IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, ઇંગ્લેન્ડનો આ ખેલાડી આઇપીએલ અને વિશ્વકપ ટીમથી થયો બહાર
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે (England Cricket Team) ગયા મહિને વર્લ્ડ કપ (World Cup) માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં આ ઓલરાઉન્ડરને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ટીમે પોતાનો પ્લાન બદલવો પડશે.

ICC T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team) ને મોટો આંચકો લાગ્યો છે. ટીમના યુવા ઓલરાઉન્ડર સેમ કરન (Sam Curran) ટુર્નામેન્ટની શરૂઆતના બે અઠવાડિયા પહેલા જ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. સેમ કુરન હાલમાં યુએઈમાં રમાઈ રહેલી IPL 2021 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમનો ભાગ છે અને આઈપીએલ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે પ્લેઓફમાં જતા પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 5 ઓક્ટોબર, મંગળવારે સેમ કરનની ઈજા વિશે માહિતી આપતા આ જાહેરાત કરી હતી. કરણને વર્લ્ડકપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે પહેલા તે IPL દ્વારા UAE ની પરિસ્થિતીઓમાં વર્લ્ડ કપ માટે પોતાને તૈયાર કરી રહ્યો હતો.
ઈંગ્લીશ બોર્ડે મંગળવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમા કહ્યુ હતુ કે સેમ કરને રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ દરમ્યાન પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. બોર્ડે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્કેનના પરિણામોથી ઈજા બહાર આવી છે. તે આગામી એક કે બે દિવસમાં યુકે પરત ફરશે અને ફરીથી સ્કેન કરાવશે. તેમજ ECB ની મેડિકલ ટીમ આ અઠવાડિયે તેની સ્થિતિની સમીક્ષા પણ કરશે.
મોટા ભાઈ ટોમને સ્થાન મળ્યું
સેમ કરનની જગ્યાએ તેના ભાઈ ટોમ કુરનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે રિઝર્વ ખેલાડીઓમાંનો એક હતો. બોર્ડે કહ્યું કે, કરનના ભાઈ ટોમને ટી20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે, સરે ના રીસ ટોપ્લીને રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. ટોપ્લી ટૂંક સમયમાં ઇંગ્લેન્ડની ટીમમાં જોડાશે.
Speedy recovery, @CurranSM 💪#T20WorldCup squad update ⬇️
— England Cricket (@englandcricket) October 5, 2021
CSK ના ચાહકો માટે વિડીયો મેસેજ બહાર પાડવામાં આવ્યો
તે જ સમયે, સેમ કરને આઈપીએલ અને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થવાથી, પોતાની નિરાશા વ્યક્ત કરતો વીડિયો સંદેશ પણ બહાર પાડ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે જારી કરાયેલા તેના વિડીયો સંદેશમાં કરને કહ્યું કે, તે ટીમને સપોર્ટ કરવાનું ચાલુ રાખશે.
A special message from #KadaikuttySingam to the #Yellove family!
Read More: https://t.co/g0QxFMUkWS#WhistlePodu #Yellove 🦁💛 @CurranSM pic.twitter.com/PwvGQuzigU
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 5, 2021
UAE માં સારું નથી રહ્યું પ્રદર્શન
IPL 2021 નો યુએઈ નો ભાગ સેમ કુરન માટે સારો ન હતો. અહીં તેને માત્ર બે મેચ રમવાની તક મળી, જેમાં તેના પર રનનો વરસાદ થયો. બંને મેચમાં તેણે 8 ઓવરમાં 111 રન વરસ્યા હતા. જ્યારે તેની ઝોળીમાં એક પણ વિકેટ આવી ન હતી. આ દરમ્યાન, તેને બેટથી માત્ર એક જ તક મળી, જેમાં તે 4 રન બનાવી શક્યો.