IPL 2021: ધોની બાદ રવિન્દ્ર જાડેજાએ ફેન્સ સમક્ષ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન બનવાની ઇચ્છા દર્શાવી ! જાડેજાની ઇચ્છાએ જગાવી ખૂબ ચર્ચા

એમએસ ધોની (MS Dhoni) હવે આગામી એકાદ બે સિઝન આઇપીએલમાં રમે તેમ મનાય છે. આવા સંજોગોમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન પદને લઇને ચર્ચા પહેલાથી જ ખૂબ ચાલી રહી છે, તેમાં હવે જાડેજાએ આ ચર્ચાને વધુ હવા આપી દીધી છે.

IPL 2021: ધોની બાદ રવિન્દ્ર જાડેજાએ ફેન્સ સમક્ષ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન બનવાની ઇચ્છા દર્શાવી ! જાડેજાની ઇચ્છાએ જગાવી ખૂબ ચર્ચા
Ravindrasinh Jadeja

IPL 2021 ના બીજા તબક્કાની શરુઆતને લઇને તમામ તૈયારીઓ ટૂર્નામેન્ટ આયોજકો અને ટીમોએ કરી લીધી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમ આ તૈયારીઓના ભાગ રુપે બરાબર એક મહિના પહેલા જ UAE માં પહોંચી ગઇ હતી. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) પણ પરિવાર અને કેટલાક ખેલાડીઓની સાથે ગત માસે UAE પહોંચી ગયા હતા. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ ઇંગ્લેન્ડથી સિધા જ UAE ટીમની પાસે પહોંચી ગયા છે. આ દરમ્યાન હવે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને કેપ્ટનની ચર્ચામાં જાડેજાનુ નામ ઉછળવા લાગ્યુ છે.

મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી લઇ ચુક્યો છે અને આઇપીએલ ટૂર્નામેન્ટમાંથી પણ તે અચાનક નિવૃત્તી જાહેર કરી શકે છે. તે હવે ચેન્નાઇ ટીમની કેપ્ટનશીપ આગામી એક કે બે સિઝન જ સંભાળી શકશે, તેવુ માનવામાં આવી રહ્યુ છે. જેને લઇને હાલના સમયમાં ધોનીના ઉત્તરાધીકારી તરીકે અનેક વાર સવાલો થતા રહ્યા છે. તેની ચર્ચાઓ પણ થતી રહી છે. આવી જ રીતે એક ફેન દ્વારા રવિન્દ્ર જાડેજાને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે જાડેજાને પૂછ્યુ હતુ કે ધોની પછી ટીમનો કેપ્ટન કોણ હોઇ શકે. જેના જવાબને લઇને જાડેજા એકદમ જ ચર્ચામાં આવી ગયો છે.

સવાલ પર આમ જવાબ આપ્યો જાડેજાએ

ટીમના એક પ્રશંસક દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે ટ્વીટર પર પૂછ્યુ હતુ કે, તમે એમએસ ધોની બાદ કોને ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે પંસદ કરશો. તેની પર રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરીને રિપ્લાય અનોખા અંદાજમાં આપ્યો હતો. જાડેજાએ તેની પર જવાબમાં 8 નો આંકડો લખી દીધો હતો. જે જવાબનો મતલબ પ્રશંસકથી લઇને સૌ કોઇ સમજી ચુક્યુ હતુ. કારણ કે 8 નો આંકડો એ જાડેજાની ચેન્નાઇની ટીમની તેની જર્સીનો છે. આમ જાડેજાએ પોતાની કેપ્ટન બનવા ઇચ્છા તરીકે પણ આ જવાબને જોવામા આવી રહ્યો છે.

જોકે તેનો આ જવાબ ખૂબ ચર્ચાઓ જગાવનારો હતો એ પણ સ્વભાવિક વાત છે. પરંતુ જાડેજાએ સ્થિતીને પામીને જાણે કે પોતાના જવાબને ડીલીટ કરી દીધો હતો ! જાડેજાએ જવાબને ડીલીટ તો કર્યો પરંતુ એટલી વારમાં તેનો આ જવાબ ફેલાવા લાગ્યો હતો. ફેન્સ દ્વારા પણ તેના રિપ્લાયનો સ્ક્રિન શોટ લઇ લેવામાં આવ્યો હતો. જે સોશીયલ મીડિયા પર ફરવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધોનીની જર્સીનો નંબર 7 છે.

રવિન્દ્ર જાડેજા એ પ્રથમ હાફમાં કર્યુ હતુ શાનદાર પ્રદર્શન

રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સનો મહત્વનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તેણે પ્રથમ તબક્કા દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની એક મેચમાં અંતિમ ઓવરમાં 37 રન કરીને રેકોર્ડ સર્જ્યો હતો. ઓવરના પ્રથમ ત્રણ બોલમાં સળંગ ત્રણ છગ્ગા લગાવ્યા હતા. ત્યારબાદ વધુ બે સિક્સર એક નો બોલ સહિતના બોલ પર લગાવી હતી અને એક ચોગ્ગો લગાવ્યો હતો. તેની આ રમત ખૂબ જબરદસ્ત રહી હતી.

જાડેજાએ પ્રથમ તબક્કામાં 7 મેચ રમીને 131 રનની સ્ટ્રાઇક રેટ થી 131 રન બનાવ્યા છે. સાથે જ તેણે 6 વિકેટ પણ પ્રથમ તબક્કા દરમ્યાન ઝડપી હતી. આઇપીએલ માં રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીમાં 191 મેચ રમીને 2290 રન બનાવી ચુક્યો છે. જ્યારે 120 વિકેટ હાંસલ કરી છે.

 

આ પણ વાંચોઃ IPLની નવી બે ટીમોનુ સસ્પેન્સ 17 મી ઓક્ટોબરે ખુલશે, આ શહેરો છે નવા દાવેદારો જે માટે મોટા ખરીદદારોએ કમર કસી છે

આ પણ વાંચોઃ IPL 2021: પ્લે ઓફમાં પહોંચવા માટે કઇ ટીમે બાકી મેચોમાં કેટલો દમ લગાવવો પડશે જાણો, પ્લે ઓફનુ ગણિત

Click on your DTH Provider to Add TV9 Gujarati