PAK vs NZ: ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યો તો પાકિસ્તાનના ગૃહપ્રધાન લવારે ચઢ્યા, ષડયંત્ર રચ્યાનો આરોપ કરી ભારત પર દોષ ઢોળવાનો પ્રયાસ

ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમે પાકિસ્તાનમાં પ્રથમ વનડે મેચ રમાય તે પહેલા જ સમગ્ર પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેમના નિર્ણયથી પાકિસ્તાન સરકાર ખૂબ નારાજ છે.

PAK vs NZ: ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યો તો પાકિસ્તાનના ગૃહપ્રધાન લવારે ચઢ્યા, ષડયંત્ર રચ્યાનો આરોપ કરી ભારત પર દોષ ઢોળવાનો પ્રયાસ
Pakistan Vs New Zealand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:34 AM

ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ (Pakistan Vs New Zealand) વચ્ચે રમાવાની હતી. રાવલપિંડીમાં રમાનારી આ મેચ સહિત સમગ્ર પ્રવાસ ન્યુઝીલેન્ડની ટીમે (New Zealand Cricket Team)સુરક્ષાના કારણોસર રદ કર્યો છે. પાકિસ્તાનની સરકાર ન્યૂઝીલેન્ડના આ નિર્ણયથી ખૂબ જ નારાજ છે. નારાજગી એ છે કે પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ અહમદે (Sheikh Rasheed Ahmad) આ સમગ્ર મામલાને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર તરીકે નામ આપ્યું છે. તો વળી તેમણે ભારતીય મીડિયા પર પાકિસ્તાનની છબી ખરાબ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ન્યુઝીલેન્ડના આ નિર્ણય સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના નવનિયુક્ત પ્રમુખ રમીઝ રાજાએ ન્યૂઝીલેન્ડ ક્રિકેટને ચેતવણી આપી હતી. કે તે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સમક્ષ ઉઠાવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ન્યુઝીલેન્ડ ક્રિકેટે સુરક્ષા એલર્ટને ટાંકીને પાકિસ્તાન પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. પીસીબીએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ ક્રિકેટે અમને જાણ કરી છે કે, તેમને ચોક્કસ સુરક્ષા એલર્ટ માટે સતર્ક કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેઓએ શ્રેણી એકતરફી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

રાશિદે ન્યૂઝીલેન્ડની ટીમ પર આકરા પ્રહાર કર્યા હતા

રાશિદે ન્યુઝીલેન્ડ પર સીધો આરોપ લગાવતા કહ્યું કે, કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, ન્યુઝીલેન્ડે એકતરફી રીતે પાકિસ્તાન પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ન્યુઝીલેન્ડ ટીમની સુરક્ષા માટે પાકિસ્તાની સેના, સુરક્ષા દળો અને 4000 પોલીસકર્મીઓને તૈનાત કર્યા હતા. પરંતુ તેમ છતાં કિવી ટીમે રમવાની ના પાડી દીધી હતી.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કિવી ટીમે પાકિસ્તાન પ્રવાસ રદ કર્યાના કલાકો બાદ અહેમદે કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડના સત્તાવાળાઓ પાસે પાકિસ્તાનમાં જોખમમાં હોવાના કોઈ નક્કર પુરાવા નથી. આ બધું ષડયંત્રના આધારે કરવામાં આવી રહ્યું છે. આ ન્યુઝીલેન્ડની સમસ્યા છે. નેશનલ ક્રાઈસીસ મેનેજમેન્ટ સેલ અને અન્ય સંસ્થાઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડ સરકારે એકપક્ષીય નિર્ણય લીધો છે.

રશીદે વધુમાં કહ્યું કે, ષડયંત્ર કરનારાઓનું નામ આપવું યોગ્ય નથી, કારણ કે તેઓએ કહ્યું કે પાકિસ્તાનના કટ્ટરર ક્રિકેટ પ્રશંસક છે જે આ રમતને પોતાના ઘરેલુ મેદાન પર જોવા ઇચ્છે છે. આ ષડયંત્ર પાકિસ્તાનની છબીને ખરાબ કરવા માટે રચવામાં આવ્યું છે. કારણ કે આ ક્ષેત્રમાં શાંતિ માટે નિભાવવામાં આવતી ભૂમિકા તેનુ કારણ બની રહી છે.

ભારત પર છબી ખરાબ કરવાનો આરોપ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાના મહિનાઓ પહેલા પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ શ્રેણીનું શિડ્યૂલ નક્કી કરવામાં આવ્યું હતું. રાશિદે કહ્યું કે, ભારતીય મીડિયા માત્ર તેમની છબી ખરાબ કરી રહ્યું છે. તેઓ ભારતની યોજનાઓને કોઈપણ કિંમતે પૂર્ણ થવા દેશે નહીં. તેમણે ખાતરી આપવાનો પ્રયાસ કર્યો કે તેમની ગુપ્તચર એજન્સીને આવા કોઈ ધમકીના સમાચાર મળ્યા નથી.

આ પણ વાંચોઃ Cricket: ન્યુઝીલેન્ડ આ પહેલા પણ સુરક્ષાના કારણોસર આ પહેલા પણ પોતાના પ્રવાસ અધવચ્ચે છોડી ચૂકી છે

આ પણ વાંચોઃ PAK vs NZ: સુરક્ષામાં પોલમપોલ બાદ ન્યુઝીલેન્ડ પર પાકિસ્તાનનો ફાટ્યો ગુસ્સો, ICCમાં ઘસડી જવાની આપી ધમકી

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">