IPL 2021, PBKS vs RR: પંજાબ કિંગ્સનો હાથમા આવેલો કોળિયો કાર્તિક ત્યાગીએ છીનવી લીધો, 2 રને રાજસ્થાન રોયલ્સની રોમાંચક જીત

પંજાબ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Punjab Kings vs Rajasthan Royals) વચ્ચે રમાઇ મેચ રમાઇ હતી. પંજાબે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરીને રન ચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. જોકે પંજાબની ટીમ અંતે રન ચેઝ કરવાથી નિષ્ફળ રહી હતી.

IPL 2021, PBKS vs RR: પંજાબ કિંગ્સનો હાથમા આવેલો કોળિયો કાર્તિક ત્યાગીએ છીનવી લીધો, 2 રને રાજસ્થાન રોયલ્સની રોમાંચક જીત
Kartik Tyagi-Punjab vs Rajasthan

પંજાબ સુપર કિંગ્સ (Punjab Kings) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે IPL 2021 ની 32 મી મેચ રમાઇ હતી. દુબઇમાં રમાયેલી મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પંજાબ કિંગ્સે 20 ઓવરના અંતે રાજસ્થાનની ટીમ 185 રને ઓલઆઉટ થઇ હતી. અર્શદિપ સિંહે (Arshdeep Singh) શાનદાર 5 વિકેટ ઝડપી હતી. જવાબમાં પંજાબે 20 ઓવરના અંતે 183 રન 4 વિકેટ કર્યા હતા. આમ 2 રને રાજસ્થાનનો વિજય થયો હતો.

 

પંજાબ કિંગ્સની બેટીંગ ઇનીંગ

અંતમાં રોમાંચક બનેલી મેચમાં હાથમાં રહેલી બાજી પંજાબની ટીમે અંતિમ ઓવરમાં ગુમાવી હતી. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે (Mayank Agarwal) જબરદસ્ત રમત રમી હતી. બંને એ રાજસ્થાનના પડકારને પહોંચવા માટે જબરદસ્ત શરુઆત ટીમને આપી હતી. 120 રનની ભાગીદારી રમત બંનેએ રમીને ટાર્ગેટ સુધી પહોંચવાનો પાયો નાંખ્યો હતો. કેપ્ટન રાહુલે 33 બોલમાં 49 રનની ઇનીંગ રમી હતી. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. મયંક અગ્રવાલે 43 બોલનો સામનો કરીને 67 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા.

માર્કરમ અને પૂરને જીત માટે ટીમનુ બાકીનુ કામ પોતાના બેટથી પુરુ કર્યુ હતુ. બંને એ અર્ધશતકીય પાર્ટનીશિપ કરી હતી. જોકે અંતિમ ઓવરમાં નિકોલસ પૂરન વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 22 બોલમાં 32 રન કર્યા હતા. એડન માર્કરમ 22 બોલમાં 32 રન કરીને અણનમ રહ્યો હતો. અંતિમ ઓવરમાં 4 રનની જરુર હતી. પરંતુ પૂરન અને બાદમાં દિપક હુડ્ડાની વિકેટે પંજાબની ખુશીઓને નિરાશામાં પલ્ટી દેતા 2 રને હારનો સહન કરવી પડી હતી.

 

રાજસ્થાન રોયલ્સની બોલીંગ

સિઝનનો મોંઘોદાટ ખેલ ક્રિસ મોરીસે 2 ઓવરમાં 31 રન લુટાવ્યા હતા. તે વિકેટ તો મેળવી શક્યો નહોતો પરંતુ 31 રન ગુમાવ્યા હતા. કાર્તિક ત્યાગી (Kartik Tyagi) એ 2 વિકેટ ઝડપી હતી. તેની આ વિકેટોએ મેચને રોમાંચક સ્થિતીમાં લાવી દીધી હતી. અંતિમ ઓવરમાં 2 વિકેટ ઝડપીને અંતિમ બોલ નિર્ણાયક બન્યો હતો. ચેતન સાકરિયા એ એક વિકેટ મેળવી હતી. જ્યારે રાહુલ તેવટીયાએ પણ એક વિકેટ મેળવી હતી. રાજસ્થાનના બોલરોએ વિકેટ મેળવવા માટે આજે તરસવુ પડ્યુ હતુ.

 

રાજસ્થાન રોયલ્સની બેટીંગ ઇનીંગ

સંજૂ સેમસન (Sanju Samson) ની આગેવાની ધરાવતી રાજસ્થાનની ટીમે સારી શરુઆત કરી હતી. તેના ઓપનરોએ પંજાબના બોલરોને પરેશાન કરી મુક્યા હતા. એવિન લેવિસ અને યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) શાનદાર રમત સાથે ટીમની ઇનીંગને સારી શરુઆત અપાવી હતી. બંને વચ્ચે 54 રનની ભાગીદારી રમત રમાઇ હતી. છઠ્ઠી ઓવરમાં લેવિસ 21 બોલમાં 36 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો. યશસ્વી જયસ્વાલ 1 રન માટે અર્ધશતક ચૂક્યો હતો. તેણે 2 સિક્સર અને 6 ચોગ્ગા સાથે 49 રનની ઇનીંગ 36 બોલનો સામનો કરીને રમી હતી.

 

કેપ્ટન સંજૂ સેમસન રમતમાં આવતા જ ઝડપ થી પેવેલિયન પરત ફર્યો હતો. તે 5 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોન ઇનફોર્મ બેટ્સમેન હોઇ તેની પાસે ટીમને અપેક્ષા હતી. તેણે જોકે 1 છગ્ગો અને 2 ચોગ્ગા સાથે 17 બોલમાં 25 રન કર્યા હતા.

 

રિયાન પરાગે 5 બોલમાં ચાર રન કર્યા હતા. મહિપાલ લોમરોર એ 17 બોલમાં 43 રનની ઝડપી ઇનીંગ રમી હતી. તેણે 4 છગ્ગા લગાવ્યા હતા. રાહુલ તેવટીયા 2 અને ક્રિસ મોરિસ 5 રન કરીને આઉટ થયા હતા. ચેતન સાકરિયાએ એક ચોગ્ગા સાથે 7 રન બનાવીને વિકેટ ગુમાવી હતી.

 

પંજાબ કિંગ્સ બોલીંગ ઇનીંગ

અર્શદિપ સિંહે રાજસ્થાન રોયલ્સની શરુઆતની એક્સ્પ્રેસ ગતીને આગળ વધતી અટકાવી દીધી હતી. તેણે તેની પ્રથમ 2 ઓવર દરમ્યાન જ 3 વિકેટ ઝડપી હતી. અર્શદિપ સિહે 5 વિકેટ ઝડપી હતી. ઝડપી અને અનુભવી બોલર મોહંમ્મદ શામીએ 3 વિકેટ મેળવી હતી. તેણે ખૂબ જ કસીને બોલીંગ કરી હતી. ઇશાન પોરેલ એક વિકેટ ઝડપી હતી. જ્યારે હરપ્રિત બ્રાર પણ એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. દિપક હુડ્ડા ખૂબ જ ખર્ચાળ રહ્યો હતો. તે વિકેટ મેળવી શક્યો નહોતો અને 18.50 ની ઇકોનોમી થી 2 ઓવરમાં 37 રન ગુમાવ્યા હતા.

 

આ પણ વાંચોઃ Cricket: કૃણાલ પંડ્યાની પત્નિ પંખૂરી શર્મા એ દર્દ ભરી પોતાની કહાની લખી શેર કરી, એક વિડીયો પણ શેર કર્યો, જુઓ

 

આ પણ વાંચોઃ IPL 2021: વિરેન્દ્ર સહેવાગે આ ટીમને ઝાટકતા કહ્યુ, બેબી ના ડાયપર બદલવા કરતા વધારે ઝડપે તો પ્લેયીંગ ઇલેવન બદલાય છે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati