Pakistan: પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર વરસાવ્યા હતા, આંતકી હુમલાને યાદ કરતા કાંપી જવાય
લાહોર ટેસ્ટ (Lahor Test) ના ત્રીજા દિવસની રમત માટે ગદ્દાફી સ્ટેડિયમ જઇ રહેલા ક્રિકેટરોની ટીમ પર આંતકવાદીઓએ હુમલો કર્યો હતો, જે ઘટનામાં 6 સુરક્ષા કર્મીઓનો મોત નિપજ્યા હતા. જ્યારે 7 ક્રિકેટરો અને સ્ટાફ સહિત 9ને ઇજા પહોંચી હતી.
પાકિસ્તાન (Pakistan) માં આ પહેલીવાર નથી કે સુરક્ષાના સવાલો પેદા થયા હોય. પરંતુ 2009માં ક્રિકેટરો પર રીતસરની ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર આંતકીઓએ વરસાવ્યા હતા. ક્રિકેટરો પર હુમલાની એ ઘટનાને યાદ કરતા આજે પણ વિશ્વભરના ક્રિકેટ ચાહકો કાંપી ઉઠે છે. પાકિસ્તાનના પ્રવાસે પહોંચેલી શ્રીલંકન ટીમ (Sri Lanka Cricket Team) પર આંતકીઓએ હુમલો કર્યો હતો. જેમાં ક્રિકેટરો અને સપોર્ટ સ્ટાફ સહિત 9 લોકો ઇજા ગ્રસ્ત થયા હતા. ન્યુઝીલેન્ડે (New Zealand) સુરક્ષાના કારણોસર પ્રવાસ રદ કરવાને લઇને શ્રીલંકન ટીમ પર હુમલાની ઘટનાની યાદો તાજી થઇ આવી છે.
વર્ષ 2009 ના માર્ચ મહિનાની 3જી તારીખ હતી. જે ક્રિકેટ વિશ્વમાં સૌથી ભયાનક દિવસ હતો. આ દિવસે પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. બીજી ટેસ્ટ મેચ લાહોરમાં રમાઇ રહી હતી. એ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત માટે મેદાને પહોંચવાના દરમ્યાન આંતકી હુમલો થયો હતો.
શ્રીલંકન ટીમ સવારે ટેસ્ટ મેચ માટે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ જવા માટે હોટલ થી નિકળી હતી. આ દરમ્યાન રસ્તામાં સ્ટેડિયમ પહોંચતા પહેલા જ અચાનક જ ક્રિકટરો ની બસ પર ગોળીઓનો વરસાદ વરસવા લાગ્યો હતો. આટલુ જ નહી હેન્ડ ગ્રેનેડ અને રોકેટ લોન્ચર નો ઉપયોગ પણ હુમલામાં કરવામાં આવ્યો હતો. આમ શ્રીલંકન ટીમને સાક્ષાત મોતના દર્શન થઇ ચુક્યા હતા.
આંતકી હુમલામાં શ્રીલંકન ટીમના કેપ્ટન માહેલા જયવર્ધને સહિત 7 ક્રિકેટરો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 2 સપોર્ટ સ્ટાફ અને એક અંપાયરને પણ ઇજા પહોંચી હતી. ટીમની સુરક્ષા કરી રહેલા 6 પોલીસ કર્મીઓ હુમલામાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા હતા. શ્રીલંકન ટીમને જીવ બચાવવા માટે બસ ડ્રાવયરની સમયસૂચકતા કામ લાગી ગઇ હતી.
બસ ડ્રાયવરે ‘જાન’ બચાવી
શ્રીલંકન ટીમની બસના ડ્રાયવર મેહર મોહંમ્મદ ખલીલ એ પોતાની સૂઝબુઝ થી કટોકટીના સમયે બસને સ્થળ પર થી હંકારી લીધી હતી. હુમલો થવા છતા પળવારનો પણ વિલંબ કર્યા વિના બસને જેમતેમ કરીને સ્થળપર થી આગળની તરફ હંકારી હતી. ગોળીઓ અને રોકેટ લોન્ચર તેમજ ગ્રેનેડ હુમલા વચ્ચે પણ તેણે બસને ગદ્દાફી સ્ટેડિયમ તરફ દોડાવી મુકી હતી. તેણે હેમખેમ બસને સ્ટેડિયમ પહોંચાડી દીધી હતી. જ્યાં મેચ માટેના સુરક્ષા ઘેરાએ બસની સુરક્ષાનો કબ્જો સંભાળી લીધો હતો.
ક્રિકેટરોને એરલીફ્ટ કરાયા
બીજી તરફ જીવન મરણની પળોમાંથી પસાર થઇ આવેલા અને ભયભીત થયેલા ખેલાડીઓને સુરક્ષીત રીતે દૂર લઇ જવા માટે પ્રયાસ કરાયો હતો. આ માટે આર્મીના હેલિકોપ્ટરનુ મદદે આવતા મેદાનમાં ઉતારીને ખેલાડીઓને લઇને સુરક્ષીત સ્થળ માટે ક્રિકેટરોને એરલીફ્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ 10 વર્ષ સુધી કોઇ દેશે પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝ રમવાની હિંમત દર્શાવી નહોતી.