IPL 2021, RCB vs DC: બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સે 5 વિકેટે 165 રનનો પડકાર રાખ્યો, પૃથ્વી અને ધવન અર્ધશતક ચૂક્યા

TV9 GUJARATI

|

Updated on: Oct 08, 2021 | 9:36 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) પોઇન્ટ ટેબલમાં ટોપ ટુના સ્થાનને મેળવવા માટે મુશ્કેલ પ્રયાસ કરવા સાથે મેદાને ઉતર્યુ છે. તો બીજી તરફ બંને ટીમો માટે આજની મેચ પ્લેઓફ માટેની પ્રેકટીશ મેચ થી કમ નથી.

IPL 2021, RCB vs DC: બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સે 5 વિકેટે 165 રનનો પડકાર રાખ્યો, પૃથ્વી અને ધવન અર્ધશતક ચૂક્યા
Shikhar Dhawan-Prithvi Shaw

IPL 2021 ની 56 મી મેચ દુબઇમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મેચ રમાઇ રહી છે. બંને ટીમો પહેલા થી જ પ્લેઓફ (PlayOff) ની ટીકીટ કાપી ચુકી છે. વિરાટ કોહલી (Virat Kohli) પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચવાની આશા સેવી રહ્યો છે, તો ઋષભ પંત (Rishabh Pant) માટે પણ RCB સામેની મેચ પ્લેઓફ પહેલાની મહત્વની રહેશે. ટોસ જીતીને કોહલીએ ફિલ્ડીંગ પસંદ કરી હતી. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટે 164 રન કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સ બેટીંગ

ટોસ હારીને દિલ્હી કેપિટલ્સના ઓપનર મેદાને ઉતર્યા હતા. બંને ઓપનરો પૃથ્વી શો અને શિખર ધવને શાનદાર શરુઆત દિલ્હીને અપાવી હતી. બંને વચ્ચે 88 રનની ભાગીદારી રમત રમાઇ હતી. શિખર ધવન 35 બોલમાં 43 રન કરી ને આઉટ થયો હતો. તેણે 35 બોલની રમેલી ઇનીંગમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. પૃથ્વી શોએ 31 બોલમાં 48 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા.

કેપ્ટન ઋષભ પંતે 8 બોલમાં 10 રન કર્યા હતા. તે ઝડપ થી પેવેલિયન પરત પહોંચ્યો હતો. શ્રેયસ ઐય્યરે 18 બોલમાં 18 રન કર્યા હતા. સિમરોન હેટમેયરે 22 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા વડે 29 રન કર્યા હતા. રિપલ પટેલ અણનમ રહી 7 કર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બોલીંગ

આરસીબીના બોલરોએ વિકેટ ને શોધવી પડી હતી, જે મોકો પહેલા તો દિલ્હીના ઓપનરોએ જલ્દી આપ્યો નહોતો. 11 મી ઓવરમાં આરસીબીને પ્રથમ સફળતા યુઝવેન્દ્ર ચહલે અપાવી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ડેનિયલ કિશ્વને 2 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મોહંમદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: ધોની રન બનાવવામાં કેમ રહ્યો ફ્લોપ, રન બનાવવા ભૂલી ગયો કે પછી છ વર્ષ જૂની બિમારી ફરી લાગુ પડી ગઇ !

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી આજે બે મોટા રેકોર્ડ નોંધાવી શકે છે, બેટ ધમાકેદાર ચાલ્યુ તો T20 ક્રિકેટમાં તે આ ખાસ મુકામ હાંસલ કરશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati