IPLના ઈતિહાસમાં 63 વાર બની છે આ ઘટના, એક ઓપનર થયો ડક અને બીજા ઓપનરે ફટકાર્યા 50થી વધારે રન
દિલ્હીના ઓપનર ડેવિડ વોર્નર 0 રન પર આઉટ થયો હતો. જ્યારે ફિલ સોલ્ટે દિલ્હી માટે 35 બોલમાં 59 રન બનાવ્યા હતા. છેલ્લા 15 વર્ષમાં આઈપીએલમાં આ 63મી ઘટના બની હતી. જ્યારે એક ઓપનર ડક થયો હોય અને એક ઓપનરે 50થી વધારે રન બનાવ્યા હોય. ચાલો જાણીએ 63 વાર બનેલી ઘટના સાથે બનેલી રસપ્રદ વાતો.

30 એપ્રિલ, 2023ના રોજ આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ રમાઈ હતી. છેલ્લા 15 વર્ષોમાં આઈપીએલમાં ઘણી રોમાંચક મેચો જોવા મળી છે. આઈપીએલને કારણે ઘણા ખેલાડીઓની રાષ્ટ્રીય ટીમમાં વાપસી પણ થઈ છે. આઈપીએલને કારણે ઘણા યુવા ખેલાડીઓના ટેલેન્ટથી દુનિયા પરિચિત થઈ થઈ છે. આઈપીએલમાં ઘણા રેકોર્ડ બન્યા છે અને ઘણા રેકોર્ડ તૂટ્યા પણ છે. આ આઈપીએલમાં ઓપનરર્સના નામે પણ કેટલાક અનોખા રેકોર્ડ છે. ચાલો જાણીએ આ રેકોર્ડ વિશે.
દિલ્હીના ઓપનર ડેવિડ વોર્નર 0 રન પર આઉટ થયો હતો. જ્યારે ફિલ સોલ્ટે દિલ્હી માટે 35 બોલમાં 59 રન બનાવ્યા હતા. છેલ્લા 15 વર્ષમાં આઈપીએલમાં આ 63મી ઘટના બની હતી. જ્યારે એક ઓપનર ડક થયો હોય અને એક ઓપનરે 50થી વધારે રન બનાવ્યા હોય. ચાલો જાણીએ 63 વાર બનેલી ઘટના સાથે બનેલી રસપ્રદ વાતો.
એક ઓપનરે થયો ડક અને એક ઓપનરે બનાવ્યા 50+ રન



કયા વર્ષે સૌથી વધારે બની આ ઘટના ?
- વર્ષ 2016,2020 અને 2022માં આ ઘટના 7 વાર બની છે.
- વર્ષ 2011, 2017,2018માં આ ઘટના 5 વાર બની છે.
- વર્ષ 2009માં 4 વાર આ ઘટના બની છે.
- વર્ષ 2010, 2013,2019માં આ ઘટના 3 વાર બની છે.
- વર્ષ 2008, 2012, 2014, 2021માં આ ઘટના 2 વાર બની છે.
- વર્ષ 2023માં હમણાં સુધી 4 વાર આ ઘટના બની છે.
ક્યો ખેલાડી આ અનોખા રેકોર્ડમાં સૌથી વધારે સામેલ રહ્યો ?
- ડેવિડ વોર્નર – 9 વાર ( 3 વાર ડક, 6 વાર 50થી વધારે રન)
- ડુ પ્લેસી – 6 વાર ( 2 વાર ડક, 4 વાર 50થી વધારે રન)
- વિરેન્દ્ર સહેવાગ – 5 વાર ( 1 વાર ડક, 4 વાર 50થી વધારે રન)
- વિરાટ કોહલી – 5 વાર ( 1 વાર ડક, 4 વાર 50થી વધારે રન)
- ક્રિસ ગેઈલ – 4 વાર ( 2 વાર ડક, 2 વાર 50થી વધારે રન)
કઈ ટીમના ઓપનર્સ સાથે સૌથી વધારે વાર બની આ ઘટના ?
- દિલ્હી કેપિટલ્સ – 13
- પંજાબ કિંગ્સ – 06
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 09
- ચેન્નાઈ સુપર કિંગ્સ – 07
- કોલકત્તા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ – 06
સૌથી વધારે ક્યા સ્ટેડિયમમાં બન્યો આ અનોખો રેકોર્ડ ?
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં – 07
- ચેન્નાઈના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં – 07
- રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં – 05
- કોલકત્તાના ઈડન ગાર્ડનમાં – 04
- મોહાલી સ્ટેડિયમમાં – 04
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…