AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2024: ટીમ ઈન્ડિયાનું જાણો શેડ્યૂલ, આ દિવસે પાકિસ્તાન સામે થશે ટક્કર

ભારતીય ક્રિકેટ ટીમ T20 ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન બની છે. તેની ખુશીઓનો જશ્ન દેશભરમાં હજુ પણ મનાવાઈ રહ્યો છે. હવે નજર મહિલા ભારતીય ક્રિકેટ ટીમ પર સૌની છે. હવે વુમન્સ ટીમ ઈન્ડિયાની ટક્કર પાકિસ્તાન સામે થનારી છે. આ મેચ એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં થનારી છે.

Asia Cup 2024: ટીમ ઈન્ડિયાનું જાણો શેડ્યૂલ, આ દિવસે પાકિસ્તાન સામે થશે ટક્કર
Asia Cup 2024 માટે ટીમ જાહેર
| Updated on: Jul 07, 2024 | 11:21 AM
Share

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ ચેમ્પિયન બની છે. તેની ખુશીઓનો જશ્ન દેશભરમાં હજુ પણ મનાવાઈ રહ્યો છે. હવે નજર મહિલા ભારતીય ક્રિકેટ ટીમ પર સૌની છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની ઘર આંગણાની શ્રેણી રમી રહી છે. ત્યાર બાદ હવે વુમન્સ ટીમ ઈન્ડિયાની ટક્કર પાકિસ્તાન સામે થનારી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં થનારી છે. T20 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે ટીમની જાહેરાત કરી હતી. જેમાં 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

શરુઆત પાકિસ્તાન સામે ટક્કરથી

એશિયા કપ 2024 ની શરુઆત આગામી 19 જુલાઈથી થઈ રહી છે. શ્રીલંકાના દામ્બુલામાં જેની પ્રથમ મેચ રમાનારી છે. 8 ટીમો એશિયા કપ 2024માં હિસ્સો લઈ રહી છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ એક જ ગૃપમાં છે. બંને ટીમોનો સમાવેશ ગૃપ-Aમાં કરવામાં આવ્યો છે. આ ગૃપમાં ચાર પૈકી અન્ય બે ટીમો નેપાળ અને UAE નો સમાવેશ છે. ગૃપ-B માં શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને મલેશિયાની ટીમનો સમાવેશ કરાયો છે.

ભારતીય ટીમની શરુઆત પાકિસ્તાન સામેની ટક્કર સાથે થનારી છે. 19 જુલાઈએ જ ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે. ગૃપમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનારી ટીમો સેમિફાઈનલમાં સ્થાન મેળવશે. બંને સેમિફાઇનલ મેચ 26મી જુલાઈએ રમાનારી છે. જ્યારે એશિયા કપ 2024ની ફાઈનલ મેચ 28મી જુલાઈએ રમાશે.

કોઈ મોટા ફેરફાર નહીં

ટીમ ઈન્ડિયામાં વિશેષ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઘર આંગણે જ 3 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. જે આગામી મંગળવારે સમાપ્ત થઈ જશે. જે માટે પસંદ કરવામાં આવેલ T20 સ્ક્વોડમાંથી માત્ર 2 ખેલાડીઓને એશિયા કપ માટેની સ્ક્વોડ માટે પસંદ કરવામાં આવ્યા નથી. અમનજોત કૌર અને શબનમ શકીલની પસંદગી એશિયા કપ માટેની સ્ક્વોડમાં કરવામાં આવી નથી. જ્યારે 4 ખેલાડીઓને રિઝર્વ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

ગૃપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

  • 19 જુલાઈ- ભારત Vs પાકિસ્તાન
  • 21 જુલાઈ- ભારત Vs UAE
  • 23 જુલાઈ- ભારત Vs નેપાળ

આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">