IPL 2021: ધોનીએ વિનીંગ સિક્સર લગાવતા જ સાક્ષી અને જીવા ખૂશીથી ઝૂમી ઉઠ્યા, જુઓ ધોનીના ફેમીલી ખૂશીઓની પળો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Avnish Goswami

Updated on: Oct 01, 2021 | 10:10 AM

ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) ગુરુવારે રાત્રે જબરદસ્ત વિજય નોંધાવ્યો. તેઓએ સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે હરાવ્યું અને હવે તેઓ IPL 2021 ના ​​પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની ગઇ છે.

IPL 2021: ધોનીએ વિનીંગ સિક્સર લગાવતા જ સાક્ષી અને જીવા ખૂશીથી ઝૂમી ઉઠ્યા, જુઓ ધોનીના ફેમીલી ખૂશીઓની પળો

ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમના ચાહકો માટે ગુરુવાર યાદગાર બની ગયો. ચેન્નાઈ માત્ર પ્લેઓફ માટે ક્વોલિફાય નથી થયું, પણ ચાહકોને તેમના ‘ફિનિશર ધોની’ જોવાની તક પણ મળી. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામેની મેચમાં સિક્સર ફટકારીને પોતાની ટીમને મહત્વની જીત અપાવી અને ચેન્નાઇ પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની.

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ લીગની ટોચની ટીમોમાં સામેલ છે. જોકે, ગયા વર્ષે આ ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ધોની સહિત સમગ્ર ટીમની ઘણી ટીકા થઈ હતી. જો કે, આ વખતે ટીમે તેનો પૂરો હિસાબ બરાબર કરી લીધો છે. અત્યાર સુધી, ભલે ધોનીનું બેટ લીગમાં વધારે કમાલ કરી શક્યું ન હોય, પરંતુ ગુરુવારે પોતાની જાણીતી અદામાં તેણે સિક્સર સાથે ટીમને જીત અપાવી હતી. તેના છગ્ગા પછી, સ્ટેડિયમમાં હાજર તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા ખૂશી થી ઝૂમી ઉઠ્યા હતા અને ચાહકોને તેમના થાલાના ગમતા પરિવારની ખુશીની પળો જોવા મળી.

ધોનીના છગ્ગા સાથે ઝૂમી ઉઠી સાક્ષી

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને છેલ્લા ત્રણ બોલમાં બે રનની જરૂર હતી. ધોનીએ છેલ્લી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. વિજય દરમિયાન સમગ્ર સ્ટેડિયમનું વાતાવરણ જોવા લાયક હતું. ખાસ કરીને તેની પત્ની સાક્ષી ધોની અને જીવા ધોનીના રિએક્શન. ધોનીએ વિનિંગ સિક્સ ફટકારી કે તરત જ સાક્ષી ઉભી થઈ અને તાળીઓ વગાડવા લાગી હતી.

તેની સાથે ઉભેલી જીવ પણ તેના ડેડી ને જોઈને ખૂબ જ ખુશ હતી, તે તેની માતા સાથે છગ્ગાની ઉજવણી કરતા પણ જોવા મળી હતી. સાક્ષી અને જીવા ગયા વર્ષે આઈપીએલ માટે ધોની સાથે યુએઈ ગયા ન હતા. જોકે આ વખતે તે ટીમ સાથે ત્યાં હાજર છે. ધોનીના લકી ચાર્મ પરત આવતા જ ચેન્નઈ સુપર કિંગ્સનું શાનદાર ફોર્મ પાછું આવી ગયુ છે.

જીત બાદ ધોનીએ રાહતનો શ્વાસ લીધો

કેપ્ટન ધોની પોતાની ટીમની સફળતાથી ઘણો ખુશ છે. મેચ બાદ તેણે કહ્યું, આનો (પ્લેઓફ સુધી પહોંચવાનો) ઘણો અર્થ થાય છે. કારણ કે છેલ્લી વખત મેચ બાદ મેં કહ્યું હતું કે, અમે મજબૂત રીતે પાછા આવવા માંગીએ છીએ. અમે તેની પાસેથી એક પાઠ શીખ્યા. સંપૂર્ણ ક્રેડિટ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને જાય છે. તેણે સનરાઇઝર્સ સામેની જીતનો શ્રેય બોલરોને આપ્યો, જેમણે હરીફ ટીમને સાત વિકેટે 134 રન જ બનાવવા દીધા હતા.

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીએ આપેલુ વચન પાળી બતાવ્યુ, ગત સિઝનમાં ચેન્નાઇની ટીમ શરમજનક સ્થિતીમાં હતી, એક વર્ષે વાયદો પૂરો કર્યો

આ પણ વાંચોઃ IPL 2021: પંજાબ કિંગ્સ અને KKR માટે આજે ટકી રહેવાની ટક્કર, બંને માટે જરુરી જીત માટે કેવી રીતે કરશે મુકાબલો?

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati