IPL 2021, KKR vs PBKS: કેએલ રાહુલની કેપ્ટન ઇનીંગ રમત વડે પંજાબ કિંગ્સનો શાનદાર વિજય, પંજાબ ની પ્લેઓફની આશા જીવંત

પંજાબ કિંગ્સ (Punjab Kings) એ કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ને હરાવીને તેની પ્લેઓફની આશાને જીવંત કરી દીધી હતી.

IPL 2021, KKR vs PBKS: કેએલ રાહુલની કેપ્ટન ઇનીંગ રમત વડે પંજાબ કિંગ્સનો શાનદાર વિજય, પંજાબ ની પ્લેઓફની આશા જીવંત
KL Rahul-Mayank Agarwal

IPL 2021 ની 45 મી મેચ રમાઇ હતી. દુબઇમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઇ હતી. પંજાબે કલકત્તાને વિકેટ થી હાર આપી હતી. પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ઇયોન મોર્ગન (Eoin Morgan) ની ટીમ કોલકાતાએ 20 ઓવરના અંતે 165 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં પંજાબે 19.3 ઓવરમાં 5 વિકેટે 168 રન કરીને જીત મેળવી હતી.

પંજાબ કિંગ્સ બેટીંગ

રાહુલ અને તેની ટીમે આજે કરો અને મરોની સ્થિતીનુ પ્રદર્શન કરી દર્શાવ્યુ હતુ. કેપ્ટન કેએલ રાહુલે અર્ધશતક જમાવ્યુ હતુ. તે અંતિમ ઓવર સુધી પિચ પર રહીને 55 બોલમાં 67 રન બનાવ્યા હતા. જોકે તે અંતિમ ઓવરમાં ઐય્યરનો શિકાર થયો હતો. રાહુલ અને મયંક અગ્રવાલની જોડીએ 70 રનની પાર્ટનરશીપ કરી હતી. મયંક 27 બોલમાં 40 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 3 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા હતા. તે ચક્રવર્તીના સ્પિન બોલની જાળમાં ઝડપાઇ ગયો હતો.

નિકોલસ પૂરન 7 બોલમાં 12 રન એક છગ્ગા સાથે કર્યા હતા. તે પણ વરુણ ચક્રવર્તીના ચક્કરમાં ફસાયો હતો. એઇડન માર્કરમ 16 બોલમાં 18 રન કરીને આઉટ થયો હતો. તે સુનિલ નરેનના બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. એક સમયે પંજાબ માટે એકતરફી થઇ રહેલી મેચમાં એક બાદ એક વિકેટ પડવા લાગતા મેચ રોમાંચક સ્થિતીમાં પહોંચી હતી. આ દરમ્યાન જ દિપક હુડ્ડાએ પણ માત્ર 3 રન કરીને વિકેટ ગુમાવી દીધી હતી. આમ જીતની નજીક આવતા જ વધુ એક વિકેટ ગુમાવી હતી. શાહરુખે 16 રન કરી અણનમ રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ બોલીંગ

વરુણ ચક્રવર્તીએ તેના તરફ થી પુરો પ્રયાસ કરી લીધો હતો. તેણે ઓપનીંગ જોડીને તોડી હતી. તેના બાદ બીજી વિકેટ પણ ઝડપી લીધી હતી. પરંતુ બાકીનુ કામ પુરુ કરવા માટે અન્ય બોલરો વિકેટ શોધવામાં નબળા પડી રહ્યા હતા. વરુણે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ મેળવી હતી. સુનિલ નરેને 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. વેંકટેશ ઐય્યરે બેટથી યોગદાન આપ્યા બાદ બોલીંગમાં પણ એક વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. નિતીશ રાણાએ 1 ઓવરમાં 7 રન આપ્યા હતા. શિવમ માવીએ 4 ઓવરમાં 31 રન આપી એક વિકેટ મેળવી હતી.

 

કોલકાતા નાઇટ રાઇડર્સ બેટીંગ

 

વેંકટેશન ઐય્યરે ફરી એકવાર જબરદસ્ત બેટીંગ કરી હતી. તેણે શરુઆતથી જ પોતાના અંદાજ મુજબ બેટીંગ કરી અર્ધશતક લગાવ્યુ હતુ. જોકે તેનો સાથી ઓપનર શુભમન ગિલ માત્ર 7 જ રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. તેમે 7 બોલમાં 1 ચોગ્ગો લગાવીને વિકેટ ગુમાવી હતી. અર્શદિપ સિંહના બોલ પર તે બોલ્ડ થયો હતો. આમ 18 રનના સ્કોર પર જ કોલકાતાએ તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યાર બાદ ઐય્યર અને રાહુલ ત્રિપાઠીએ મળીને 72 રનની ભાગીદારી રમત રમી હતી.

રાહુલ ત્રિપાઠીએ 26 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવીને 34 રનનુ યોગદાન આપ્યુ હતુ. ત્યાર બાદ નિતીશ રાણા મેદાને આવ્યો હતો. રાણા સાથે 30 રનની ભાગીદારી રમત રમીને ઐય્યર આઉટ થયો હતો. ઐય્યર 67 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 49 બોલમાં 67 રન કર્યા હતા. ઇયોન મોર્ગન 2 બોલમાં 2 રન કરી એલબીડબલ્યુ આઉટ થયો હતો.

નિતીશ રાણા 18 બોલમાં 34 રન કરીને આઉટ થયો હતો. તેણે 2 છગ્ગા લગાવ્યા હતા. ડેબ્યૂટન્ટ ટિમ સિફર્ટ 4 બોલમાં 2 રન કરીને રન આઉટ થયો હતો. તેને શામીએ ડાયરેક્ટ હિટ રન આઉટ કર્યો હતો. દિનેશ કાર્તિક અંતિમ બોલે ક્લીન બોલ્ડ થયો હતો. તેણે 11 રન કર્યા હતા. સુનિલ નરેને અણનમ 4 રન કર્યા હતા.

પંજાબ કિંગ્સ બોલીંગ

 

અર્શદિપ સિંહે ઓપનીંગ જોડીને ઇનીંગની ત્રીજી ઓવરમાં જ તોડી દીધી હતી. 18 રનના સ્કોર પર જ કોલકાતાને ઝટકો આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ પંજાબના બોલરો વિકેટ શોધતા જ રહી ગયા હતા. અર્શદિપે 3 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ જોકે ત્રિપાઠી અને બાદમાં ઐય્યરની વિકેટ ઝડપીને પંજાબને રાહત અપાવી હતી. રવિએ 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ફાબિયન એલને 4 ઓવરમાં 38 રન ગુમાવ્યા હતા. મોહંમદ શામીએ 4 ઓવરમાં 23 રન આપી 1 વિકેટ મેળવી હતી. નાથન એલિસે 4 ઓવરમાં 46 રન આપ્યા હતા.

 

આ પણ વાંચોઃ Cricket: ગજબ ! 13 બોલમાં જ 72 રન ઝૂડી નાંખ્યા, છગ્ગા વરસાવીને 8 ઓવર મેચ જીતી લીધી

આ પણ વાંચોઃ Cricket: MCC ના અધ્યક્ષ પદે પ્રથમવાર મહિલા અધ્યક્ષ, ઇંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન પદ માટે પસંદ કરાઇ, 234 વર્ષમં પ્રથમ વાર થયુ આમ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati