IPL 2021: ટીમ ધોની શુક્રવારે પહોંચશે UAE, ટૂર્નામેન્ટ માટે ધોની સહિતના ખેલાડીઓ શરુ કરશે તૈયારીઓ

|

Aug 12, 2021 | 9:56 PM

IPL 2021ની બાકી રહી ગયેલી બીજા તબક્કાની મેચોનુ આયોજન UAE માં કરવામાં આવ્યુ છે. આ માટે ટીમ ધોની એટલે કે CSK ની ટીમ, UAE પહોંચીને તૈયારીઓ શરુ કરી દેશે. દિલ્હીની ટીમ પણ આ મહિનાના અંત સુધીમાં UAE માટે રવાના થશે.

IPL 2021: ટીમ ધોની શુક્રવારે પહોંચશે UAE, ટૂર્નામેન્ટ માટે ધોની સહિતના ખેલાડીઓ શરુ કરશે તૈયારીઓ
Dhoni at Chennai

Follow us on

મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) મંગળવારે ચેન્નાઇ પહોંચી ચુક્યો છે. જ્યાંથી તે હવે IPL ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે UAE માટે રવાના થશે. IPL 2021 ની બાકી રહેલી 31 મેચોનુ UAE માં કરવામાં આવી રહ્યુ છે. આ પહેલા 29 મેચ ભારતમાં રમાઇ હતી, જોકે બાયોબબલમાં કોરોનાની એન્ટ્રી બાદ ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી.

ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ના ભારતીય ખેલાડીઓ સાથે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) 13 ઓગષ્ટે યુએઇ જવા માટે રવાના થશે. આ અંગેની જાણકારી સીએસકેના એક ટોપ ઓફિશીયલ્સે જાણકારી આપી છે. ચેન્નાઇની ટીમ આઇપીએલ માટે યુએઇ પહોંચનારી પ્રથમ ટીમ પૈકી એક હશે.

ચેન્નાઇ સુપર કિંગ્સના CEO એસ વિશ્વનાથને મીડિયા રિપોર્ટમાં આ અંગે બતાવ્યુ હતુ. કહ્યુ હતુ કે, ઉપલબ્ધ ભારતીય ખેલાડીઓ સંભવિત રીતે 13 ઓગષ્ટે યુએઇ માટે રવાના થનાર છે. વિશ્વનાથને કહ્યુ કે, યુએઇ રવાના થવા અગાઉ ખેલાડીઓનો ચેન્નાઇમાં કોઇ જ કેમ્પ નહી હોય. આ પહેલા ચેન્નાઇ પહોંચેલ ધોનીનુ ફેન્સ દ્વારા જબરદસ્ત સ્વાગત સોશિયલ મીડિયા પર કર્યુ હતુ. CSK એ ધોનીની તસ્વીર સાથે એક પોષ્ટ કરતા લખ્યુ હતુ કે, લાયન ડે એન્ટ્રી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

19 સપ્ટેમ્બરથી શરુ થશે IPL 2021 પાર્ટ-2

IPL 2021 નો બીજો હાલ્ફ યુએઇમાં 19 સપ્ટેમ્બર થી થનાર છે. જ્યાં આપીએલ ની ફાઇનલ મેચ 10 ઓક્ટોબરે રમાનાર છે. પ્રથમ હાલ્ફમાં ચેન્નાઇની ટીમનુ પ્રદર્શન જબરદસ્ત રહ્યુ હતુ. ચેન્નાઇ પોઇન્ટ ટેબલમાં ટોપ ટુ ટીમોમાં સામેલ હતી. યુએઇમાં ચેન્નાઇની કોશિષ જીતના પોતાના સીલસીલાને બરકરાર રાખવાની રહેશે.

મુંબઇ અને ચેન્નાઇની ટક્કર સાથે શરુ થશે ..

યુએઇમાં IPL 2021 ની બીજા હાલ્ફની શરુઆત મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કર સાથે થશે. એટલે કે, રોહિત શર્મા અને એમએસ ધોની 19 સપ્ટેમ્બરે પ્રથમ મેચમાં જ આમને સામને થશે. ટૂર્નામેન્ટમાં 7 મેચ રમવા બાદ મુંબઇ ઇન્ડીયન્સ પાસે 10 પોઇન્ટ છે. આ ટીમ પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ બાદ પોતાનુ સ્થાન ધરાવે છે. આમ પણ આઇપીએલમાં ચેન્નાઇની ટીમને યુએઇના મેદાન માફક રહેતા નથી. 2014 હોય કે આઇપીએલ 2020માં રમાયેલ મેચમાં ધોનીની યલો ટીમને માથાનો દુખાવો સાબિત થયો છે.

 

આ પણ વાંચોઃ  IND vs ENG: અશ્વિનને બહાર રાખવાના અણિયાળા સવાલો પહેલા જ કોહલીએ કરી દીધો ખુલાસો, લોર્ડઝ ટેસ્ટમાં પણ દિગ્ગજ બહાર રહ્યો

આ પણ વાંચોઃ IND vs ENG: કોહલીમાં ખામીઓ શોધનારાઓને રવિન્દ્ર જાડેજાએ આપ્યો સણસણતો જવાબ, કેપ્ટનની ક્ષમતાને લઇ કહ્યુ આમ

Next Article