AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ઋષભ પંતની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સને 14 વર્ષનો વનવાસ પૂરો કરવાની આશા, જાણો UAE માં ટીમનુ મિશન શિડ્યૂલ

નવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ટોપની રમત દર્શાવી હતી. આ જ કારણ છે કે શ્રેયસ અય્યરની વાપસી બાદ પણ ટીમ મેનેજમેન્ટે પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

IPL 2021: ઋષભ પંતની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સને 14 વર્ષનો વનવાસ પૂરો કરવાની આશા, જાણો UAE માં ટીમનુ મિશન શિડ્યૂલ
Delhi Capitals
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:53 AM
Share

દમ હશે તો દેખાશે. ભારતીય મેદાનો પર બાકીની ટીમોની સરખામણીમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની તેનો દમ IPL 2021 માં સૌથી વધુ દર્શાવ્યો છે. નવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ના નેતૃત્વમાં દિલ્હીએ ટોચની રમત દર્શાવી હતી. શ્રેયસ અય્યરે (Shreyas Iyer) ઈજાને કારણે લીગના પહેલા ચરણમાંથી હટી ગયા બાદ પંત (Pant) ને દિલ્હી કેપિટલ્સની કમાન મળી હતી. પરંતુ, તેની કેપ્ટનશિપ હેઠળ, ટીમની રમત એવી રીતે નિખરી ગઇ કે, હવે જ્યારે બીજા તબક્કામાં શ્રેયસ અય્યરે ટીમમાં પાછો ફર્યો છે.

અય્યરના પરત ફરવા બાદ પણ દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટે પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. તે સ્પષ્ટ છે કે નવા કેપ્ટનનો પડકાર હવે વધી ગયો છે. હવે તેઓ દિલ્હીમાં 14 વર્ષના વનવાસ અને UAE માં અધૂરા મિશનને સમાપ્ત કરવાના બે પડકારનો સામનો કરે છે.

હવે તમે આશ્ચર્ય પામશો કે દિલ્હી કેપિટલ્સનો આ 14 વર્ષનો વનવાસ શું છે. UAE માં અધૂરુ મિશન શુ છે. આમ તો આ IPL ની 14 મી સીઝન છે. પરંતુ આજ સુધી દિલ્હીએ એક પણ વાર ટાઇટલ જીતવાની સ્ક્રિપ્ટ લખી નથી. આ દરમ્યાન UAE માં અધૂરું મિશન IPL 2020 ની ફાઇનલ સાથે સંબંધિત છે. ગત સિઝનની ફાઇનલમાં દિલ્હીની ટીમ સારી રીતે રમી હતી અને મુંબઇ ઇન્ડીયન્સ સામે હારી ગઇ હતી. આમ તે માત્ર એક પગલું ટાઇટલથી દૂર રહી ગઈ. આ વખતે તેની પાસે આ બંને પડકારોને પાર કરવાની સારી તક છે.

નવા કેપ્ટન, દિલ્હી કેપિટલ્સનું ગૌરવ

સૌથી સારી વાત એ છે કે, ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ ટીમ IPL 2021 ના ​​પહેલા તબક્કામાં સારું પ્રદર્શન કરી ચૂકી છે. ટીમે ભારતીય મેદાન પર પ્રથમ તબક્કામાં 8 મેચ રમી હતી. જેમાં તેણે 6 જીતી હતી અને 12 પોઇન્ટ મેળવ્યા હતા. દિલ્હીની ટીમ અત્યારે પોઈન્ટ ટેલીમાં પ્રથમ સ્થાને છે. હવે UAE માં આ ટીમે ગ્રુપ સ્ટેજ પર વધુ 6 મેચ રમવાની છે.

દિલ્હી કેપિટલ્સનું UAE શિડ્યૂલ

ચાલો UAE માં યોજાનારી દિલ્હી કેપિટલ્સ મેચોના સમયપત્રક પર એક નજર કરીએ અને આ ટીમની પ્રગતિના સમીકરણ જાણીએ. દિલ્હી કેપિટલ્સ પાસે હવે UAE માં ગ્રુપ સ્ટેજ પર વધુ 6 મેચ રમવાની છે.

  • 22 સપ્ટેમ્બર (બુધવાર): દિલ્હી vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, દુબઇ
  • 25 સપ્ટેમ્બર (શનિવાર): દિલ્હી vs રાજસ્થાન રોયલ્સ, બપોરે 3:30, અબુ ધાબી
  • 28 સપ્ટેમ્બર (મંગળવાર): દિલ્હી vs કલકત્તા નાઈટ રાઈડર્સ, બપોરે 3:30, શારજાહ
  • 02 ઓક્ટોબર (શનિવાર): દિલ્હી vs મુંબઈ ઇન્ડીયન્સ, બપોરે 3:30, શારજાહ
  • 04 ઓક્ટોબર (સોમવાર): દિલ્હી vs ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે 7:30, દુબઈ
  • 08 ઓક્ટોબર (શુક્રવાર): દિલ્હી vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, દુબઈ

જો દિલ્હી આ 6 મેચોમાંથી અડધી પણ જીતે તો તે આરામથી પ્લે ઓફમાં પહોંચી જશે. તે જ સમયે, ગ્રુપ સ્ટેજ પર ટોચ પર રહ્યા પછી પણ તેમને પ્લેઓફની ટિકિટ કાપવાની તક મળશે.

આ પણ વાંચોઃ PAK vs NZ: ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યો તો પાકિસ્તાનના ગૃહપ્રધાન લવારે ચઢ્યા, ષડયંત્ર રચ્યાનો આરોપ કરી ભારત પર દોષ ઢોળવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર વરસાવ્યા હતા, આંતકી હુમલાને યાદ કરતા કાંપી જવાય

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">