IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સે ગુજરાત વતી રમતા રાજકોટના આ ક્રિકેટરને ટીમમાં સમાવ્યો, ઘરેલુ ક્રિકેટમાં દેખાડી ચુક્યો છે દમ

IPL 2021 ના ​​બીજા તબક્કાની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડીયન્સ (Mumbai Indians) એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નો સામનો કરવો પડશે. તે પહેલા મુંબઇએ નવા ખેલાડી તરીકે રાજકોટમાં જન્મેલા અને ગુજરાત વતી રમતા ક્રિકેટરનો સમાવેશ કર્યો છે.

IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સે ગુજરાત વતી રમતા રાજકોટના આ ક્રિકેટરને ટીમમાં સમાવ્યો, ઘરેલુ ક્રિકેટમાં દેખાડી ચુક્યો છે દમ
Roosh Kalaria
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 8:11 PM

IPL 2021 નો બીજો તબક્કો રવિવારથી શરૂ થઈ રહ્યો છે. આ તબક્કાની પ્રથમ મેચમાં વર્તમાન વિજેતા મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) નો સામનો ત્રણ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે થશે. પરંતુ આ મેચ પહેલા પણ મુંબઈએ પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. ટીમે ડાબા હાથના ઝડપી બોલર મોહસીન ખાન (Mohsin Khan) ની જગ્યાએ અન્ય ઝડપી બોલર રોશ કાલરીયા (Roosh Kalaria) નો સમાવેશ કર્યો છે. IPL એ પોતાની વેબસાઈટ દ્વારા આ માહિતી આપી છે.

મોહસીન કરતા રોશ કાલરીયા ઘણો વધારે અનુભવી છે. રોશ 2012 થી ગુજરાતની ટીમ માટે રમે છે. ઉત્તર પ્રદેશનો મોહસીન અત્યાર સુધી એક ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. આ સાથે જ 14 લિસ્ટ-એ અને 23 ટી 20 મેચ તેના નામે છે. આમાં તેણે અનુક્રમે 8, 76 અને 52 વિકેટ લીધી છે.

બીજી બાજુ, જો આપણે રોશની કારકિર્દી પર નજર કરીએ તો, તેણે ગુજરાત માટે અત્યાર સુધીમાં 54 પ્રથમ કક્ષાની મેચ રમી છે જેમાં તેણે 168 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે 46 લિસ્ટ-એ મેચમાં 66 વિકેટ લીધી છે. તેણે 31 ટી 20 મેચમાં 37 વિકેટ લીધી છે. મુંબઈ રોશ બેટથી પણ કમાલ કરી શકે છે. તેણે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. તેણે પોતાનો સર્વોચ્ચ સ્કોર 118 રન બનાવ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રાજકોટ (Rajkot) માં જન્મેલ 28 વર્ષીય રોશે 2019 ની રણજી ટ્રોફી સીઝનમાં કેરળ સામે ક્વાર્ટર ફાઇનલમાં હેટ્રિક લીધી હતી. 2019 ની રણજી ટ્રોફી સીઝનમાં કેરળ સામે ક્વાર્ટર ફાઇનલમાં હેટ્રિક લીધી હતી. રોશે 2012 માં મધ્યપ્રદેશ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે, તેણે સૌરાષ્ટ્ર સામે લિસ્ટ-એમાં પ્રવેશ કર્યો હતો. તે 2018-19 રણજી ટ્રોફી સિઝનમાં ગુજરાત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે આઠ મેચમાં 27 વિકેટ લીધી હતી. રોશે 2020 માં ગોવા સામે અણનમ 118 રનની ઇનિંગ રમી હતી.

ટાઇટલ હેટ્રિક માટે મુંબઈ પ્રયાસ કરી રહ્યું છે.

મુંબઈ જ્યારે રવિવારે ચેન્નાઈ સામે બીજા તબક્કાના અભિયાન શરૂ કરશે, ત્યારે આઈપીએલમાં હેટ્રિક મેળવવા તત્પર રહેશે. મુંબઈએ 2019 અને 2020 માં IPL ખિતાબ જીત્યો. આ વખતે પણ તે ટાઇટલ માટે દાવેદાર છે. આઈપીએલના પહેલા તબક્કામાં મુંબઈએ સાત મેચ રમી અને ચાર જીતી, જ્યારે ત્રણ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના મિડલ ઓર્ડરને ચેન્નઈ સામે સારા પ્રદર્શનની જરૂર છે અને તેમના બોલરોએ પણ પાવરપ્લેમાં વધુ સારું રમવું પડશે.

સુકાની રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. જ્યારે સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને લેગ સ્પિનર ​​રાહુલ ચાહર વિશ્વકપ ટીમમાં સ્થાન મેળવવા માટે આત્મવિશ્વાસથી ભરપૂર હશે. હાર્દિક પંડ્યા પણ નિયમિત બોલિંગ કરે તેવી અપેક્ષા છે, જેનાથી ભારતને ICC ટૂર્નામેન્ટ માટે વધુ વિકલ્પો મળશે. પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો કેટલાક ખેલાડીઓને પરત ખેંચવાથી પ્રભાવિત થઈ છે. તેના અન્ય ખેલાડીઓએ તેની ભરપાઈ કરવી પડશે.

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી માટે UAE નો પ્રવાસ કાંટાળો બની શકે છે, ફાઇનલ ચૂકતા જ કેપ્ટનશિપ ચૂકી જવાનો ડર!

આ પણ વાંચોઃ IPL 2021: ક્વોરન્ટાઇન સમાપ્ત થતા જ કોહલી બેટ લઇ મેદાને ઉતર્યો, પરસેવો વહાવી કરી તૈયારી, જુઓ વિડીયો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">