AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: વિરેન્દ્ર સહેવાગે આ ટીમને ઝાટકતા કહ્યુ, બેબી ના ડાયપર બદલવા કરતા વધારે ઝડપે તો પ્લેયીંગ ઇલેવન બદલાય છે

ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) ખૂબ જ તીખૂ અને મોટુ નિવેદન આપ્યુ છે. તેમનુ આ નિવેદન પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની પ્લેયીંગ ઇલેવન (Playing XI) ને લઇને છે.

IPL 2021: વિરેન્દ્ર સહેવાગે આ ટીમને ઝાટકતા કહ્યુ, બેબી ના ડાયપર બદલવા કરતા વધારે ઝડપે તો પ્લેયીંગ ઇલેવન બદલાય છે
Virender Sehwag
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:58 PM
Share

ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Punjab Kings vs Rajasthan Royals), વચ્ચેની મેચ ને લઇને તીખું નિવેદન આપ્યું છે. તેમનું નિવેદન બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન (Playing XI) વિશે છે. મીડિયા રિપોર્ટ્સનુસાર સહેવાગે પોતાની ભૂતપૂર્વ ટીમ પંજાબ કિંગ્સ વિશે આકરુ નિવેદન આપ્યું છે, જે ટીમના તે કોચ રહી ચૂક્યા છે. પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવન પર આકરા પ્રહાર કરતા સેહવાગે કહ્યું કે, બાળકોના ડાયપર પણ એટલી ઝડપથી બદલાતા નથી, તેટલી ઝડપથી તેઓ તેમની પ્લેઇંગ ઇલેવન બદલતા રહે છે.

ટીમ ઇન્ડીયાના ભૂતપૂર્વ ઓપનરે કહ્યું કે, પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવનની આગાહી કરવી સૌથી મુશ્કેલ છે. તેણે પ્રથમ 7 મેચમાં ઘણી વખત પોતાની બોલિંગ બદલી છે. તે શું રમશે, કોની સાથે મેદાન પર ઉતરશે તેના વિશે પંજાબ કિંગ્સને આ માટે જજ કરવુ એ મોટો પડકાર છે. પરંતુ હું હજી પણ ઈચ્છું છું કે તે તેની મજબૂત બોલિંગ લાઈન-અપ સાથે મેદાનમાં આવે.

આગળ કહ્યુ, જો તેમની બેટિંગ ચાલી કે જેમાં ગેઈલ, રાહુલ, અગ્રવાલ, પુરન જેવા સ્ટાર્સ હોય, તો તેમની જીત નિશ્ચિત છે. આમ તેમની બેટિંગ મજબૂત છે, બોલિંગ મજબૂત હવે રાખવી જરુરી છે. જો તે વિદેશી ઝડપી બોલર સાથે જવા માંગે છે, તો તે ક્રિસ જોર્ડનને લઇને ઉતરી શકે છે, જે ડેથ ઓવરમાં રન પર લગામ લગાવી શકે છે.

આટલી ઝડપે તો બાળકોના ડાયપર નથી બદલતા

પંજાબના પૂર્વ કોચ સેહવાગે રાજસ્થાન રોયલ્સ વિશે કહ્યું કે, હું માનું છું કે આ ટીમ વધુ સંતુલિત છે. પંજાબ કિંગ્સ તેમની પ્લેઇંગ ઇલેવન ખૂબ બદલતી રહે છે. પરંતુ રાજસ્થાનમાં આવું નથી. જો કે, આ વખતે તેની પાસે ઘણા ટોચના ખેલાડીઓ નથી. તેથી તે ફેરફાર કરતા જોવા મળે. રાજસ્થાનની ટીમ તેના ખેલાડીઓને બદલતા પહેલા, તેમને સાબિત કરવા માટે 2-3 મેચ આપે છે. પરંતુ પંજાબ કિંગ્સ દર 1 કે 2 મેચ બાદ બદલી દે છે. આટલી ઝડપ થી તો બેબીના ડાયપર પણ નથી બદલતા, જેટલી ઝડપ થી પંજાબ કિંગ્સ પોતાની પ્લેયીંગ ઇલેવનમાં પરિવર્તન કરતી રહી છે.

આ પણ વાંચોઃ Cricket: લો બોલો ! ક્રિકેટના મેદાનમાં અચાનક હેલિકોપ્ટરે લેન્ડ કરતા ક્રિકેટ મેચને રોકી દેવી પડી, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન પોલીસનો બિરીયાની ઝાપટવામાં પણ રેકોર્ડ, ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષા દરમ્યાન 27 લાખની બિરીયાની ખાઇ જતાં વિવાદ

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">