IND vs NZ: કોલકાતામાં ખેલાડીઓએ જીતનો જશ્ન રાતભર મનાવ્યો, ટીમ ઇન્ડીયાની પાર્ટીમાં થી આ 5 ખેલાડીઓ રહ્યા ગાયબ!

|

Nov 22, 2021 | 9:10 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે T20 શ્રેણીની છેલ્લી મેચ કોલકાતામાં રમાઈ હતી, જેમાં યજમાન ભારતે 73 રનથી મોટી જીત નોંધાવી હતી. આ સાથે ન્યૂઝીલેન્ડ પણ શ્રેણીમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ ગયું હતું.

IND vs NZ: કોલકાતામાં ખેલાડીઓએ જીતનો જશ્ન રાતભર મનાવ્યો, ટીમ ઇન્ડીયાની પાર્ટીમાં થી આ 5 ખેલાડીઓ રહ્યા ગાયબ!
Indian Cricket Team

Follow us on

ભારતે ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) સામેની 3 ટી20 મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે. ઘરઆંગણે કિવિઓ સામે આ તેની પ્રથમ ક્લીન સ્વીપ છે. આ સાથે ટીમ ઈન્ડિયા (Team India) ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે અને તેની ધરતી પર ટી20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની છેલ્લી મેચ કોલકાતામાં રમાઈ હતી, જેમાં યજમાન ભારતે 73 રનથી મોટી જીત નોંધાવી હતી.

આ સાથે ન્યૂઝીલેન્ડ પણ શ્રેણીમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ ગયું હતું. ભારતીય ટીમે મોડી રાત સુધી આ મોટી સફળતાની ઉજવણી કરી હતી. પરંતુ, આ પાર્ટીમાંથી 5 ખેલાડીઓ ગાયબ હતા. રાહુલ દ્રવિડે (Rahul Dravid) મેચ બાદ લાંબા સમયથી પાર્ટીમાં ન જોડાવાનું કારણ પણ જણાવ્યું.

આ એવા ખેલાડીઓ છે જેમણે ટીમ ઈન્ડિયાની પાર્ટીમાં ભાગ લીધો ન હતો, જેઓ ટેસ્ટ ટીમનો પણ ભાગ છે. ભારતની T20 ટીમમાં કુલ 5 ખેલાડીઓ સામેલ છે, જેઓ ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા જોવા મળશે. ટી-20 સિરીઝમાં ક્લીન સ્વીપ બાદ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓએ સેલિબ્રેશનમાં ભાગ ન લેવાનું આ એક મોટું કારણ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ આ ખેલાડીઓ મેચ બાદ લાંબા સમય સુધી પાર્ટીમાં ન આવવાની જાણકારી આપી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

રાહુલ દ્રવિડે આ વિશે પહેલા જ માહિતી આપી દીધી હતી

T20 સિરીઝની છેલ્લી મેચ જીત્યા બાદ રાહુલ દ્રવિડે આ 5 ખેલાડીઓ વિશે કહ્યું હતું કે, આ તમામ ખેલાડીઓ હવે કાનપુર જવા રવાના થશે. જેના માટે તેમણે સવારે 7:30 વાગ્યે તૈયાર રહેવું પડશે. પરંતુ બાકીની ટીમ મોડી રાત્રે ટી20 શ્રેણીમાં ક્લીન સ્વીપની ઉજવણીનો આનંદ માણી શકે છે.

T20 શ્રેણીમાં ક્લીન સ્વીપની પાર્ટીથી દૂર રહેલા 5 ખેલાડીઓના નામમાં અશ્વિન, કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ ભારતની ટેસ્ટ ટીમનો ભાગ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 25 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કાનપુરમાં રમાશે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: રોહિત શર્માએ વિરાટ કોહલીને આ મામલે આપ્યો ઝટકો, હિટમેને નોંધાવ્યો વિક્રમ

 

આ પણ વાંચોઃ  IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે T20I માં ભારતનુ પ્રદર્શન છેલ્લા એક વર્ષમાં કેવી રીતે પલટાયુ, જાણો

 

 

 

Published On - 9:09 am, Mon, 22 November 21

Next Article