AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ધોનીની ટીમે ગઇ સિઝનમાં UAE માં ધબડકો સર્જ્યો હતો, આ વખતે બીજા નંબર પર રહેલી CSK દમ લગાવી દેશે, જાણો શિડ્યૂલ

IPL 2021 ના ​​પ્રથમ તબક્કામાં ભારતીય મેદાન પર પીળી જર્સી સાથે ટીમનો જાદુ છવાયો હતો. ધોની (Dhoni) ની ટીમની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. હવે UAE ની ધરતી પર પણ આ જ સફળતા જાળવી રાખવાની આશા છે.

IPL 2021: ધોનીની ટીમે ગઇ સિઝનમાં UAE માં ધબડકો સર્જ્યો હતો, આ વખતે બીજા નંબર પર રહેલી CSK દમ લગાવી દેશે, જાણો શિડ્યૂલ
MS Dhoni With CSK Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 12:48 PM
Share

IPL 2021 ના ​​બીજા તબક્કાનો શંખનાદ થવાની તૈયારીઓ જ છે. કોરોનાનુ ગ્રહણ કહો, અથવા એ બહાના પર વિરામ ત્યાર બાદ હવે ફરી એકવાર બધી ટીમો તૈયાર છે. દરેક ટીમો ટાઇટલ જીતવા માટે આતુર છે. ચેન્નઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) પણ તૈયારી કરી લીધી છે. IPL 2021 ના ​​પ્રથમ તબક્કામાં, ભારતીય મેદાનો પર, પીળી જર્સી સાથે આ ટીમનો જાદુ જબરદસ્ત છવાયો હતો. ધોની (MS Dhoni) ની ટીમની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. હવે તે આશા UAE ની ધરતી પર પણ આ જ સફળતા જાળવી રાખવાની છે.

જો કે, આગળ જતાં પહેલાં, ફક્ત યુએઈમાં રમાયેલી IPL 2020 માં CSK નું પ્રદર્શન યાદ રાખવુ જરુરી છે. કંઈક યાદ આવ્યું હશે, ચેન્નાઈ ટીમની ચમક ગુમાવવાની વાત. ધોનીનો મિડાસ ટચ ગુમાવવો. આ બધાથી ઉપર આઇપીએલ ચેમ્પિયન ટીમનો ઇતિહાસમાં પ્રથમ વખત પ્લે ઓફમાં પ્રવેશથઇ શક્યો નહોતો. IPL 2020 માં UAE ની ધરતી પર ધોની અને કંપની સાથે બધું થયું. પ્રદર્શનની દ્રષ્ટીએ એટલી નબળી ટીમ રહી હતી કે તેણે ગ્રુપ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચું સ્થાન મળ્યું હતુ. એટલે કે, 8 ટીમોમાં 8 મો નંબર.

ખેર, કહેવાય છે ને કે ઉપરવાળો દરેકને તેમની ભૂલ સુધારવાની તક આપે છે. હવે કોરોના માનીલો અથવા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીનું ભાગ્ય છે કે, તેમને આ તક જલ્દી મળી ગઇ. IPL 2021 નો અડધો ભાગ યુએઈમાં સ્થાનાંતરિત કરવો એ ધોની માટે ચાલીને આવેલી તક સમાન છે જેનો હવે તેણે લાભ ઉઠાવવો પડશે. તેના માટે બતાવી દેવાની તક આવી છે કે તે હજુ સુધી ચૂક્યા નથી. યુએઈમાં આઈપીએલ 2021 નો ભાગ-2 ધોની માટે ગત સિઝનમાં રંગ જમાવીને ગઇ સિઝનની પરિસ્થીતી અને દામન પર લાગેલા દાગને ધોઇ નાંખવાના શાનદાર અવસર છે.

IPL 2021 માં ભારતીય મેદાન પર CSK નું પ્રદર્શન

ભારતમાં આયોજિત IPL 2021 ના ​​પહેલા ભાગ બાદ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. યલો જર્સીવાળી આ ટીમે પ્રથમ તબક્કામાં 7 મેચ રમી અને 5 જીત સાથે 10 પોઈન્ટ મેળવ્યા. IPL 2021 ના ​​પહેલા ભાગમાં, CSK નો રન રેટ 1.263 બાકી ટીમોની સરખામણીમાં શ્રેષ્ઠ હતો. પોઈન્ટ ટેબલમાં માત્ર દિલ્હી કેપિટલ્સની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સથી આગળ છે.

CSK નું UAE શેડ્યૂલ

UAE માં યોજાનારી IPL 2021 ના ​​બીજા ભાગમાં આ ટીમે ગ્રુપ સ્ટેજ પર 7 મેચ રમવાની છે. ચાલો એક નજર કરીએ અને જાણીએ કે UAE માં આયોજિત IPL 2021 ના ​​બીજા તબક્કામાં CSK નું શેડ્યૂલ કેવું છે.

19 સપ્ટેમ્બર (રવિવાર): ચેન્નાઈ vs મુંબઈ ઇન્ડીયન્સ, સાંજે 7:30, દુબઈ 24 સપ્ટેમ્બર (શુક્રવાર): ચેન્નાઈ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, શારજાહ 26 સપ્ટેમ્બર (રવિવાર): ચેન્નઈ vs કલકત્તા નાઈટ રાઈડર્સ, બપોરે 3:30, અબુ ધાબી 30 સપ્ટેમ્બર (ગુરુવાર): ચેન્નાઇ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, શારજાહ 02 ઓક્ટોબર (શનિવાર): ચેન્નાઈ vs રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30, અબુ ધાબી 04 ઓક્ટોબર (સોમવાર): ચેન્નાઈ vs દિલ્હી કેપિટલ્સ, સાંજે 7:30, દુબઈ 07 ઓક્ટોબર (ગુરુવાર): ચેન્નાઈ vs પંજાબ કિંગ્સ, બપોરે 3:30, દુબઈ

તે સ્પષ્ટ છે કે જો અત્યારે પોઈન્ટ ટેલીમાં નંબર 2 ક્રમાંકિત ચેન્નાઈ, યુએઈમાં ગ્રુપ સ્ટેજમાં આ 7 મેચમાંથી 3-4 જીતી જાય, તો તેઓ પ્લે-ઓફમાં પહોંચવાનુ પાક્કુ કરી લેશે.

આ પણ વાંચોઃ R Ashwin: ટીમ ઇન્ડીયાનો એન્જીનીયર જેણે ભારતીય ક્રિકેટના એક દશકાને ચમકાવવા કર્યુ આ કામ, સૌથી મોટો મેચ વિનર ખેલાડી

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલી માટે T20 World Cup બાદ વન ડે ટીમની કેપ્ટનશિપ જોખમમાં, છીનવાઇ જશે કેપ્ટન નો તાજ

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">