AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 Purple Cap: હર્ષલ પટેલના નામની આઇપીએલમાં ધૂમ મચી છે, ચેન્નાઇના ખેલાડીનો રેકોર્ડ તોડવાની તૈયારી

IPL રમનાર દરેક બોલર તેના માથા પર પર્પલ કેપ (Purple Cap) પહેરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે બોલરો માટે પર્પલ કેપ આ લીગનું સૌથી મોટું ટાઇટલ છે.

IPL 2021 Purple Cap: હર્ષલ પટેલના નામની આઇપીએલમાં ધૂમ મચી છે, ચેન્નાઇના ખેલાડીનો રેકોર્ડ તોડવાની તૈયારી
Virat Kohli-Harshal Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 9:51 AM
Share

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2021) હવે તેના રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. પ્લેઓફ માટે ચાર ટીમો મળી છે અને હવે સોમવારે પ્લેઓફની પ્રથમ મેચ રમાશે. આજે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં RCB એ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. બીજી મેચમાં મુંબઈ ઈન્ડીયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આ મેચ બાદ પ્લેઓફની તસવીરો સંપૂર્ણપણે સાફ થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે.

ચેમ્પિયન બનવાની લડાઈ સિવાય આ ટુર્નામેન્ટમાં બીજી લડાઈ ચાલી રહી છે. આ લડાઈ આ સિઝનના શ્રેષ્ઠ બોલર બનવાની છે. લીગમાં રમી રહેલા બોલરો તેમના શાનદાર પ્રદર્શનથી પોતાની ટીમને જીત અપાવી રહ્યા છે, સાથે જ તેમની નજર પણ પર્પલ કેપ (Purple Cap) પર સ્થિર છે. હાલમાં આ યાદીમાં RCB ના હર્ષલ પટેલ (Harshal Patel) મોખરે છે. તેણે આ સિઝનમાં તેના નામે હેટ્રિક પણ નોંધાવી છે.

આ સિઝનમાં હર્ષલ પટેલની વિકેટની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. આ સાથે તે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. હર્ષલની નજર હવે CSK ના ડ્વેન બ્રાવોના રેકોર્ડ પર છે. IPL ની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બ્રાવોના નામે છે. તેણે એક સિઝનમાં 32 વિકેટ લીધી છે. તે પછી દિલ્હી કેપિટલ્સના કાગીસો રબાડા છે, જેમણે એક સિઝનમાં 30 વિકેટ પોતાના નામે કરી છે. હર્ષલ પછી દિલ્હી કેપિટલ્સના આવેશ ખાન બીજા નંબરે છે. જોકે, તેની અને હર્ષલ વચ્ચે વિકેટનો તફાવત ઘણો વધારે છે.

આ કેપ કોને મળે છે

IPL રમનાર દરેક બોલર તેના માથા પર પર્પલ કેપ પહેરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે બોલરો માટે પર્પલ કેપ આ લીગનું સૌથી મોટું ટાઇટલ છે. જે બોલરના માથા પર આ કેપ શોભે છે, તે બોલર માટે એ સિઝન હિટ માનવામાં આવે છે. એટલા માટે જ દરેક બોલર પોતાની તમામ તાકાત લગાવીને આ કેપને પોતાના નામે કરવા માંગે છે. સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને અંતે આ કેપ મળે છે. વળી, તેના હક્કદારો વચ્ચે વચ્ચે બદલાતા રહે છે. મેચ-બાય-મેચ પર્પલ કેપ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોના માથાને સજાવે છે. પરંતુ ટુર્નામેન્ટના અંતે, તેને જ તે મળે છે, જેણે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય છે.

આ છે પર્પલ કેપ માટેના ટોચના 5 દાવેદારો

1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 14 મેચ, 30 વિકેટ 2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 14 મેચ, 22 વિકેટ 3. જસપ્રિત બુમરાહ (મુંબઈ ઇન્ડિયન્સ) – 14 મેચ, 21 વિકેટ 4. મોહમ્મદ શામી (પંજાબ કિંગ્સ) – 14 મેચ, 19 વિકેટ 5. રાશિદ ખાન (SRH) – 14 મેચ, 18 વિકેટ

આ પણ વાંચોઃ IPL 2021, RCB vs DC: દિલ્હી સામે બેંગ્લોરે અંતિમ બોલે છગ્ગો ફટકારી 7 વિકેટે મેળવી રોમાંચક જીત, શ્રીકર અને મેક્સવેલની ફીફટી

આ પણ વાંચોઃ IPL 2021: ટીમ ઇન્ડીયાને T20 વિશ્વકપ પહેલા રાહત, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવનુ ફોર્મ પરત ફર્યુ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">