IPL 2021: રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ સાથે જોડાઇ ગયો, મળી શકે છે મોટી જવાબદારી

IPL ની આગામી સિઝન માટે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમ જોઇન્ટ કરી લીધો છે. ઇજાને લઇને લાંબા સમય થી ક્રિકેટ થી દુર રહેનારા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે ટીમ સાથે જોડાઇ ચુક્યો છે.

IPL 2021: રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ સાથે જોડાઇ ગયો, મળી શકે છે મોટી જવાબદારી
Ravindra Jadeja
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 27, 2021 | 12:35 PM

IPL ની આગામી સિઝન માટે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમ જોઇન્ટ કરી લીધો છે. ઇજાને લઇને લાંબા સમય થી ક્રિકેટ થી દુર રહેનારા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે ટીમ સાથે જોડાઇ ચુક્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન રવિન્દ્ર જાડેજા ને અંગૂઠામાં ઇજા પહોચીં હતી, જેને લઇને લાંબા સમય થી મેદાનની બહાર હતો. તેણે ઇંગ્લેંડ (England) સામેની ત્રણેય ફોર્મેટની સિરીઝને પણ ગુમાવવી પડી હતી. જોકે હાલમાં સ્વસ્થ થયેલા જાડેજા મુંબઇમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કેમ્પમાં જોડાઇ ચુક્યો છે, જ્યાં તે 7 દિવસ માટે સાઉથ મુંબઇની હોટલમાં ક્વોરન્ટાઇન રહેશે.

મુંબઇમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કેમ્પને જોઇન્ટ કરતા અગાઉ રવિન્દ્ર જાડેજા બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં પ્રેકટીસ કરી રહયો હતો. CSK ના CEO કાશી વિશ્વનાથન મુજબ જાડેજા સારા ટચમાં જોવા મળ્યો હતો અને તે પોતાની પ્રથમ ગેમ રમવાને લઇને આશ્વત છે.

CSK ના વાઇસ કેપ્ટન કોણ ? જોકે IPL 2021 ની શરુઆત પહેલા જ ચેન્નાઇ સુપર કિંગ્સની સામે સૌથી મોટો સવાલ ટીમના વાઇસ કેપ્ટનને લઇને છે. સુરેશ રૈના જે IPL ની પ્રથમ સિઝનથી ટીમનો વાઇસ કેપ્ટન તરીકેને ભૂમિકા નિભાવતો આવ્યો છે. જેના નામ પર હજુ સુધી ફેન્ચાઇઝીએ મહોર લગાવી નથી. આામાં તર્ક લગાવવામા આવી રહ્યા છે કે, રવિન્દ્ર જાડેજા CSK ના નવા વાઇસ કેપ્ટન બની શકે છે. ચેન્નાઇના CEO કાશી વિશ્વનાથન મુજબ રૈના ને હજુ તેમની જૂની પોઝિશન અપાઇ નથી. ટુર્નામેન્ટ જ્યારે નજીક આવશે ત્યારે અમે વાઇસ કેપ્ટનના નામની ઘોષણા કરી દઇશુ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

એપ્રિલની 10 મી થી CSK અભિયાન સ્ટાર્ટ ચેન્નાઇ સુપર કિંગ્સની IPL 2021 ની શરુઆત 10 એપ્રિલ થી થનારી છે. દિલ્હી કેપિટલ્સ સાથે તેમનો પ્રથમ મુકાબલાનો સામનો થશે. જે મેચ મુંબઇની વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છે. પ્રથમ 4 મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ મુંબઇમાં જ રમશે. ત્યાર બાદ 4 મેચ દિલ્હીમાં રમશે અને બાકીની 3 મેચ બેંગ્લોંરમાં રમવાની છે. અંતમાં કલકત્તામાં 2 મેચ રમીને ટીમ ગૃપ સ્ટેજનો અંત કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">