AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: KKRને કેપ્ટનના નિર્ણયથી રાહત, બાકીની મેચોમાં કેપ્ટનશીપ નિભાવવા હા ભણી

IPL 2021ની બાકીની મેચો માટે KKRની ટીમ માટે કેપ્ટનશીપને લઈને ચિંતાનો વિષય હતો. પરંતુ હવે કેપ્ટન તરીકેને જવાબદારી નિભાવવા ઈયોન મોર્ગને રાહતના સમાચાર આપ્યા છે.

IPL 2021: KKRને કેપ્ટનના નિર્ણયથી રાહત, બાકીની મેચોમાં કેપ્ટનશીપ નિભાવવા હા ભણી
Eoin Moragan with KKR Team
| Updated on: Aug 04, 2021 | 11:32 PM
Share

IPL 2021ની બાકી મેચોનું આયોજન આ વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં યુએઈમાં થનાર છે. પરંતુ આ પહેલા કલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) માટે એક મોટી ખુશખબર સામે આવી છે. તેના કેપ્ટન ઈયોન મોર્ગને (Eoin Morgan) લીગની બાકી રહેલી મેચમાં રમવાની હા ભણી દીધી છે. સ્વાભાવિક છે કે ઈયોન મોર્ગનના આ નિર્ણય બાદ KKRના માટે કેપ્ટનશીપની ચિંતા પણ દૂર થઈ ચુકી છે. ઈયોન મોર્ગન કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના રેગ્યુલર કેપ્ટન છે. જોકે તેણે લીગની બાકી રહેલી મેચોમાં રમવા માટેનો નિર્ણય ઈંગ્લેન્ડ ટીમનો બાંગ્લાદેશ સામેનો પ્રવાસ ટળવા બાદ કર્યો છે.

આ પહેલા એવા સમાચાર હતા કે IPL 2021ની બાકી રહેલી મેચોમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓ સામેલ નહીં થઈ શકે. તેઓ તેમાં પ્રદર્શન કરતા જોવા નહીં મળી શકે. જોકે બાંગ્લાદેશનો તેમનો પ્રવાસ 2023 સુધી ટાળવામાં આવ્યો છે. બાદમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓનો હવે IPL 2021માં રમવા માટેનો રસ્તો સાફ થઈ ચુક્યો છે. ઈયોન મોર્ગને પોતાની ઉપસ્થિતી પર મહોર લગાવીને કલકત્તા નાઈટ રાઈડર્સને વધારે મજબૂત કરવા પ્રયાસ કર્યો છે.

ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ બોર્ડે સહમતિથી ટાળ્યો પ્રવાસ

ઈંગ્લેન્ડે 3 વન ડે અને 3 ટી20ની સિરીઝ રમવા માટે આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બાંગ્લાદેશનો પ્રવાસ ખેડવાનો હતો. પરંતુ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મંગળવારે નિવેદન જાહેર કર્યુ હતુ. જેમાં બતાવાયુ હતુ કે તે આ પ્રવાસ માર્ચ 2023 સુધી સ્થગીત કરે છે. IPLની શરુઆત 19 સપ્ટેમ્બરથી થનાર છે.

IPL 2021ની બાકી મેચમાં રમવા માટે મોર્ગનની હા

ઈયોન મોર્ગને IPL 2021માં રમવા માટે હા કહી છે. તેણે કહ્યું હતુ કે તે કેપ્ટનના રુપમાં IPLની આગળની મેચોમાં કલકત્તા નાઈટ રાઈડર્સની આગેવાની સંભાળવા ઈચ્છે છે. જ્યારે બીજા ઈંગ્લેન્ડના પ્લેયર્સ માટે IPLમાં ભાગ લેવાને લઈને કહ્યુ હતુ કે તે સૌનો વ્યક્તિગત નિર્ણય રહેશે.

મોર્ગને કહ્યું કે આ દરેક ખેલાડીના પોતાના નિર્ણય પર નિર્ભર કરે છે કે તે IPL રમવા ઈચ્છે છે કે નહીં. T20 વિશ્વકપ પહેલા અમારા માટે IPL રમવી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. પરંતુ તે ખેલાડીઓ પર નિર્ભર કરે છે કે તેઓ T20 વિશ્વકપ પહેલા આરામ ઈચ્છે છે કે પછી UAEમાં IPL રમીને પોતાની તૈયારીઓને વધારે સારી બનાવવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ભારતીય બોલરોના આક્રમણ સામે ઇંગ્લેન્ડ 184 પર સમેટાયુ, જો રુટની ફીફટી, બુમરાહની 4 વિકેટ

આ પણ વાંચોઃ Tokyo Olympic: નીરજ ચોપડાએ એ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો, જેમણે કહ્યું હતુ મને હરાવવો મુશ્કેલ છે

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">