IPL 2021: ધોનીએ આપેલુ વચન પાળી બતાવ્યુ, ગત સિઝનમાં ચેન્નાઇની ટીમ શરમજનક સ્થિતીમાં હતી, એક વર્ષે વાયદો પૂરો કર્યો

IPL 2021 માં પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની ટીમ પ્રથમ ટીમ બની છે. આ એ જ ટીમ છે જે ગયા વર્ષે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને રહી હતી

IPL 2021: ધોનીએ આપેલુ વચન પાળી બતાવ્યુ, ગત સિઝનમાં ચેન્નાઇની ટીમ શરમજનક સ્થિતીમાં હતી, એક વર્ષે વાયદો પૂરો કર્યો
MS Dhoni-Ravindra Jadeja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 9:23 AM

ગયા વર્ષે નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ આ વખતે મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ના નેતૃત્વમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ફરી એક વખત તેના જૂના ફોર્મમાં પરત ફરી છે. ટીમે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વિજય સાથે IP 2021 પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની હતી. ધોની પોતાની ટીમના આ કમબેકથી ફુલ્યો નથી. મેચ બાદ તેણે પોતાની ટીમની ખૂબ પ્રશંસા કરી હતી.

ગયા વર્ષે યુએઈમાં રમાયેલી સિઝનમાં ચેન્નઈની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી. લીગના ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે ચેન્નઈની ટીમ આમ કરવામાં નિષ્ફળ રહી હતી. તે વખતે CSK પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને રહી હતી. જો કે, તે સ્થિતિમાં પણ ધોનીએ તેના ચાહકોને વચન આપ્યું હતું કે, તેની ટીમ આગામી સિઝનમાં પરત ફરશે. આ સિઝનની શરૂઆતથી જ ચેન્નાઈની ટીમ સારા ફોર્મ દેખાઇ અને ચાહકોને આપેલું વચન પૂર્ણ કર્યું. જે બાદ તેઓએ હવે રાહતનો શ્વાસ લીધો છે.

ધોની ટીમના પ્રદર્શનથી ખુશ છે

કેપ્ટન ધોની પોતાની ટીમની સફળતાથી ઘણો ખુશ છે. મેચ બાદ તેણે કહ્યું, આનો (પ્લેઓફ સુધી પહોંચવાનો) ઘણો અર્થ થાય છે. કારણ કે છેલ્લી વખત મેચ બાદ મેં કહ્યું હતું કે, અમે મજબૂત રીતે પાછા આવવા માંગીએ છીએ. પાછલી વખતે અમારા પક્ષમાં બહુ બધુ નહોતું, તેથી બહાના ન બનાવવાનું મહત્વનું હતું. અમે તેમાંથી એક પાઠ શીખ્યા અને આ વર્ષે અમે જે કહ્યું તે કર્યું.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આગળ કહ્ય, ખેલાડીઓએ ત્રણેય બાબતોમાં (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ) શાનદાર રમત દર્શાવી હતી. આ સિવાય, સંપૂર્ણ ક્રેડિટ સપોર્ટ સ્ટાફને પણ જાય છે. હું ચાહકો વિશે વધારે કહી શકતો નથી, તેઓ હંમેશા અમારી સાથે રહ્યા છે. અમને આનંદ છે કે અમે તેમના વિશ્વાસ પર ખરા ઉતર્યા છીએ.

ગુરુવારની મેચ વિશે વાત કરતા તેણે કહ્યું કે, આજનો ​​વિકેટ બાઉન્સ અલગ હતો. જલદી બેટ્સમેનો આ સમજી ગયા, તેઓએ સીધો ફટકારવાનો પ્રયાસ કર્યો અને સફળતા મળી. મેં બોલરોને કહ્યું કે, તેમણે પરિસ્થીતી અનુસાર બોલિંગ કરવી પડશે. તે એવી વિકેટ નહોતી કે જેના પર બોલ ઘણો ટર્ન લેતો હોય અથવા રોકાઇને આવતો હોય. બોલરોએ તેમની ગતિ અને લેંન્થ સારી રીતે બદલી. મેં મેચ પહેલા આવું જ કર્યું હતું અને તેણે પોતાની વ્યૂહરચના સારી રીતે ચલાવી હતી.

વિલિયમસને બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા

સનરાઇઝર્સના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે જો તેના બેટ્સમેનોએ જવાબદારી લીધી હોત અને સારા રન બનાવ્યા હોત તો પરિણામ અલગ હોત. વિલિયમ્સને કહ્યું, ‘અમે પૂરતા રન બનાવ્યા નહોતા. આમ છતાં, અમે મજબૂત લડત આપી. પાવરપ્લેના અંતે અમારો સ્કોર 40 રનની નજીક હતો. નીચલા મધ્યમ ક્રમના બેટ્સમેનોની મદદથી અમે સહેજ સન્માનજક સ્કોર સુધી પહોંચ્યા.

તેણે કહ્યું,’અમારે જોવું પડશે કે મેચ કેવી રીતે જીતવી. ચેન્નાઈએ સારી રમત રમી હતી પરંતુ અંતે અમે 10-15 રન પાછળ હતા. ફરીથી અમારા નામે જીત થઇ શકી નથી. જોશ હેઝલવુડે 24 રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2021: ક્યારેક ઇરફાન પઠાણ તેનો ક્રશ હતો, તે આજકાલ આઇપીએલને લઇ ધમાલ મચાવી રહી છે, જુઓ તેની ખૂબસૂરત તસ્વીરો

આ પણ વાંચોઃ Cricket: સફેદ કપડાની ક્રિકેટમાં મહિલા ક્રિકેટરોને માસિક ધર્મની ચિંતા પરેશાન કરી મુકતી હોય છે, કેવી રીતે કરે છે સમસ્યાનો સામનો?

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">