Rishabh Pant બોલતો રહ્યો અને MS Dhoni એ ફોન ફેકી દીધો, અડધી રાત્રે ટીમ ઇન્ડિયાએ ઇન્ટરનેટ હચમચાવી દીધું, Watch Video

Cricket : રિષભ પંત અને રોહિત શર્મા કેરેબિયન પ્રવાસ પર પહોંચ્યા. જ્યાં તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ભાગ લેશે. 29 જુલાઈથી ટી20 સીરિઝની શરૂઆત થશે.

Rishabh Pant બોલતો રહ્યો અને MS Dhoni એ ફોન ફેકી દીધો, અડધી રાત્રે ટીમ ઇન્ડિયાએ ઇન્ટરનેટ હચમચાવી દીધું, Watch Video
Team India Social Media Live (PC: TV9)
Follow Us:
| Updated on: Jul 30, 2022 | 2:12 PM

જ્યારથી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) માંથી નિવૃત્તિ લીધી છે ત્યારથી તેના દર્શન ચાહકો માટે ખૂબ જ દુર્લભ છે. તે ચોક્કસપણે વર્ષમાં બે મહિના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દ્વારા ચાહકોનું મનોરંજન કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેની હાજરી નહિવત છે. તેની પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) અવારનવાર તેની તસવીરો કે વીડિયો પોસ્ટ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે રિષભ પંતે (Rishabh Pant) તેને ઈન્સ્ટાગ્રામ પર પોતાની સાથે લાઈવ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે ધોનીએ થોડીક સેકન્ડ માટે પોતાની હાજરી આપી. પરંતુ પછી જે થયું તે જોઈને કોઈ પણ હસવું આવશે.

રિષભ પંતે ચાહકોને ચોંકાવી દીધા

26 જુલાઈ મંગળવારની રાત ભારતીય ક્રિકેટ ચાહકોને ખુશ કરવા માટે પૂરતી હતી. T20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલા રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ શરૂ કરીને ભારતીય ચાહકોને ચોંકાવી દીધા હતા. આ લાઇવ ચેટમાં અનુભવી લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ડેશિંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) પણ તેની સાથે જોડાયા હતા. ટીમના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ પણ એન્ટ્રી કરી અને ત્યાર બાદ ચારેય લાંબા સમય સુધી એકબીજા સાથે વાત કરી અને ફેન્સનું મનોરંજન કર્યું.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ચાહકોને વધુ એક સરપ્રાઇઝ મળી

આ દરમિયાન રિષભ પંતે કેટલાક ચાહકોના રિએક્શન પણ લીધા અને તેમની સામે પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી. ભારતીય ચાહકો માટે આ સરપ્રાઈઝ પૂરતું હશે. પરંતુ ખરી રમત થોડા સમય પછી થઈ. એમએસ ધોની (MS Dhoni) ની પત્ની સાક્ષી ફરીથી આ ચેટમાં જોડાઈ. જેણે થોડી જ સેકન્ડોમાં ફોનનો કેમેરો ફેરવી નાખ્યો અને બધાના ચહેરા ચમકી ઉઠ્યા. સ્ક્રીન પર આવેલ ‘માહી ભાઈ’ બધાને પસંદ પડી ગયા. ધોનીને જોઈને ત્રણેય ખેલાડીઓ ખુશ થઈ ગયા અને ધોની પણ હસી રહ્યો હતો. તેણે હાથ મિલાવ્યા અને તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓને ‘હાઈ’ કહ્યું. પછી પંતે કંઈક એવું કહ્યું કે ધોનીએ ગાયબ થવાનું નક્કી કર્યું. પંતે સાક્ષીને કહ્યું કે માહી ભાઈને થોડો સમય સ્ક્રીન પર રાખો. પરંતુ આ સાંભળતા જ ધોનીએ તરત જ ફોન પર દુર કરી દીધો અને ફોન નીચે પડી ગયો.આ પછી ધોની સ્ક્રીન પર પાછો ન આવ્યો. પરંતુ તેની પ્રતિક્રિયા જોઈને પંત, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ પણ જોરથી હસી પડ્યા.

બુધવારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન-ડે મેચ

જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ સીરીઝની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે 27 જુલાઈ બુધવારે સીરીઝની ત્રીજી અને છેલ્લી ODI મેચ રમાશે. ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બંને મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે અને હવે નજર ક્લીન સ્વીપ પર છે. તો 29 જુલાઈથી બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી શરૂ થશે. આ સીરીઝ સાથે સુકાની રોહિત અને રિષભ પંત ટીમમાં વાપસી કરશે.

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">