T20 World Cup 2024: પહેલા ઓસ્ટ્રેલિયાની ધૂળ ચટાવી પછી, રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો

|

Jun 25, 2024 | 10:10 AM

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ 24 રનથી જીતી લીધી છે. ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ અત્યારસુધી એક પણ મેચ હારી નથી.

T20 World Cup 2024: પહેલા ઓસ્ટ્રેલિયાની ધૂળ ચટાવી પછી, રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો

Follow us on

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને શાનદાર અંદાજમાં હાર આપી ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમ ઈન્ડિયા તરફથી બોલર અને બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ માટે રોહિત શર્માએ મેચમાં તોફાની ઈનિગ્સ રમી છે. તેમણે 41 બોલમાં 92 રન બનાવ્યા છે.

આ સિવાય અર્શદીપ સિંહે મેચમાં 3 વિકેટ પણ લીધી છે. આ ખેલાડીઓના કારણે ભારતીય ટીમ જીત મેળવવામાં સફળ રહી છે. ભારતીય ટીમ પાંચમી વખત ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે.

ભારતીય ટીમે રેકોર્ડ બનાવ્યો

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી એક પણ મેચ હારી નથી અને ભારતીય ટીમ અત્યારસુધી તમામ મેચ જીતી છે. ટી20 વર્લ્ડકપ 2024 ભારતીય ટીમે 6 મેચ જીતી છે.

રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ

પહેલી વખત ટી20 વર્લ્ડકપની કોઈ સીઝનમાં ટીમ ઈન્ડિયાએ આટલી મેચ જીતી છે. આ પહેલા કોઈ પણ ટીમ વર્લ્ડકપની એક સીઝનમાં 6 મેચ જીતી શકી નથી. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા પણ ટી20 વર્લ્ડકપની એક એડિશનમાં 6-6 મેચ જીતી ચુકી છે.

T20 વર્લ્ડકપની એક જ સીઝનમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમો

  • સાઉથ આફ્રિકા- 7 મેચ, 2024
  • ભારતીય ટીમ- 6 મેચ, 2024
  • શ્રીલંકા- 6 મેચ, 2009
  • ઓસ્ટ્રેલિયા- 6 મેચ, 2010
  • ઓસ્ટ્રેલિયા- 6 મેચ, 2021

કેપ્ટનનો નિર્ણય ખોટો સાબિત થયો

ભારત વિરુદ્ધ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો છે. આ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેને શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 92 રનની ઈનિગ્સ રમી છે. આ સિવાય સુર્ય કુમાર યાદવનું 31 રનનું યોગદાન રહ્યું તો. ભારતીય ટીમે 205 રન બનાવ્યા હતા.જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 181 રન જ બનાવી શકી હતી.

T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમનું પ્રદર્શન

  • આયર્લેન્ડ સામે 8 વિકેટે જીત
  • પાકિસ્તાન સામે 6 રનથી જીત
  • અમેરિકા સામે 7 વિકેટે જીત
  • અફઘાનિસ્તાન સામે 47 રને જીત
  • બાંગ્લાદેશ સામે 50 રનથી જીત
  • ઓસ્ટ્રેલિયા સામે 24 રને જીત

આ પણ વાંચો : T20 WC: સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી, હવે ઈંગ્લેન્ડ સાથે થશે ટક્કર, રોહિત આર્મી લેશે બદલો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article