IPL 2021: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયર સિઝનમાંથી બહાર થયાની જાણકારી પાર્થ જીંદાલે આપી

શ્રેયસ ઐયર (Shreyas Iyer) ઇંગ્લેંડ (England) સામેની શરુઆતની વન ડે શ્રેણીમાં ખભાના હાડકાની ઇજાને લઇને હવે આઇપીએલની 14 મી સિઝન ગુમાવી ચુક્યો છે. આ માટે દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) સત્તવાર જાણકારી આપી છે

IPL 2021: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયર સિઝનમાંથી બહાર થયાની જાણકારી પાર્થ જીંદાલે આપી
Parth Jindal-Shreyas Iyer
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 25, 2021 | 1:10 PM

શ્રેયસ ઐયર (Shreyas Iyer) ઇંગ્લેંડ (England) સામેની શરુઆતની વન ડે શ્રેણીમાં ખભાના હાડકાની ઇજાને લઇને હવે આઇપીએલની 14 મી સિઝન ગુમાવી ચુક્યો છે. આ માટે દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) સત્તાવાર જાણકારી આપી છે કે, શ્રેયસ ઐયર હવે આઇપીએલ ટૂર્નામેન્ટ (IPL 2021) થી બહાર થઇ ગયો છે. દિલ્હી કેપીટલ્સના સહ માલિક પાર્થ જીંદાલ (Parth Jindal) એ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે, કેપ્ટન શ્રેયસ ઐયર ઇજાને લઇને IPL 2021 થી બહાર થઇ ગયો છે. આશા છે કે, તે જલ્દીથી સ્વસ્થ થઇ જશે. વિશ્વાસ છે કે કે તમે મજબૂત થઇને પરત ફરશો. T20 વિશ્વકપમાં આપની જરુરીયાત છે.

જોકે BCCI એ આ અંગે હજુ સુધી કોઇ જ અધિકારીક નિવેદન આ સંદર્ભને લઇને આપ્યુ નથી. જોકે સ્કેનમાં તેમની ઇજાને લઇને જાણકારી મળી રહી છે તે મુજબ તેને સર્જરીની જરુરિયાત છે. પ્રથમ વન ડે મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન બેયરસ્ટોના શોટને રોકવા દરમ્યાન તેને ડાબા ખભા પર ઇજા પહોંચી હતી. ઐયરના બહાર થવાને લઇને બીજી વન ડે મેચમાં સૂર્યકુમાર યાદવ ને વન ડે ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

9 એપ્રિલ થી શરુ થનારી ઇન્ડીયન પ્રિમિયર લીગમાં તેણે કેપ્ટનશીપ કરવાની હતી. 26 વર્ષીય ઐયર ઇંગ્લેંડ સામે પુણે વન ડે માં બેટીંગ દરમ્યાન 6 રન કરીને આઉટ થયો હતો. શ્રેયસ અંતિમ આઇપીએલ સિઝનમાં પોતાની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સને ફાઇનલ સુધી પહોંચાડી હતી. તેની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ ઋષભ પંત, ઓસ્ટ્રેલીયાઇ સ્ટીવ સ્મિથ અથવા સિનીયર ઓફ સ્પિનર આર અશ્વિનને સોંપવામાં આની શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">