AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ટૂર્નામેન્ટમાં બીજા તબક્કામાં અનેક નવા ચહેરાઓ જોવા મળશે, BCCI એ જારી કર્યુ ખેલાડીનુ પુરુ લીસ્ટ, જુઓ

IPL 2021 નો બીજો તબક્કો આજે રવિવારથી શરૂ થઈ રહ્યો છે. જેમાં કેટલાક રિપ્લેસમેન્ટની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે કેટલાકનું નામ ટુર્નામેન્ટ ફરી શરૂ થવાના એક દિવસ પહેલા જ સમાવવામાં આવ્યું હતું.

IPL 2021: ટૂર્નામેન્ટમાં બીજા તબક્કામાં અનેક નવા ચહેરાઓ જોવા મળશે, BCCI એ જારી કર્યુ ખેલાડીનુ પુરુ લીસ્ટ, જુઓ
RCB Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 9:15 AM
Share

IPL 2021 નો બીજો તબક્કો આજે રવિવારે UAE માં શરૂ થવા જઈ રહ્યો છે. લીગની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે દુબઈમાં રમાવાની છે. આ લેગમાં, ટીમો ખૂબ જ બદલાયેલી શૈલીમાં જોવા મળશે. બીજા તબક્કાની શરૂઆત પહેલા જ, ઘણા ખેલાડીઓ તેમની ટીમોને વચ્ચેથી છોડીને સીઝનમાંથી ખસી ગયા છે. આવી સ્થિતીમાં ઘણા નવા ચહેરાઓને ટીમોમાં સામેલ કરવામાં આવ્યા છે. લીગની શરૂઆત પહેલા, BCCI એ તમામ બદલાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે.

લીગનો પ્રથમ તબક્કો ભારતમાં યોજાયો હતો. જે દરમ્યાન ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ હતો. આઈપીએલ પર પણ તેની અસર દેખાઈ હતી. KKR ની ટીમમાં કોરોનાના કેસ બાદ 30 મી મેચ મુલતવી રાખવામાં આવી હતી. બીજા દિવસે સમગ્ર લીગ સ્થગીત કરી દેવામાં આવી હતી. હવે IPL ની 31 મેચ UAE માં રમાશે.

BCCI એ બદલાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી

આ વખતે જ્યાં ખેલાડીઓને સ્ટેડિયમમાં ચાહકોનો સાથ મળશે, ત્યાં ચાહકો ઘણા મોટા સ્ટાર્સને મિસ કરશે. કેટલાક ખેલાડીઓ ઈજાને કારણે ખસી ગયા છે અને કેટલાક વ્યક્તિગત કારણોસર ખસી ગયા છે. IPL 2021 ના ​​બીજા તબક્કા માટે રિપ્લેસમેન્ટની યાદી શનિવારે જાહેર કરવામાં આવી હતી. જેમાં દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડીયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદએ પોતપોતાની ટીમોમાં ફેરફાર કર્યા હતા. કેટલાક રિપ્લેસમેન્ટની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે કેટલાકનું નામ ટુર્નામેન્ટ ફરી શરૂ થવાના એક દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું. સૌથી વધારે ખેલાડીઓને RCB દ્વારા બદલવામાં આવ્યા છે.

દિલ્હી કેપિટલ્સ: એમ સિદ્ધાર્થના સ્થાને કુલવંત ખેજરોલીયા, ક્રિસ વોક્સની જગ્યાએ બેન ડ્વારશુઇસ

મુંબઈ ઇન્ડીયન્સ: મોહસીન ખાનની જગ્યા એ રૌશ કાલરીયા

પંજાબ કિંગ્સ: રિલે મેરિડિથની જગ્યાએ નાથન એલિસ, ઝાય રિચાર્ડસન માટે આદિલ રશીદ, ડેવિડ મલાનની જગ્યાએ એડન મારક્રમ

રાજસ્થાન રોયલ્સ: એન્ડ્રુ ટાઇના સ્થાને તબરેઝ શમ્સી એ જગ્યા લીધી. જોફ્રા આર્ચરનુ સ્થાન જગર ગ્લેન ફિલિપ્સે લીધુ છે,. બેન સ્ટોક્સ ના બદલે ઓશાને થોમસ એ જગ્યા લીધી છે. જોસ બટલર ના બદલે એવિન લુઇસને સમાવાયો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: એડમ ઝમ્પાની જગ્યાએ વાનિંદુ હસારંગા, ડેનિયલ સેમ્સની જગ્યાએ દુશ્મંથા ચામીરા, કેન રિચાર્ડસનની જગ્યાએ જ્યોર્જ ગાર્ટન, ફિન એલેનની જગ્યાએ ટિમ ડેવિડ, વોશિંગ્ટન સુંદરની જગ્યાએ આકાશ દીપ.

સનરાઇઝર્સ હૈદરાબાદ: શેરફેન રધરફોર્ડ એ જોની બેયરસ્ટોનું સ્થાન લીધુ છે.

આ પણ વાંચોઃ IPL 2021: સનરાઇઝ હૈદરાબાદ UAE માં રમાનાર બીજા તબક્કામાં આ રીતે પાર પાડશે મિશન, રાશિદ ખાને બતાવી યોજના

આ પણ વાંચોઃ IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સે ગુજરાત વતી રમતા રાજકોટના આ ક્રિકેટરને ટીમમાં સમાવ્યો, ઘરેલુ ક્રિકેટમાં દેખાડી ચુક્યો છે દમ

g clip-path="url(#clip0_868_265)">