AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021, DC Vs KKR : દિલ્હી નો ‘દમ’ ના ચાલ્યો, કોલકાતા સામે 5 વિકેટે 135 રનનો આસાન સ્કોર ખડક્યો, હવે ફાઇનલ માટે DC ના બોલરોની કસોટી

આજની મેચ ટ્રોફીની નજીક પહોંચાડનારી છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) આ માટે આજે દરેક ક્ષેત્રે તમામ દમ અજમાવી લેવા મથી રહ્યુ છે.

IPL 2021, DC Vs KKR : દિલ્હી નો 'દમ' ના ચાલ્યો, કોલકાતા સામે 5 વિકેટે 135 રનનો આસાન સ્કોર ખડક્યો, હવે ફાઇનલ માટે DC ના બોલરોની કસોટી
Shikhar Dhawan-Prithvi Shaw
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:16 PM
Share

આજે શિખર પર પહોંચવા પહેલાની કસોટી છે. જે માટે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કોલાકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) આ કસોટીને પાર પાડી લેવા તમામ રણનિતી અજમાવી લેવા પ્રયાસ કરી રહ્યા છે. ઇયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. જેને લઇ ઋષભ પંત (Rishabh Pant) ની ટીમ પહેલા બેટીંગ માટે મેદાને ઉતરી હતી. આઉટ ફોર્મમાં રહેલી દિલ્હીની ટીમના બેટ્સમેનોએ નબળી રમત દર્શાવી હતી. 20 ઓવરના અંતે દિલ્હીએ 5 વિકેટ ગુમાવીને 135 રન કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સ બેટીંગ

ટોસ હારીને મેદાને ઉતરેલી દિલ્હીની ટીમનો દમ ફરી એકવાર નબળો જોવા મળ્યો હતો. ટીમ ભલે ક્વોલીફાયર મેચમાં પહોંચ્યુ હોય, પરંતુ તેના બેટ્સમેનોની રમત નિરાશાજનક રહી હતી. પ્રથમ વિકેટ 32 રને પૃથ્વી શોના રુપમાં ગુમાવી હતી. તે 12 બોલમાં 18 રન કરીને એલબીડબલ્યુ આઉટ થયો હતો. ત્યાર બાદ માર્કસ સ્ટોઇનીશ 23 બોલમાં 18 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તે વખતે ટીમનો સ્કોર 71 હતો. શિખર ધવન જેણે 39 બોલમાં 36 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો લગાવ્યો હતો.

કેપ્ટન ઋષભ પંતે ફરી એકવાર નિરાશ કર્યા હતા. તેણે માત્ર 6 રન કર્યા હતા. વિકેટો હાથ પર હોવા છતાં પણ દિલ્હીની રમતમાં મહત્વની મેચનો જુસ્સો બેટ વડે જોવા મળતો નહોતો. શિમરોન હેયટમેર 17 મી ઓવરના 4 થા બોલે શુભમન ગીલ દ્રારા જબરદસ્ત કેચ ઝીલાયો હતો. પરંતુ થર્ડ અંપાયરે નો બોલ જાહેર કર્યો હતો જેને લઇ બાઉન્ડરી પર પહોંચેલ શિમરન પરત મેદાને આવ્યો હતો. તેણે 10 બોલમાં 17 રન કર્યા હતા. આ દરમ્યાન 2 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ ઐય્યરે 27 બોલમાં અણનમ 30 રન કર્યા હતા.અક્ષર પટેલ 4 રન કરીને અણનમ રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ બોલીંગ

વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ મેળવી હતી. તેણે ઓપનીંગ જોડીને તોડવા સહિતની મહત્વની વિકેટ ઝડપી હતી. 26 રન આપીને 4 ઓવરમાં તે બંને વિકેટ મેળવી હતી. લોકી ફરગ્યુશને 4 ઓવરમં 26 રન આપીને 1 વિકેટ મેળવી હતી. સુનિલ નરેને 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. શાકીબ અલ હસને 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. શિવમ માવી 4 ઓવર કરી હતી અને તેણે 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ કેડેટ્સ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ 2021 : એરફોર્સ બોયઝ સ્પોર્ટ્સ સ્ક્વૉડ્રન અમન ગુલિયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

આ પણ વાંચોઃ Thomas Cup: ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો, 11 વર્ષ પછી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">