IPL 2021, DC Vs KKR : દિલ્હી ‘દૂર’ રહી ગયુ, કોલકાતા પહોંચ્યુ ફાઇનલમાં ચેન્નાઇની સામે લેશે ટક્કર, KKR નો 3 વિકેટે રોમાંચક વિજય

TV9 GUJARATI

|

Updated on: Oct 13, 2021 | 11:23 PM

કોલકાતા નાઇટ રાઇડર્સે (Kolkata Knight Riders) બીજા લેગમાં પકડેલી પિકઅપે તેને હવે ફાઇનલ સુધી પહોંચાડી દીધી છે. દિલ્હી (Delhi) ની ટીમની આશાઓ ફાઇનલ પહેલા જ સમાપ્ત થઇ ગઇ છે. વેંકટેશન ઐય્યરે (Venkatesh Iyer) કોલકાતાની જીતનો પાયો અર્ધશતકીય ઇનીંગ વડે નાંખ્યો હતો.

IPL 2021, DC Vs KKR : દિલ્હી 'દૂર' રહી ગયુ, કોલકાતા પહોંચ્યુ ફાઇનલમાં ચેન્નાઇની સામે લેશે ટક્કર, KKR નો 3 વિકેટે રોમાંચક વિજય
વેંકટેશ અય્યર: વેંકટેશ ઐયર IPL 2021 KKRનું નસીબ બદલી નાખ્યું. વિસ્ફોટક ઓપનરે ગત સિઝનમાં 10 મેચમાં 370 રન બનાવ્યા હતા. તેની બેટિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટ અનુક્રમે 41.11 અને 128.47 છે. જેમાં 4 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. યુએઈમાં સ્થિતિ ધીમી હતી તે હકીકત તેના પ્રદર્શનને વધુ ખાસ બનાવે છે. દરેક ટીમને તેના જેવો વિસ્ફોટક ઓપનર ગમશે. આ સિવાય તે બોલિંગ પણ કરી શકે છે.

Follow us on

IPL 2021 ની ફાઇનલમાં હવે શુક્રવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. જે માટે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને કોલાકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) એ 3  વિકેટ રોમાંચક જીત મેળવી હતી. ઇયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. આમ ઋષભ પંત (Rishabh Pant) ની ટીમ પહેલા બેટીંગ માટે મેદાને ઉતરી હતી. 20 ઓવરના અંતે દિલ્હીએ 5 વિકેટ ગુમાવીને 135 રન કર્યા હતા. રાહુલ ત્રિપાઠીએ સિક્સર લગાવીને કોલકાતાને જીત અપાવી હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સ બેટીંગ

શરુઆત થી જ જીતનુ મન કોલકાતાની ટીમે બનાવી લીધુ હતુ. જુસ્સા ભેરની રમત બંને ઓપનરોએ કરી હતી અને તેમણે જીત જ નહી પરંતુ ફાઇનલમં પહોંચવાનો રસ્તો પણ લખી દીધો હતો. શુભમન ગીલ (Shubman Gill)  અને વેંક્ટેશ ઐય્યરે (Venkatesh Iyer) 96 રનની પાર્ટનરશીપ કરી હતી. તેમની આ રમતે જ દિલ્હીને તેના સપનાઓ થી દૂર કરી દીધુ હતુ. વેંકટેશ ઐય્યરે 55 રનની ઇનીંગ રમી હતી. તેણે 41 બોલમાં આ રમત રમી હતી, આ દરમ્યાન 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

શુભમન ગીલે 46 બોલમાં 46 રન કર્યા હતા. તેણે 1 છગ્ગો અને 1 ચોગ્ગો લગાવ્યો હતો. જ્યારે નિતીશ રાણાએ 12 બોલમાં 13 રન કર્યા હતા. તેણે પણ એક છગ્ગો પોતાની નાનકડી ઇનીંગ દરમ્યાન ફટકાર્યો હતો. ગીલ ઐય્યરે જોકે ટીમને જીતની નજીક મેચ લાવી મુકી દીધી હતી. દિનેશ કાર્તિક શૂન્ય રને ક્લિન બોલ્ડ થયો હતો. રાહુલ ત્રિપાઠી એ છગ્ગો લગાવીને જીત અપાવી હતી.

નાટકીય અંદાજમાં પહોંચેલી મેચ એક સમયે કોલકાતાના હાથમાં થી સરકી ગઇ હતી આ માટે જવાબદાર મીડલ ઓર્ડર હતો. દિનેશ કાર્તિક થી શૂન્ય રને આઉટ થવાની લાગેલી લાઇન લોકી ફરગ્યુશનના શૂન્ય રને અણનમ રહેવા સુધી લાગી હતી. કાર્તિક બાદ, કેપ્ટન ઇયોન મોર્ગન, શાકિબ અલ હસન, સુનિલ નરેન શૂન્ય રન પર આઉટ થયા હતા. આમ કોલકાતાએ 7 વિકેટ ગુમાવી હતી. તેમાં 5 ખેલાડીઓના ખાતામાં શૂન્ય રન જ હતા.

દિલ્હી કેપિટલ્સ બોલીંગ

કાગીસો રબાડાએ એકવાર મેચમાં ફરી થી દિલ્હીને રોમાંચક રીતે લાવી દીધુ હતુ. જે મોકો અશ્વિને જબરદસ્ત રીતે ઝડપી લીધો હતો. રબાડાએ વેંકટેશ ઐય્યર અને બાદમાં દિનેશ કાર્તિકને ક્લિન બોલ્ડ કરી દીધો, આમ બે વિકેટ મેળવતા જ મેચનુ પાસુ પલટાતુ લાગ્યુ હતુ. તેણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા. એનરિક નોર્ત્જેએ પણ તેનો સાથ પુરાવતા 2 વિકેટ ઝડપીને દિલ્હીને ફરી એકવાર મેચમાં અંતિમ ઓવરોમાં મજબૂત સ્થીતીમાં લાવી દીધુ હતુ. તેણે 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ મેળવી હતી. આવેશ ખાને 4 ઓવરમાં 22 બોલમાં 1 વિકેટ મેળવી હતી. રવિચંદ્રન અશ્વિને અંતિમ ઓવરમાં કોલકાતાની 2 વિકેટ ઝડપી લીધી હતી. જોકે તેમની મહેનત અંતમાં એળે ગઇ હતી.

દિલ્હી કેપિટલ્સ બેટીંગ

ટોસ હારીને મેદાને ઉતરેલી દિલ્હીની ટીમનો દમ ફરી એકવાર નબળો જોવા મળ્યો હતો. ટીમ ભલે ક્વોલીફાયર મેચમાં પહોંચ્યુ હોય, પરંતુ તેના બેટ્સમેનોની રમત નિરાશાજનક રહી હતી. પ્રથમ વિકેટ 32 રને પૃથ્વી શોના રુપમાં ગુમાવી હતી. તે 12 બોલમાં 18 રન કરીને એલબીડબલ્યુ આઉટ થયો હતો. ત્યાર બાદ માર્કસ સ્ટોઇનીશ 23 બોલમાં 18 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તે વખતે ટીમનો સ્કોર 71 હતો. શિખર ધવન જેણે 39 બોલમાં 36 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો લગાવ્યો હતો.

કેપ્ટન ઋષભ પંતે ફરી એકવાર નિરાશ કર્યા હતા. તેણે માત્ર 6 રન કર્યા હતા. વિકેટો હાથ પર હોવા છતાં પણ દિલ્હીની રમતમાં મહત્વની મેચનો જુસ્સો બેટ વડે જોવા મળતો નહોતો. શિમરોન હેયટમેર 17 મી ઓવરના 4 થા બોલે શુભમન ગીલ દ્રારા જબરદસ્ત કેચ ઝીલાયો હતો. પરંતુ થર્ડ અંપાયરે નો બોલ જાહેર કર્યો હતો જેને લઇ બાઉન્ડરી પર પહોંચેલ શિમરન પરત મેદાને આવ્યો હતો. તેણે 10 બોલમાં 17 રન કર્યા હતા. આ દરમ્યાન 2 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ ઐય્યરે 27 બોલમાં અણનમ 30 રન કર્યા હતા.અક્ષર પટેલ 4 રન કરીને અણનમ રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ બોલીંગ

વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ મેળવી હતી. તેણે ઓપનીંગ જોડીને તોડવા સહિતની મહત્વની વિકેટ ઝડપી હતી. 26 રન આપીને 4 ઓવરમાં તે બંને વિકેટ મેળવી હતી. લોકી ફરગ્યુશને 4 ઓવરમં 26 રન આપીને 1 વિકેટ મેળવી હતી. સુનિલ નરેને 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. શાકીબ અલ હસને 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. શિવમ માવી 4 ઓવર કરી હતી અને તેણે 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IPL 2021, KKR vs DC: ગજબનો સીન જોવા મળ્યો ક્વોલીફાયર-2 મેચમાં, ‘આઉટ’ થઇ ડગ આઉટમાં પહોચેલા બેટ્સમેનને મેદાનમાં રમવા પાછો બોલાવ્યો

આ પણ વાંચોઃ T20 World Cup 2021: અક્ષર ના બદલે હર્ષલ પટેલ ટીમ ઇન્ડીયામાં સામેલ, આ 8 ખેલાડીઓ ટીમ ઇન્ડીયાનો નિભાવવાની મળી તક, જુઓ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati