમે (Team India) પાંચમાં દિવસના અંતિમ દિવસે ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરીને શાનદાર રીતે મેચ જીતી લીધી હતી.

IND vs ENG: ઇંગ્લેન્ડના આ ખેલાડીના મગજમાંથી હજુ પણ જસપ્રિત બુમરાહનો ડર જતો નથી, કહ્યુ ક્યારેય આવુ નથી જોયુ
James Anderson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 8:48 PM

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે બુધવાર થી લીડ્ઝમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાનારી છે. આ પહેલા બીજી ટેસ્ટ મેચ લોર્ડઝના મેદાન પર રમાઇ હતી. જ્યા જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) જેમ્સ એન્ડરસન (James Anderson) પર બાઉન્સર બોલનો વરસાદ કરી દીધો હતો. આ કારણે ઇંગ્લિશ ખેલાડી ખૂબ પરેશાન થઇ ગયો હતો. આઉટ થયા બાદ જેમ્સ એન્ડરસને બુમરાહ સાથે પણ આ અંગે વાત કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ઇંગ્લીશ સ્ટાર બોલર જેમ્સ એન્ડરસને આ વિશે વિસ્તાર થી માહિતી આપી હતી. તે કહે છે કે જ્યારે બુમરાહે તેની સામે બાઉન્સરો ફેંક્યા ત્યારે તેને આશ્ચર્ય સર્જાયુ હતુ. તેને સંભાળવાની તક પણ નહોતી મળી. આ દરમિયાન ભારતીય બોલરની સ્પીડે પણ તેને ખૂબ પરેશાન કર્યા હતા.

મીડિયા રીપોર્ટનુસાર, વાતચીતમાં એન્ડરસને કહ્યું કે, કેપ્ટન જો રુટ, જે તેની સાથે બેટિંગ કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે બુમરાહ તે ઝડપે બોલ ફેંકતો નથી, જે તે સામાન્ય રીતે ફેંકે છે. બાકીના બેટ્સમેનોએ પણ કહ્યું કે, પીચ ધીમી છે. એન્ડરસને કહ્યું, ‘મને થોડું આશ્ચર્ય થયું કારણ કે તમામ બેટ્સમેનોએ કહ્યું કે પીચ ખૂબ ધીમી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

જ્યારે હું બેટિંગ કરવા આવ્યો ત્યારે જો એ કહ્યું કે, બુમરાહ એટલી ઝડપી બોલિંગ નથી કરી રહ્યો. જેટલો તે સામાન્ય રીતે બોલિંગ કરતો હોય છે. તે પછી પહેલો બોલ 145 કિમી પ્રતિ કલાકની આસપાસ આવ્યો હતો. આ બોલ ખૂબ શોર્ટ અને સચોટ હતો. અને એવું લાગ્યું કે મેં મારી સમગ્ર કારકિર્દીમાં ક્યારેય અનુભવ્યું ન હતું. મેં વિચાર્યું કે તે મને આઉટ કરવા માંગતો નથી.

બુમરાહે ફેંકી હતી 10-11 બોલની ઓવર

એન્ડરસનની સામે બોલિંગ કરતી વખતે બુમરાહે ચાર નો બોલ પણ ફેંક્યા હતા. તેની ઓવર 10-11 બોલની હતી. એન્ડરસને આગળ કહ્યું, ‘મને લાગ્યું કે તે આઉટ કરવા માંગતો નથી. તેણે એક ઓવર ફેંકી, કદાચ 10, 11 કે 12 બોલની. તેણે એક પછી એક અનેક બોલ ફેંક્યા. શોર્ટ પીચ બોલિંગ કરી હતી. મને લાગે છે કે તેણે સ્ટમ્પ પર બે જ બોલ ફેંક્યા હતા, જે મેં રોક્યા હતા. તેથી મારે બચવાનુ જ હતું અને જો ને સ્ટ્રાઇક પર લાવવાનો હતો.

બુમરાહે એન્ડરસનને શોર્ટ પીચ ફેંક્યા બાદ ઇંગ્લેન્ડે પણ બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો. મેચના પાંચમા દિવસે જ્યારે બુમરાહ બેટિંગ કરવા આવ્યો ત્યારે ઈંગ્લિશ બોલરોએ શોર્ટ પિચ બોલિંગ કરી હતી. પરંતુ તેમનો દાવ વ્યર્થ રહ્યો હતો. બુમરાહે શમી સાથે 89 રનની ભાગીદારી કરી હતી. જેના આધારે ભારતે મેચ 151 રનથી જીતી લીધી.

આ પણ વાંચોઃ IPL 2021: વેક્સિનના બે ડોઝ ધરાવતો વિરાટ કોહલીની ટીમ RCBનો આ ખેલાડી કોરોના પોઝિટિવ જણાયો

આ પણ વાંચોઃ Afghanistan: અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે આ સુંદર ભારતીય એક્ટ્રેસના સંબંધો પડ્યા મુશ્કેલીમાં, ઓક્ટોબરમાં થનાર હતી સગાઇ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">