Video: ઉમરાન મલિક અને સિરાજે કપાળમાં તિલક કરવાથી કર્યો ઈન્કાર, સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

ભારતીય ટીમ ઝડપી બોલરો ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજ બંને બોલિંગ વડે પ્રભાવિત કરી રહ્યા છે. સિરાજ નંબરના સ્થાનની ખુરશીમાં બેસી ચૂક્યો છે. જોકે આ બંને ઝડપી બોલરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

Video: ઉમરાન મલિક અને સિરાજે કપાળમાં તિલક કરવાથી કર્યો ઈન્કાર, સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ
Umran malik and Siraj refused to apply tilak Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 5:07 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં નાગપુરમાં ટેસ્ટ સિરીઝની લઈને તૈયારીઓ કરી રહી છે. વ્હાઈટ બોલ સિરીઝમાં જાન્યુઆરી માસમાં ખૂબ વ્યસ્ત રહેલા યુવા ખેલાડીઓ કે, જે ટેસ્ટ સિરીઝનો હિસ્સો નથી તે આરામ પર છે. મોહમ્મદ સિરાજ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો બોલર બની ચુક્યો છે. જ્યારે જમ્મુ એક્સ્પ્રેસથી ઓળખાતા ઉમરાન મલિકે પણ પોતાની ગતિ વડે તરખાટ મચાવી રાખ્યો છે. બંને બોલરો આજે દુનિયામાં સૌથી વધારે ચર્ચામાં તેમની રમતને લઈ છે. જોકે આ દરમિયાન હવે એક અલગ જ વાતથી ચર્ચામાં આવી ચુક્યા છે.

સિરાજ અને મલિક બંને આજકાલ સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર છે. ભારતમાં જ્યારે પણ ક્રિકેટ ટીમો એક શહેરથી બીજા શહેર પહોંચે એટલે તેમનુ સ્વાગત ભારતીય અને સ્થાનિક સંસ્કૃતિ અનુસાર થાય છે. આવી જ રીતે ટીમ ઈન્ડિયાનુ સ્વાગત દિવાની જ્યોત અને તિલક સાથે એક હોટલમાં કરવામાં આવી રહ્યુ હતુ. જ્યાં ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ અને સ્ટાફ દ્વારા તિલક કરાવી રહ્યા હતા, ત્યાં આ બંને ખેલાડીઓએ તિલક કરવાથી ઈન્કાર કરતા નજર આવ્યા છે. આ વિડીયો છે અને જે વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો મુજબ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ તિલક નથી લગાવી રહ્યા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

તિલક લગાવવાથી ઈન્કાર કરવાનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જે વિડીયોમાં જોઈ શકાય છે કે, ભારતીય ખેલાડીઓનુ ઉત્સાહભેર હોટલ સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. ભારતીય ખેલાડીઓને શુકન રુપ તિલક કપાળમાં કરવામાં આવી રહ્યુ હતુ. તિલક કરીને ખેલાડીઓ અને કોચ સહિતના સ્ટાફને આવકારવામાં આવી રહ્યો હતો. જોકે આ દરમિયાન સિરાજ અને મલિક બંને વારાફરતી તિલક કરાવવાથી ઈન્કાર કરી રહ્યા હોવાનુ વિડીયોમાં જોઈ શકાય છે. બંને ખેલાડીઓ તિલક કરાવ્યા વિનાજ આગળ વધી રહ્યા છે.

મામલાને લઈ ફેન્સ સપોર્ટમા આવ્યા

વાયરલ થયેલા વિડીયો બાદ હવે બંને ખેલાડીઓ ટ્રોલ થવા લાગ્યા છે. જાણે કે રીતસરની સોશિયલ મીડિયા પર ડિબેટ જામવા લાગી છે. આ વિડીયોને લઈ એક તરફ કોઈ વિક્રમ રાઠોડે પણ તિલક નહી કરાવ્યુ હોવાની વાત આગળ ધરીને કહી રહ્યુ છે. જેમાં કહેવાય છે, મુદ્દો ધાર્મિકતા સાથે જોડવામાં ના આવે તો, બીજી તરફ કેટલાક બંને ખેલાડીઓની ધાર્મિકતાને લઈ વાત કરી રહ્યુ છે.

કેટલાક યુઝર્સે ઉમરાન મલિકની તસ્વીરો શેર કરી છે કે, જેમાં તે તિલક લગાવી રહ્યો હોય. જોકે તે તસ્વીર અન્ય સ્થળની છે. આમ વાતને મુદ્દો બનાવવાના બદલે ક્રિકેટ ચાહકોએ પણ પોતાની વાતને રજૂ કરી છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">