IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં વેસ્ટઇન્ડીઝનો આ ધુંઆધાર બેટ્સમેન સામેલ કરાયો, જે હાલમાં CPL માં મચાવી રહ્યો છે ધમાલ

2019માં આઇપીએલનુ ટાઇટલ જીતનારી મુંબઇ ઇન્ડીયન્સની ટીમનો આ ખેલાડી હિસ્સો હતો. જે હવે વર્તમાન સિઝનમાં બાકી રહેલી મેચો માટે હૈદરાબાદની ટીમ માટે બેટીંગ કરતો જોવા મળશે.

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં વેસ્ટઇન્ડીઝનો આ ધુંઆધાર બેટ્સમેન સામેલ કરાયો, જે હાલમાં CPL માં મચાવી રહ્યો છે ધમાલ
Sherfane rutherford
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:51 AM

ઈન્ડીયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની 14 મી સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં શરૂ થઈ રહ્યો છે જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. તમામ ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે. પરંતુ બીજા તબક્કાની શરૂઆત પહેલા જ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને આંચકો લાગ્યો હતો. ઈંગ્લેન્ડના તેના ઓપનર જોની બેયરસ્ટો (Jonny Bairstow) એ વ્યક્તિગત કારણોસર લીગના યુએઈ સ્ટેજમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે હવે તેની જગ્યાએ એક જબરદસ્ત વેસ્ટ ઇન્ડીઝ ખેલાડીનો ઉમેરો કર્યો છે. આ ખેલાડીનું નામ શેરફેન રધરફોર્ડ (Sherphane Rutherford) છે. સનરાઇઝર્સે એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે બેયરિસ્ટોનાં સ્થાને તમણે વિન્ડીઝના ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કરીને લખ્યું, વેસ્ટ ઇન્ડીઝના તોફાની બેટ્સમેન હવે રાઇઝર છે. શેરફાન રધરફોર્ડ IPL 2021 ના ​​બીજા તબક્કામાં અમારી ટીમમાં જોની બેયરસ્ટોનું સ્થાન લેશે.

મુંબઈ ઇન્ડીયન્સને ટાઇટલ આપ્યું છે

રધરફોર્ડ અગાઉ IPL માં વર્તમાન વિજેતા મુંબઈ ઇન્ડીયન્સ તરફથી રમ્યો છે. તે IPL 2019 માં મુંબઈની ટીમનો ભાગ હતો. મુંબઈએ 2019 માં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને IPL નો ખિતાબ જીત્યો હતો. આ પહેલી વખત હતું જ્યારે રધરફોર્ડ IPL માં રમ્યો હતો. તેણે અત્યાર સુધી IPL માં કુલ સાત મેચ રમી છે અને 73 રન બનાવ્યા છે.

અગાઉ, તેને દિલ્હી કેપિટલ્સ દ્વારા 2018 માં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા-11 માં તેને તક મળી ન હતી. 2018 માં જ તેની વેસ્ટ ઈન્ડીઝ ટીમમાં પસંદગી થઈ હતી. તેણે બાંગ્લાદેશ સામે T20 ડેબ્યૂ કર્યું હતું. તે પોતાની રાષ્ટ્રીય ટીમ માટે અત્યાર સુધીમાં કુલ છ T20 મેચ રમી ચૂક્યો છે.

આ સમયે CPL 2021 રમી રહ્યો છે

રધરફોર્ડ હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સ તરફથી રમી રહ્યો છે. તેણે આ લીગમાં અત્યાર સુધીમાં ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે બાર્બાડોસ રોયલ્સ સામે રમાયેલી મેચમાં 43 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ પછી, તેણે ગુયાના એમેઝોન વોરિયર્સ સામે 34 બોલમાં અણનમ 58 રનની ઈનિંગ રમી અને ટીમને વિજય તરફ દોરી ગઈ. આગલી જ મેચમાં, તેણે જમૈકા તાલાવાઝ સામે ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 26 બોલમાં અણનમ 50 રનની ઈનિંગ રમીને તેની ટીમને છ વિકેટથી વિજય અપાવ્યો.

આ પણ વાંચોઃ IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનુ ટાઇટલ જીતવાનુ સપનુ આ વખતે પુરુ થશે ! વિરાટ સેનાના ઓપનરે કહી આ વાત

આ પણ વાંચોઃ INDvsENG: માન્ચેસ્ટર ટેસ્ટ રદ થવા બાદ ECBએ ICCના દરવાજા ખટખટાવ્યા, મેચ અને સિરીઝના નિર્ણય અંગે મદદ માંગી

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">