IPL 2021, MI Vs SRH: મુંબઇ ઇન્ડીયન્સે પ્લેઓફની આશાએ રનનુ વંટોળ સર્જયુ, હૈદરાબાદ સામે 235 રન ખડક્યા

મુંબઇ (Mumbai Indians) માટે આજે મુશ્કેલ જ નહી પણ લોઢાના ચણા ચાવી લેવા જેવી રમત રમવાની છે. જેને નજરમાં રાખીને જ મુંબઇ એએ આક્રમક નહી જબરદસ્ત તોફાની રમત રમી હતી.

IPL 2021, MI Vs SRH: મુંબઇ ઇન્ડીયન્સે પ્લેઓફની આશાએ રનનુ વંટોળ સર્જયુ, હૈદરાબાદ સામે 235 રન ખડક્યા
Ishan Kishan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 9:51 PM

IPL 2021 ની 55 મી મેચ અબુધાબીમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians)  અને સનરાઇઝર્સ  હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાઇ રહી છે. હૈદરાબાદે તો મેચ માત્ર સન્માન માટે રમવાની છે, પરંતુ મુંબઇ ને આબરુ દાવ પર છે. પ્લેઓફમાં પહોંચવા માટેની આખરી તકનો ઉપયોગ કરવાનો છે. એટલે જ મુંબઇ એ શરુઆતથી તોફાની રમત રમી હતી. ઇશાન કિશન (Ishan Kishan) અને સૂર્યકુમારે (Suryakumar) જબરદસ્ત રમત રમી હતી. જેને લઇને મુંબઇ એ 20 ઓવરમાં 9 વિકેટે 235 રન ખડક્યા હતા.

મુંબઇ ઇન્ડીયન્સ બેટીંગ

ટોસ જીતીને રોહિત શર્મા (Rohit Sharma) એ પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શરુઆત થી જ તોફાની બેટીંગ મુંબઇએ રમવાની શરુઆત કરી હતી. રોહિત 13 બોલમાં 18 રન કરીને આઉટ થયો હતો. પરંતુ ઇશાન કિશને 32 બોલમાં જ 84 રન ઝૂડી નાંખ્યા હતા. રીતસરનુ વાવાઝોડાની માફક ઇશાને રમત રમી હતી. તેણે 4 છગ્ગા અને 11 ચોગ્ગા લગાવ્યા હતા.

સૂર્ય કુમાર યાદવે પણ આવી જ તોફાની બેટીંગ રમી હતી. 40 બોલમાં 82 રન ફટકાર્યા હતા. તેણે 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 8 બોલમાં 10 રન કરીને પરત પેવેલિયન ફર્યો હતો. કિયરોન પોલાર્ડ 12 બોલમાં 13 રન કરીને આઉટ થયો હતો. જેમ્સ નિશમ ગોલ્ડન ડક આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા 7 બોલમાં 9 રન કર્યા હતા. નાથન કૂલ્ટરે 3 બોલમાં 3 રન કર્યા હતા. પિયૂષ ચાવલા શૂન્ય પર આઉટ થયો હતો. બુમરાહે 5 રન કર્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સનરાઇઝર્સ હૈદરાબાદ બોલીંગ

જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી હતી. તેણે 52 રન આ માટે 4 ઓવરમાં ગુમાવ્યા હતા.  રાશિદ ખાને મુંબઇના વાવાઝોડાને શરુઆતમાં જ રોહિત ની વિકેટ ઝડપીને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં મુંબઇએ બોલરોને મન મુકી ને ધોઇ નાંખ્યા હતા. રાશિદે 4 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અભિષેક શર્મા એ ઇનીંગની તેની પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ 4 ન આપીને ઝડપી હતી. સિધ્ધાર્થ કૌલ 4 ઓવરમાં 56 રન લુટાવી ચુક્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2021: ધોની રન બનાવવામાં કેમ રહ્યો ફ્લોપ, રન બનાવવા ભૂલી ગયો કે પછી છ વર્ષ જૂની બિમારી ફરી લાગુ પડી ગઇ !

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી આજે બે મોટા રેકોર્ડ નોંધાવી શકે છે, બેટ ધમાકેદાર ચાલ્યુ તો T20 ક્રિકેટમાં તે આ ખાસ મુકામ હાંસલ કરશે

g clip-path="url(#clip0_868_265)">