IPL 2021 RCB vs SRH: સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ધીમી ગતીએ બેંગ્લોરનો 8 વિકેટે 149 રનનો સ્કોર, મેક્સવેલના 59 રન

આઇપીએલ 2021ની સિઝનની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહી છે.

IPL 2021 RCB vs SRH: સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ધીમી ગતીએ બેંગ્લોરનો 8 વિકેટે 149 રનનો સ્કોર, મેક્સવેલના 59 રન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 14, 2021 | 9:19 PM

આઇપીએલ 2021ની સિઝનની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહી છે. હૈદૈરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. બેંગ્લોર વતી ઓપનર તરીકે વિરાટ કોહલી (Virat Kohli) અને દેવદત્ત પડિક્કલે (Devdutt Padikkal) રમતની શરુઆત કરી હતી.

કોરોના ઝપેટ બાદ સ્વસ્થ થઈને મેદાને ઉતરેલ પડીક્કલ લાંબી રમત રમવા સફળ રહી શક્યો નહોતો. વિરાટ સેના સમયાંતરે નિયમિત વિકેટ ગુમાવતા રહેતા સ્કોર બોર્ડ પણ ધીમુ રહ્યુ હતુ. મેક્સવેલે અર્ધશતકીય રમત રમીને લડાયક સ્કોર આંકડે આરસીબીને લઈ ગયો હતો. બેંગ્લોરની ટીમે 20 ઓવરના અંતે 8 વિકેટે 149 રનનો સ્કોર કર્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

વિરાટ સેના આજે જાણે કે ધીમી પડી ગઈ હતી. જોકે અંતમાં મેક્સવેલે બાજી સંભાળતી રમત રમી હતી. તેણે આક્રમકતા અપનાવી લડાયક સ્કોર સુધી ટીમને પહોંચાડવા સફળ પ્રયાસ કરી અર્ધ શતક લગાવ્યુ હતુ. તેણે 3 છગ્ગા સાથે 41 બોલમાં 59 રનની ઈનીંગ રમી હતી. કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને પરત ફરેલા ઓપનર દેવદત્ત પડીક્કલ પણ ખાસ કંઈ રમત દર્શાવી શક્યો નહોતો. તેણે 13 બોલમાં 11 રન કરીને વિકેટ ગુમાવી હતી.

તે ત્રીજી ઓવરમાં જ ટીમના 19 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટના રુપે પરત ફર્યો હતો. વિરાટ કોહલી 29 બોલમાં 33 રન બનાવી શક્યો હતો. તેને હોલ્ડરે કેચ આઉટ કરાવ્યો હતો. વન ડાઉન રમતમાં આવેલ શાહબાઝ અહેમદ પણ 10 બોલમાં 14 રન કરીને નદીમનો શિકાર થયો હતો. આમ 47 રન પર 2 વિકેટ RCBએ ગુમાવી હતી. જોકે બાદમાં આવેલા ગ્લેન મેક્સવેલે બાજી સંભાળવા પ્રયાસ કર્યો હતો.

એબી ડી વિલિયર્સ 5 બોલ રમીને માત્ર એક જ રન બનાવવામાં સફળ રહ્યો હતો. વોશિંગ્ટન સુંદર 11 બોલમાં 8 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. ડેનિયલ ક્રિશ્વન પ્રથમ બોલ રમતા જ કેચ આપી બેઠો હતો. તેણે તેના કેચને લઈને DRSનો ઉપયોગ કર્યો હતો. આમ 16.4 ઓવરમાં 106 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. કાયલ જેમિસને 9 બોલમાં 12 અને હર્ષલ પટેલ અંતમાં અણનમ રહ્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગ

રાશિદ ખાને બોલીંગ પ્રદર્શન સારુ કર્યુ હતુ, તેણે કરકસર ભરી બોલીંગ કરી 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ પણ ઝડપી હતી. તેણે ડિવિલીયર્સ અને વોશિંગ્ટનની વિકેટ ઝડપી હતી. મેચમાં પ્રથમ વિકેટની સફળતા ભુવનેશ્વરે અપાવી હતી. તેણે 4 ઓવર કરીને 30 રન આપ્યા હતા. તેણે એક જ વિકેટ ઝડપી હતી. શાહબાઝ નદિમે 4 ઓવરમાં 36 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે 4 ઓવર કરીને 30 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ટી નટરાજને 4 ઓવરમાં 32 રન આપ્યા હતા અને એક વિકેટ મેળવી હતી.

આ પણ વાંચો: SRH VS RCB LIVE SCORE, IPL 2021: મેક્સવેલએ 5 વર્ષ બાદ આઇપીએલમાં ફટકારી અડધી સદી, હૈદરાબાદને આપ્યો 150 રનનો ટાર્ગેટ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">